સુશાંત સિંહ અને વિકાસ દુબે કેસ પર ફિલ્મ બનાવવાની લાગી હરીફાઈ, આવા ફિલ્મ ટાઇટલની શરૂ થઈ નોંધણી

બોલિવુડ

અભિનેતા સુશાંત સિંહ અને વિકાસ દુબેના કેસ ખૂબ જ ચર્ચિત છે. જેના કારણે ઘણા ફિલ્મ નિર્માતાઓ આ બંને કેસો પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, ઘણાં ફિલ્મ નિર્માતાઓએ આ કેસો પર બનનારી ફિલ્મના ટાઇટલની નોંધણી શરૂ કરી દીધી છે. જેથી ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

ઇન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશના આ વર્ષના ચર્ચિત આ બે કેસ માટે અનેક ટાઇટલ રજિસ્ટર પણ કરવવામાં આવી રહ્યા છે. આઈએમપીપીએ પાસે સુશાંત પર બનનારી ફિલ્મ માટે જે ટાઈટલ મંજુરી માટે આવ્યા છે, તેના નામ આ પ્રમાણે છે.’સુશાંત સિંહ રાજપૂત બાયોગ્રાફી’, ‘સુશાંત’, ‘રાજપૂત: ધ ટ્રુથ વિન્સ’ અને ‘ધ અનસોલ્વ્ડ મિસ્ટ્રી’. તે જ સમયે, વિકાસ દુબેને લઈને પણ ઘણા ફિલ્મ નિર્માતાઓ ફિલ્મ બનાવવા માટે તૈયાર છે અને આ ફિલ્મ નિર્માતાઓ દ્વારા ઘણા ટાઇટલ રજિસ્ટર પણ કરાવવામાં આવી રહ્યા છે.જેમાં ‘કાનપુર કા વિકાસ દુબે’, ‘મારા ગયા વિકાસ દુબે’, ‘મેં હૂં વિકાસ દુબે કાનપુર વાલા’, ‘મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે’, ‘વિકાસ દુબે’ અને ‘બાહુબલી વિકાસ દુબે’ જેવા નામ શામેલ છે.

કેસ હજી સુધી ઉકેલાયો નથી

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હજુ પણ ચાલી રહી છે. પરંતુ ફિલ્મ નિર્માતાઓએ આ મામલે ફિલ્મ બનાવવા માટે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ વિકાસ દુબે એન્કાઉન્ટરનો કેસ હજી સુધી અદાલતમાં ચાલી રહ્યો છે અને કોર્ટ દ્વારા રચાયેલી ટીમ આ એન્કાઉન્ટરની તપાસ કરી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહનું અવસાન 14 જૂને થયું હતું. સુશાંતસિંહનું નિધન હત્યા હતું કે આત્મહત્યા? તેની તપાસ હજી સીબીઆઈ કરી રહી છે. સુશાંત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી છે. રિયા સિવાય તેમના પરિવારના સભ્યો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, સુશાંત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા પછી બોલિવૂડના ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓના નામ સામે આવી રહ્યા છે.

કોણ છે વિકાસ દુબે

વિકાસ દુબે યુપીનો જાણીતો ગેંગસ્ટર હતો. જેના પર 60 થી વધુ કેસ નોંધાયા હતા. વિકાસ દુબેએ જુલાઈ મહિનામાં આઠ પોલીસ જવાનોની હત્યા કરી હતી. ત્યાર પછી તે ફરાર થઈ ગયો હતો. તેને 9 જુલાઈએ મધ્યપ્રદેશથી કબજે કરવામાં આવ્યો હતો. તે જ સમયે, કાનપુર લાવતા સમયે રસ્તા પર જ વિકાસ દુબેનું એનકાઉંટર કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.