જીવનના દરે પગલા પર સફળ હતો સુશાંત, જુવો તેના જન્મથી લઈને મૃત્યુ સુધીની તસવીરો

બોલિવુડ

સુશાંત સિંહ રાજપૂત એક એવો અભિનેતા હતો જે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો હતો. તેની સફળતાનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો હતો. સુશાંતે ખૂબ ઓછા સમયમાં ખૂબ જ સારું નામ કમાવ્યું હતું. તે સફળ અભિનેતાઓના લિસ્ટમાં શામેલ થઈ ચુક્યો હતો. સુશાંતની લાઇફ સ્ટોરી વિશે વાત કરીએ તો તેનો જન્મ 21 જાન્યુઆરી 1986 ના રોજ પટનામાં થયો હતો. તેના પિતા સરકારી અધિકારી છે. તેમનો પરિવાર વર્ષ 2000 ના શરૂઆતના સમયમાં દિલ્હી આવી ગયો હતો. સુશાંતને 4 બહેનો પણ છે. એકલો ભાઈ હોવાને કારણે તે દરેકનો લાડલો પણ હતો.

સુશાંતસિંહ રાજપૂત નાનપણથી જ ખૂબ શરમાળ હતો. તેને જોઈને કોઈ પણ વિચારી શકતું ન હતું કે તે મોટો થઈને અભિનેતા બની શકે છે. સુશાંતે દિલ્હીની દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી કરી હતી.

હાલમાં આ કોલેજને દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નામથી ઓળખવામાં આવે છે. દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, તેમણે શિયામક દાવરના ડાંસ ક્લાસમાં પ્રવેશ મેળવ્યો હતો.

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મી કારકિર્દી ખૂબ રસપ્રદ રહી છે. તેણે સૌથી પહેલા નાના પડદાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. સુશાંત સિંહ રાજપૂતે ટીવી દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું હતું. ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ થી સુશાંતને મોટી ઓળખ મળી. ત્યાર પછી સુશાંતે તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ફિલ્મ ‘કાઈ પો છે’ થી કરી હતી ત્યાર પછી તેને એક અભિનેતા તરીકે દરેક દર્શકોએ સ્વીકાર્યો.

સુશાંતની કારકિર્દી: સુશાંતે તેની કારકિર્દીની શરૂઆત બેકઅપ ડાન્સર તરીકે કરી હતી. ફિલ્મફેર એવોર્ડમાં પણ તે અનેક વખત ડાન્સ કરી ચુક્યો છે. આ સમય દરમિયાન તેને બાલાજી ટેલિફિલ્મ્સ એ જોયો હતો.

ત્યાર પછી તેને ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ નામની સિરિયલ મળી. ‘પવિત્ર રિશ્તા’ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝારા નચ કે દિખા 2 અને ઝલક દિખલા જા 4’માં જોવા મળ્યો હતો.

સુશાંતસિંહ રાજપૂત ની પ્રખ્યાત મૂવીઝ: કાઇ પો છે, શુદ્ધ દેશી રોમાંસ, એમએસ ધોની, પીકે અને કેદારનાથ, છીછોરે. સુશાંત છેલ્લી વખત ફિલ્મ દિલ બેચારામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર 24 જુલાઈ 2020 ના રોજ રજૂ કરવામાં આવી હતી. સુશાંતની ફિલ્મ ‘છીછોરે’ બેસ્ટ ફિલ્મનો 67 મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીતી ચૂકી છે.

જણાવી દઈએ કે સુશાંત અભ્યાસમાં પણ નંબર 1 હતો. સુશાંત પ્રખ્યાત કોરિયોગ્રાફર શ્યામક દાવરનો વિદ્યાર્થી રહ્યો છે. વર્ષ 2006 માં સુશાંતે કોમનવેલ્થ ગેમ્સમાં પણ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તે ઘણા શોમાં બેકગ્રાઉન્ડ ડાંસર પણ રહ્યો હતો. અંકિતા લોખંડે સાથે તે ખૂબ ગંભીર રિલેશનમાં હતો. આ પછી રિયા ચક્રવર્તી તેમના જીવનમાં આવી.

સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020 ની સવારે તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સૌથી પહેલા તેના નોકરે તેની બોડીને પંખા સાથે લટકતા જોઈ હતી. મુંબઈ પોલીસ તેની તપાસમાં જોડાઈ પણ વધારે માહિતી એકઠી કરી શકી ન હતી. પછીથી આ કેસ 5 ઓગસ્ટ 2020 ના રોજ કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા પછી સીબીઆઈને આપવામાં આવ્યો હતો. સીબીઆઈ પણ આજ સુધી કોઈ નક્કર માહિતી આપી શકી નથી. સુશાંત સિંહ રાજપૂત માત્ર 34 વર્ષનો હતો.