સ્કૂલના મિત્રો સાથે કંઈક આ હાલતમાં જોવા મળ્યો સુશાંત સિંહ, જુવો વર્ષો જૂની ન જોઈ હોય તેવી કેટલીક તસવીરો

બોલિવુડ

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે જો આજે આપણી વચ્ચે હોત તો તેનો 35 મો જન્મદિવસ ઉજવી રહ્યા હોત. હવે તેઓ માત્ર યાદો અને તસવીરોમાં રહી ગયા છે. સુશાંતે ખૂબ ઓછા સમયમાં બોલિવૂડમાં સારું નામ કમાવ્યું હતું, પરંતુ તે તેટલું જ જલ્દી દુનિયાને અલવિદા પણ કહી ગયા.

સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986 ના રોજ બિહારની રાજધાની પટનામાં થયો હતો. તેના ચાહકો જ્યારે પણ તેને જોતા, તે હંમેશા હસતા ચહેરા સાથે જોવા મળતા. પરંતુ તેમનું અચાનક દુનિયાને છોડીને જવું આજે પણ લોકોને નિરાશ કરી રહ્યું છે. આજે તેમની 35 મી જન્મજયંતિના વિશેષ પ્રસંગે, તેના બાળપણની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો જોઈએ.

આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે કે સુશાંતને બાળપણમાં ‘ગુલશન’ ના નામથી બોલાવતા હતા. તેમના પિતાનું નામ કૃષ્ણ કુમાર સિંહ છે અને માતાનું નામ ઉષા સિંહ છે. સુશાંતના પિતા પટનામાં બિહાર સ્ટેટ હેન્ડલૂમ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. હાલમાં તે આ કામથી નિવૃત્ત થઈ ચુક્યા છે.

સુશાંત સિંહ તેમના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. સુશાંતની એક બહેન, જેનું નામ મિતુ સિંહ છે, તે સ્ટેટ લેવલની ક્રિકેટ ખેલાડી પણ રહી ચૂકી છે. વર્ષ 2002 માં, સુશાંતની માતાનું નિધન થયા પછી, તેમનો પરિવાર પટના છોડીને દિલ્હી ચાલ્યો ગયો હતો. સુશાંતનો આગળનો અભ્યાસ પણ દિલ્હીમાં પૂર્ણ થયો. આ વાયરલ તસવીરમાં જોઇ શકાય છે કે સુશાંત તેની શાળાના મિત્રો સાથે જોવા મળી રહ્યો છે. તે ચુપચાપ ઉભેલા એક માસૂમ બાળકની જેમ જોવા મળી રહ્યા છે.

સુશાંતની આ તસ્વીર પણ શાળાના દિવસોની છે. આ તસવીરમાં પણ તે તેના સ્કૂલના મિત્રો સાથે જોવા મળી રહ્યો છે. જોકે તેની સ્ટાઈલ તોફાની છે. તેના ચહેરા પર સ્મિત પણ જોવા મળી રહ્યું છે. જેના માટે તે જાણીતો પણ હતો. આ વાત દરેક વ્યક્તિ જાણે છે કે સુશાંત અભ્યાસમાં ખૂબ સારો હતો અને તે પરીક્ષામાં પણ સારા માર્ક્સ લાવતો હતો.

એવું કહેવામાં આવે છે કે સુશાંત સિંહ રાજપૂતે ક્યારેય વિચાર્યું ન હતું કે તે એક્ટિંગની દુનિયામાં હાથ અજમાવશે અને અભિનેતા બનશે. પરંતુ નસીબને આ જ મંજુર હતું. ખૂબ શરમાળ સ્વભાવના સુશાંતે શ્યામક ડાવર ડાન્સ એકેડમીમાં નામ નોંધાવ્યું હતું અને પછી અહીંથી ઇન્ડસ્ટ્રીમાં જવાનો રસ્તો પણ સાફ થઈ ગયો હતો. જણાવી દઈએ કે સુશાંત સુંદર ડાંસ માટે પણ જાણીતો હતો. શ્યામક ડાન્સ એકેડમીમાં નામ નોંધાવ્યા પછી સુશાંત સિંહ રાજપૂતે ભારતની સાથે સાથે એકેડેમી તરફથી વિદેશમાં પણ ઘણા શો કર્યા.

સુશાંત સિંહ રાજપૂતે બોલિવૂડમાં પ્રવેશ કરતા પહેલા હિન્દી સિનેમામાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું. તે સુપરસ્ટાર રિતિક રોશનની ફિલ્મ ધૂમમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે સુશાંતે લાંબા સમય સુધી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું. તેણે ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સુશાંતે સીરીયલ પવિત્ર રિશ્તાથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ સીરિયલમાં સુશાંત અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણે અન્ય ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

વર્ષ 2013 માં સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ ‘કાઈ પો છે’ થી હિન્દી સિનેમામાં શરૂઆત કરી હતી. આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ હતી. 7 વર્ષની ફિલ્મી કારકીર્દિમાં, તેમણે ઘણી મહાન ફિલ્મો આપી. વર્ષ 2016 માં તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર આધારીત ફિલ્મમાં એક મહાન કામ કર્યું હતું. સુશાંતે કેદારનાથ, છિછોરે, શુદ્ધ દેશી રોમાંસ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.