અંકિતા સાથે બ્રેકઅપ થયા પછી પણ ફેસબુક પર આ તસવીરોને ડિલીટ કરવાની હિંમત ન કરી શક્યો સુશાંત

બોલિવુડ

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એકબીજાને લગભગ 6 વર્ષ સુધી ડેટ કરી હતી અને આ બંને એક જ ઘરમાં રહેતા હતા. સુશાંત સિંહ રાજપૂત અને અંકિત લોખંડેએ એક સાથે ઘણો સમય પસાર કરતા હતા અને દરેક જગ્યાએ સાથે જ નજર આવતા હતા. સુશાંત સિંહ રાજપૂતે તેના પરિવારના સભ્યો સાથે પણ અંકિતા લોખંડેની મુલાકાત કરાવી હતી અને સુશાંતના પરિવારને અંકિતા પણ ખૂબ પ્રેમ કરતી હતી. સુશાંતના ગયા પછી, આજે પણ અંકિતા તેના પરિવાર સાથે સંપર્કમાં છે અને સુશાંતના પિતાને ‘પાપા જી’ કહીને બોલાવે છે.

સુશાંત સિંહ રાજપૂત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અંકિતાની ઘણી તસવીર શેર કરતો હતો અને આજે પણ સુશાંતનું ફેસબુક એકાઉન્ટ અંકિતાની તસવીરથી ભરેલું છે. અંકિતા પ્રત્યેનો પોતાનો પ્રેમ સુશાંતે આ તસવીર દ્વારા જાહેર કર્યો હતો. આ તસવીરોના કેપ્શનમાં સુશાંત સિંહ રાજપૂતે અંકિતા વિશે ખૂબ જ સુંદર વાતો લખી છે. જેને વાંચીને તમને સમજાઈ જશે કે સુશાંત અંકિતાને કેટલો પ્રેમ કરતો હતો.

અંકિતા અને સુશાંત જ્યાં સુધી એક બીજાને ડેટ કરતા હતા. ત્યાં સુધી આ બંને સાથે રહેતા હતા. કોઈ પણ એવોર્ડ ફંક્શન હોય. અંકિતા નિશ્ચિતપણે સુશાંત સાથે જતી હતી. આ તસવીર અંકિતા લોખંડેના મલાડ વાળા ઘરની છે. જ્યાં તે આજે પણ રહે છે. આ તસવીર તે સમયે લેવામાં આવી હતી જ્યારે તે એવોર્ડ ફંક્શનમાં જઈ રહ્યા હતા. સુશાંતે આ તસવીર તેના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને, લખ્યું હતું કે કાયમ માટે….

અંકિતા સુશાંતને પ્રેમથી ગુગ્ગુ કહેતી હતી. ખરેખર સુશાંતના ઘરનું નામ ગુલશન હતું. તેથી જ અંકિતા તેને ગુગ્ગુ કહેતી હતી. તે જ સમયે, સુશાંતે અંકિતા સાથે આ તસવીર શેર કરતા એક દિલ બનાવ્યું હતું.સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેની આ તસવીરમાં સુશાંત અંકિતાને કિસ કરી રહ્યો છે. આ તસવીર જોઈને સ્પષ્ટ થાય છે કે સુશાંત અંકિતાને કેટલો પ્રેમ કરતો હતો.સુશાંત અને અંકિતાએ એક જ શોમાં કામ કર્યું હતું. તેથી, તે બંનેનું ફ્રેંડ સર્કલ એક જ હતું. મોટો હીરો બન્યા પછી પણ સુશાંત અંકિતા સાથે તેના મિત્રોને મળતો અને તેમની સાથે સમય પસાર કરતો.

સુશાંત સિંહ રાજપૂતના ફેસબુક એકાઉન્ટમાં આવા અસંખ્ય ફોટા છે. જેમાં તે અંકિતા સાથે છે. સુશાંત અને અંકિતાનું બ્રેકઅપ વર્ષ 2016 માં થયું હતું. જોકે, બ્રેકઅપ થયા પછી પણ સુશાંતે આ તસવીર તેના ફેસબુક એકાઉન્ટ પર સંભાળીને રાખી છે અને તેને ડિલીટ કરી નથી. જે બતાવે છે કે સુશાંત અંકિતાની યાદોને ભૂલવા માંગતો ન હતો.

Leave a Reply

Your email address will not be published.