અંકિતા લોખંડેના આ લુક પર ફિદા થઈ ગયો હતો સુશાંત, વખાણ કરતા કહ્યું હતું કે…

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી અંકિતા લોખંડે ચોંકી ગઈ હતી. ખૂબ જ મુશ્કેલીથી તેમણે પોતાને સંભાળી અને અંકિતા હવે ધીમે ધીમે તેની જિંદગીમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ. બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એક બીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ કેટલાક કારણોસર બંનેનું બ્રેકઅપ થયું હતું. બંને વચ્ચે બ્રેકઅપ પછી પણ પ્રેમ ક્યારેય ઓછો થયો ન હતો. સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી, અંકિતા લોખંડે સુશાંતના પરિવારને સંપૂર્ણ સાથ આપી રહી છે અને સતત સુશાંતને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન અંકિતા લોખંડેએ તેના જૂના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોની વિશેષ વાત એ છે કે તેની સાથે સુશાંત સિંહ રાજપૂતનો ઉંડો સંબંધ છે.ખરેખર અંકિતા લોખંડેએ જે તસવીરો શેર કરી છે, તે તસવીરોમાં અંકિતાના લુકને જોઈને સુશાંત ફિદા થઈ ગયો હતો

ટીવી શો “પવિત્ર રિશ્તા” થી અંકિતા લોખંડે એ બનાવી હતી ઓળખ: જણાવી દઈએ કે અંકિતા લોખંડેએ તેની ટીવી કારકિર્દીની શરૂઆત વર્ષ 2006 માં ટેલેન્ટ હન્ટ રિયાલિટી શો આઈડિયા ઝી સિનેસ્ટારથી કરી હતી, ત્યાર પછી અંકિતા લોખંડેને ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલો અને મોટો બ્રેક એકતા કપૂરનો શો “પવિત્ર રિશ્તા” થી મળ્યો હતો. અંકિતા લોખંડે એ ટીવી સિરીયલ ‘પવિત્ર રિશ્તા’ થી મોટી ઓળખ બનાવી હતી. આ શોમાં તેના પાત્રને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તે આ શો દ્વારા ખૂબ જ પ્રખ્યાત થઈ હતી અને તેણે ઘરમાં એક ઓળખ બનાવી હતી. અંકિતા લોખંડે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઓળખ બનાવવા માટે ઉત્સુક હતી.

અંકિતા લોખંડે એ ફિલ્મ ‘મણિકર્ણિકા’ માં નિભાવ્યું ઝલકારી બાઈનું પાત્ર: ટીવી ઇન્ડસ્ટ્રીમાં સારું નામ બનાવ્યા પછી અંકિતા લોખંડેએ ફિલ્મ મણિકર્ણિકામાં ઝલકારી બાઇની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મની અંદર કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. સમાચારો અનુસાર, એવું કહેવામાં આવે છે કે જ્યારે સુશાંતસિંહ રાજપૂત સાથે બ્રેકઅપ થયું ત્યારે અંકિતા લોખંડે સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. તે પોતાને સંભાળી શકતી ન હતી. તેને પોતાને સંભાળવા માટે થોડા સમયની જરૂર હતી. આ સમય દરમિયાન, અંકિતા લોખંડેએ ઘણી ફિલ્મની ઓફરને પણ નકારી કરી હતી. એવા સમાચાર આવ્યા હતા કે અંકિતાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત કરવાની ના પાડી દીધી હતી.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ થયાના 1 વર્ષ પછી અંકિતા લોખંડેને તેની પહેલી ફિલ્મ મળી અને આ ફિલ્મમાં તેણે સખત મહેનત કરી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, અંકિતા લોખંડેએ પોતે કહ્યું હતું કે તેણે ફિલ્મ સાથે જોડાયેલી ઘણી ચીજો સુશાંત સિંહ રાજપૂત પાસેથી શીખી છે. ફિલ્મ “મણિકર્ણિકા” માં અંકિતા લોખંડેએ પોતાનું પાત્ર ખૂબ જ સુંદર રીતે નિભાવ્યું છે. પોતાના પાત્રને સારી રીતે નિભાવવા માટે અંકિતા લોખંડેએ ઘણી મહેનત કરી હતી. આ ફિલ્મની અંદરના અંકિતાના કામની દરેક લોકોએ પ્રશંસા કરી હતી.

અંકિતા લોખંડેનો આ લુક જોઇને સુશાંત સિંહ રાજપૂત થયો હતો ફિદા: ફિલ્મ ‘મણિકર્ણિકા’ માં અંકિતા લોખંડેએ ઝલકારી બાઇની ભૂમિકા નિભાવી છે. અંકિતાના આ લુકને જોઈને સુશાંત અંકિતા પર ફિદા થઈ ગયો હતો. બ્રેકઅપ હોવા છતાં પણ સુશાંતે અંકિતા લોખંડેના આ લુકની પ્રશંસા કરી હતી.

અંકિતા અને સુશાંતની મુલાકાત ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર થઈ હતી: જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. આ પછી, કેટલાક કારણોસર તેમના સંબંધો તૂટી ગયા હતા. અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતની મુલાકાત ટીવી સિરિયલ “પવિત્ર રિશ્તા” ના સેટ પર થઈ હતી. આ સીરિયલમાં આ બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.