પહેલી વખત મિસ યૂનિવર્સ બનીને સુષ્મિતા એ બનાવ્યો હતો ઈતિહાસ, થ્રો બેક તસવીરોથી તાજી કરી યાદો, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક સુષ્મિતા સેન લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. આટલા સમયથી ગાયબ હોવા છતાં સુષ્મિતા તેના ચાહકોની વચ્ચે ખૂબ પ્રખ્યાત છે. મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન તેની સુંદરતા અને એક્ટિંગ માટે જાણીતી છે. મિસ યુનિવર્સનો એવોર્ડ તેણે ઘણા વર્ષો પહેલા જીત્યો હતો, છતા પણ આજે તેની સુંદરતા અને સ્ટાઈલ નવી અભિનેત્રીઓને માત આપે છે.

આ ભૂતપૂર્વ મિસ યુનિવર્સની ફેન ફોલોઇંગ આજે પણ કરોડોમાં છે. સુષ્મિતા સેન માટે 21 મે નો દિવસ ખૂબ જ ખાસ દિવસ છે. તેણે 27 વર્ષ પહેલા આ જ દિવસે 1994 માં મિસ યુનિવર્સનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ દિવસે જ તે દુનિયાની સૌથી સુંદર મહિલા સાબિત થઈ હતી. આ યાદગાર પળને યાદ કરતા સુષ્મિતાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર સાથે એક પોસ્ટ શેર કરી છે. તેની આ પોસ્ટની તસવીર મિસ યુનિવર્સ બનવા દરમિયાનની છે.

અભિનેત્રીએ આ પોસ્ટમાં લખ્યું છે, શું તમારામાંથી કોઈએ ક્યારેય અશક્ય જોયું છે અને ક્યારેય તેને શક્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે? તે તકને શક્ય બનાવવા માટે તમે ક્યારેય ભગવાનનો આભાર માન્યો છે? મારી પાસે આ તક છે મારા મધર લેન્ડ ઈન્ડિયાને… મનિલામાં #મિસ યુનિવર્સિ માં ભારતની પહેલી જીતની 27 મી એનિવર્સરી નૂ ખૂબ ખૂબ શુભકામનાઓ # ફિલીપીંસ. 21 મે 1994 ની સવારે માત્ર 18 વર્ષની છોકરીની જિંદગી જ ન બદલી પરંતુ એક ઇતિહાસ પણ બનાવ્યો હતો. આ બધા ઉપરાંત આ અભિનેત્રીએ પોતાના કેપ્શનમાં દિલ ખોલીને પોતાના દિલની વાતનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ બધાનો આભાર પણ માન્યો છે.

જણાવી દઈએ કે મિસ યુનિવર્સની સ્પર્ધા દરમિયાન સુષ્મિતા સેને પોતાના જવાબોથી જજનું દિલ જીતી લીધું હતું. આંતરરાષ્ટ્રીય મંચ પર સુષ્મિતા સેને જણાવ્યું હતું કે કેવી રીતે ભારતીયો માટે પ્રેમ જીવવાની સૌથી મોટી મૂડી છે. તેમના માટે પ્રેમ કેવી રીતે મહત્વપૂર્ણ છે? તેમણે કહ્યું કે અત્યારે ભારતમાં બધા ધર્મોના લોકો રહે છે. આવી સ્થિતિમાં તે બધાનું એક સાથે પરસ્પર ભાઈચારા સાથે રહેવું જણાવે છે કે તેમના માટે પ્રેમ જ જીવવાનો એક માત્ર મૂળ મંત્ર છે.

નોંધપાત્ર વાત એ છે કે સુષ્મિતા સેન માટે 2020 ખૂબ જ ભાગ્યશાળી સાબિત થયું છે. આ વર્ષે તેણે ડિઝની-હોટસ્ટારની વેબસીરીઝ ‘આર્ય’થી કમબેક કર્યું હતું. સુષ્મિતાની આ વેબ સિરીઝ ડચ સીરીઝ ‘પેનોજા’ ની હિન્દી રિમેક છે. હવે આર્યની બીજી સીઝનની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. જો અભિનેત્રીની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો અભિનેત્રી ગયા વર્ષથી મૉડલ રોહમન શૉલ ને ડેટ કરી રહી છે.

આ બંનેની ઉંમર વચ્ચે 15 વર્ષનું અંતર છે. સુષ્મિતા જ્યારે 45 વર્ષની છે તો રોહમન 29 વર્ષનો છે. તે બંને લિવ ઇનમાં રહે છે. સુષ્મિતાએ બે પુત્રી રેની અને અલીશાને દત્તક લીધી છે. રોહમનનો સુષ્મિતાની બંને પુત્રી સાથે બોન્ડિંગ સારો છે. સુષ્મિતા ટૂંક સમયમાં જ આર્ય સીઝન 2 માં જોવા મળી શકે છે.