સાદગી અને નિર્દોષતાથી ભરપુર હતા સુશાંત સિંહ રાજપૂત, તેમની આ તસવીરો છે ખૂબ જ ખાસ, જુવો તમે પણ

બોલિવુડ

14 જૂને હિન્દી સિનેમાના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પહેલી પુણ્યતિથિ હતી. સુશાંત સિંહના અવસાનથી દેશ અને તેના ચહકોને મોટો ઝટકો લાગ્યો હતો. સુશાંતે તેના મુંબઈ વાળા ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સુશાંતના ચાહકો આજે પણ તેમને ખૂબ યાદ કરે છે અને તે પોતાના ફેવરિટ અભિનેતાને લઈને ઈમોશનલ પણ થઈ જાય છે.

જણાવી દઈએ કે આજ સુધી સુશાંતના મૃત્યુના કેસનું સત્ય સામે આવ્યું નથી. જોકે બીજી તરફ સુશાંત ઘણીવાર ચર્ચામાં રહે છે. ચાહકોના દિલમાં અભિનેતાની સાદગી અને તેમનો નિર્ડોષ ચેહરો વસેલો છે. સુશાંતને ઘણા પ્રસંગો પર જોવા પર તેમની અંદર એક નિર્દોષ બાળકની છબી જોવા મળે છે. ચાલો આજે અમે તમને આવી જ કેટલીક તસવીરો બતાવીએ, જેમાં આવી ઝલક જોવા મળે છે. સુશાંતસિંહ રાજપૂત હસમુખ હોવાની સાથે સાથે ખૂબ શાંત પણ હતા. આ તસવીર આ વાત જણાવે છે.

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે હિન્દી સિનેમામાં પોતાના પગ વર્ષ 2013 માં મુક્યા હતા. પહેલા તે એક ટીવી અભિનેતા તરીકે ઓળખાતા હતા. તેમણે પ્રખ્યાત ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમાં તેણે માનવનું પાત્ર નિભાવ્યું હતું.

સુશાંત સિંહ રાજપૂતની એવી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ છે જેમાં તે બાળકો સાથે જોવા મળે છે. સુશાંતને બાળકો પ્રત્યે એક ખાસ લગાવ હતો. આ તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેઓ બાળક સાથે બાળક બની ગયા છે. જ્યારે બાળકી ખૂબ નિર્દોષ લાગી રહી છે ત્યારે સુશાંતના ચેહરા પર નિર્દોષતા સ્પષ્ટ જોવા મળી રહી છે.

સુશાંત એક એવો અભિનેતા હતો જે સકારાત્મક વલણ ધરાવતો હતો અને તે દૂરના વિચાર ધરાવતા હતા. સુશાંતસિંહે ઘણાં સપના સજાવ્યા હતાં. તે હંમેશાં કંઇકને કંઈક નવું કરતા રહેતા હતા અને કોઇ પણ કામ કરવા અથવા તેના વિશે જાણવા માટે તે એક બાળકની જેમ ઉતવાળા રહેતા હતા. આ વાતનો પુરાવો હતો જ્યારે તેમણે પ્લેનમાં પોતાની પહેલી ઉડાન ભરી હતી.

સુશાંતસિંહ રાજપૂત પ્રાણી પ્રેમી પણ હતા. આ વિશે દરેક જાણે છે. તેની પાસે એક પાલતુ કૂતરો પણ હતો ‘ફઝ’. જેની સાથે તે ઘણીવાર પોતાની તસવીર શેર કરતા હતા. સુશાંત તેના પાલતુ કૂતરા સાથે ઘણો સમય પસાર કરતા હતા. જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ પછી ફઝ એટલો ઉદાસ હતો કે તેણે ખાવા-પીવાનું પણ યોગ્ય રીતે ખાધું ન હતું.

સુશાંત મોટા સ્વપ્નો જોતો હતો અને તે તેમને પૂર્ણ કરવામાં વિશ્વાસ કરતો હતો. તેણે પોતાનું ડ્રિમ લિસ્ટ પણ બનાવ્યું હતું જેમાં તેણે 50 સપના લખ્યા હતા. તેમાંથી તેનું એક સપનું હતું પેરિસમાં ડિઝ્નીલેંડની ટ્રિપ કરવી. તે આ સપનું પૂર્ણ કરી ચુક્યા હતા અને આ કરવા પર તે ખૂબ ખુશ હતા.