સુશાંતની બહેન શ્વેતાસિંહે લીધો સોશિયલ મીડિયાથી બ્રેક, અહિં જાણો તેનું કારણ… 

બોલિવુડ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ તેના પરિવાર માટે આ દુ: ખ સહન કરવું મુશ્કેલ છે. સુશાંતના અવસાન પછી તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહી હતી અને ન્યાયની માંગ કરતી હતી. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ભાઈ સુશાંત સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરતી હતી.જો કે હવે શ્વેતા સિંહ કીર્તિએ થોડા દિવસો માટે સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. તેણે આ વાતની જાણ સુશાંત સાથે પોતાની એક તસવીર શેર કરીને કરી છે.

શ્વેતાએ શેર કરી સુશાંતની તસવીર: જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ પછીથી સતત ચર્ચાઓ ચાલી રહી છે. નેપોટિજમ અને ગ્રુપિજમ ના મુદ્દા પછી ડ્રગ્સનો મુદ્દો સામે આવ્યો છે અને બધે જ તેના વિશે ચર્ચા ચાલી રહી છે. સુશાંતની બહેન શ્વેતા કીર્તિ પણ આ બધી બાબતો પર સતત પોતાના મંતવ્યો આપી રહી છે, પરંતુ હવે તેણે થોડા દિવસો સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું મન બનાવી લીધું છે. તેમણે કહ્યું, “તમે ગમે તેટલા મજબૂત રહેવનો પ્રયાશ કેમ ન કરો, પણ દર્દ તમાર પર પ્રભુત્વ જરૂર મેળવે છે”.

ભાઇ માટે લખી ઈમોશનલ વાત: જણાવી દઈએ કે શ્વેતાએ સોશિયલ મીડિયા પર પોતાની અને સુશાંતની એક તસવીર શેર કરી છે, જેમાં બંને ભાઈ-બહેન ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે સોશિયલ મીડિયાથી 10 દિવસ દૂર રહીને પ્રાર્થનામાં થોડો સમય પસાર કરવા માંગે છે. શ્વેતાએ ભાઈ ‘ગુલશન’ ને યાદ કરતાં લખ્યું, ‘આપણે ગમે તેટલા પ્રયત્નો કેમ ન કરીએ, પણ દર્દ આપણા પર પ્રભુત્વ જરૂર મેળવે છે.ખરેખર હવે ભાઈ રહ્યો નથી. હવે ક્યરેય તેને સ્પર્શ કરી શકશું નહિં, ક્યારેય હસતો જોઈ શકશું નહીં અને તેના જોક્સ પણ સાંભળી શકશું નહીં. મને આશ્ચર્ય છે કે સંપૂર્ણ બરાબર થવા માટે કેટલો સમય લાગશે. આવી સ્તિતિમાં મે 10 દિવસ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો અને મારી જાતને પ્રાર્થનામાં લીન કરવાનો નિર્ણય કર્યો છે. મારે આ દુઃખમાંથી બહાર આવવાની જરૂર છે. ‘

સતત ન્યાયની માંગ કરી રહી છે શ્વેતા: નોંધપાત્ર વાત એ છે કે સુશાંતના નિધન પછી ચાહકો પણ સતત સુશાંત માટે ન્યાય માંગી રહ્યા છે અને તેના પરિવારને તેનો સાથ બતાવી રહ્યા છે. શ્વેતા ઘણીવાર સુશાંત સિંહને લગતી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે અને ચાહકો પણ તેમના પર પ્રેમ દર્શાવે છે. તેણે હંમેશાં સુશાંત માટે ન્યાય માંગ્યો છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયાથી ટીવી સુધી જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે તેનાથી તેનું દુઃખ વધી ગયું છે. સુશાંત માટે ન્યાય માંગવાની સાથે હવે સ્ટાર્સે એક બીજા પર અનેક પ્રકારનાં આરોપો લગાવવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં, શ્વેતાએ નિર્ણય લીધો છે કે તે થોડા દિવસો સુધી આ બધી દલીલોથી દૂર રહેશે, પરંતુ સુશાંત માટે તેની ન્યાયની માંગણી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published.