અંકિતા લોખંડે અને રિયા ચક્રવર્તી પહેલા સુશાંતને આ મેડમ સાથે થયો હતો સાચો પ્રેમ, જાણો કોણ છે તે

બોલિવુડ

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહ્યું તેને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. સુશાંતના મૃત્યુને ઘણા મહિના થઈ ગયા છે. છતા પણ એવું લાગે છે કે આ અભિનેતા આજે પણ ક્યાંકને ક્યાંક આપણી વચ્ચે છે. સુશાંત સિંહે ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગ દ્વારા મોટું સ્થાન મેળવ્યું હતું. તે બોલિવૂડનો સૌથી સફળ અભિનેતાઓમાં શામેલ હતા. તેની ટીવી થી લઈને ફિલ્મો સુધીની કારકિર્દીમાં ક્યારેય પણ કોઈપણ મુદ્દામાં તેમનું નામ નથી આવ્યું. સુશાંત ખૂબ જ નમ્ર હતો.

જોકે વિવાદોથી દૂર સુશાંતના રિલેશન ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ સાથે રહ્યા છે. તેમાં ક્રિતી સૈનન, અંકિતા લોખંડે, સારા અલી ખાન અને રિયા ચક્રવર્તી જેવી અભિનેત્રીઓનું નામ જોડાયું હતું. પરંતુ તેનો સાચો પ્રેમ તેમાંથી કોઈ ન હતો. એકવાર વર્ષ 2019 માં અભિનેતા સુશાંત સિંહ એક ઈવેંટમાં સ્પીકર તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે તેના સાચા પ્રેમનો ખુલાસો કર્યો હતો. તે પ્રેમ તેને ચોથા ધોરણમાં થયો હતો. સુશાંતે કહ્યું હતું કે તેનો પહેલો પ્રેમ તેમની ક્લાસ ટીચર હતી.

સુશાંતને 9 મા ધોરણમાં મળ્યો હતો પહેલી વખત પ્રપોઝલ: સુશાંતે આ દરમિયાન મજાકમાં કહ્યું કે તેમણે ટીચરને અપ્રોચ ન કર્યા કારણ કે તેમને પરીક્ષામાં પાસ થવાનું હતું. પરંતુ તેના પાંચ વર્ષ પછી, જ્યારે તે 9 માં ધોરણમાં હતો, ત્યારે તેને પહેલો પ્રપોઝલ મળ્યો. આ સાથે અભિનેતાએ એમ પણ કહ્યું કે તેમણે તેમના જીવનમાં કોઈને ‘આઈ લવ યુ’ નથી કહ્યું.

સુશાંતે તેની પહેલી ડેટમાં આ કર્યું: પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતાં સુશાંતે તેની પહેલી ડેટ વિશે પણ જણાવ્યું હતું. સુશાંતે કહ્યું હતું કે, હું એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવતો હતો અને તેનાથી કમાયેલા પૈસાથી મેં બાઇક ખરીદ્યું હતું. ત્યાર પછી મારી પહેલી ડેટ દરમિયાન હું મુરથલ પરાઠા ખાવા માટે ગયો હતો.

જણાવી દઈએ કે 14 જૂને સુશાંતની પહેલી પુણ્યતિથિ છે. ગયા વર્ષે મુંબઈના બાંદ્રામાં આવેલા તેમના એપાર્ટમેન્ટમાં તેમની ડેથ બોડી મળી હતી. સુશાંતે તેના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે સુશાંત તે સમયે ખૂબ જ ઉંડા ડિપ્રેસનમાંથી પસાર થઈ રહ્યો હતો. તેના ડિપ્રેસનની સારવાર પણ કરવામાં આવી રહી હતી. તપાસમાં પોલીસને તેના રૂમમાંથી કેટલીક ડિપ્રેશનની ગોળીઓ પણ મળી હતી. જણાવી દઈએ કે સુશાંતની આત્મહત્યાનો માકેસ સીબીઆઈ પાસે છે અને સીબીઆઈ તેની તપાસ કરી રહી છે. સીબીઆઈ આ કેસમાં ઘણી વાર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી ચુકી છે. સુશાંતના અચાનક મૃત્યુથી દરેક ચોંકી ગયા હતા. તાજેતરમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે.

સુશાંત સિંહ રાજપૂતની સૌથી સફળ ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘કાઇ પો છે’, ‘એમએસ ધોની’ (એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી), ‘કેદારનાથ’, છિછોરે વગેરે ફિલ્મો શામેલ છે. સુશાંતની પહેલી ફિલ્મ ‘કાઇ પો છે’ હતી અને છેલ્લી ફિલ્મ ‘દિલ બેચરા’ હતી, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.