સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ: આટલા વર્ષ માટે જેલ જઈ શકે છે રિયા ચક્રવતી, NCB કરી રહી છે આ તૈયારીઓ

બોલિવુડ

14 જૂન 2020 એ દિવસ હતો જ્યારે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેના મુંબઈમાં આવેલા ફ્લેટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. ત્યાર પછી તેની આત્મહત્યા કે હત્યાની ચર્ચા શરૂ થઈ. ઘણા મહિનાઓ સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. અનેક ધરપકડો થઈ. સેંકડો પૂછપરછ થઈ. પરંતુ ત્યાર પછી બાબત ઠંડી પડી ગઈ.

રિયાને થઈ શકે છે 10 વર્ષની જેલ: પરંતુ હવે NCB (નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો) એ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં એક ચાર્જશીટ તૈયાર કરી છે. તેમાં તેમણે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક સહિત કુલ 33 લોકોને આરોપીઓના લિસ્ટમાં રાખ્યા છે. રિયા પર આરોપ છે કે તેણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યો અને તેને ડ્રગ્સની લત લગાડી. જો આ આરોપ કોર્ટમાં સાચો સાબિત થશે તો રિયાને 10 વર્ષ માટે જેલમાં જવું પડશે.

સુશાંતના વકીલે ડૉક્ટર પર લગાવ્યો નિવેદન બદલવાનો આરોપ: હવે NCBની આ ચાર્જશીટ તૈયાર થયા પછી ફરી એક વખત સુશાંતના નિધનનો સવાલ દરેકના મનમાં મંડરાવા લાગ્યો છે. બીજી તરફ, સુશાંત સિંહના પરિવાર તરફથી કેસ લડી રહેલા એડવોકેટ વિકાસ સિંહે અભિનેતાનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર પર નિવેદન બદલવાનો આરોપ લગાવ્યો છે.

એઈમ્સના સુધીર ગુપ્તાએ સુશાંતના મૃત્યુને આત્મહત્યા જણાવી હતી. પરંતુ વકીલ વિકાસનું કહેવું છે કે તેણે પોતે મૌખિક રીતે મને કહ્યું હતું કે સુશાંતના ગળા પર ગળું દબાવવાના નિશાન છે. પરંતુ પછી તેને ખબર નથી કે તેણે તેને આત્મહત્યા શા માટે કહ્યું.

એડવોકેટ વિકાસ સિંહનું કહેવું છે કે સુશાંતનો મૃતદેહ જ્યાં લટકતો મળ્યો હતો, ત્યાં બાજુમાં એક પલંગ હતો. જો તેણે સંઘર્ષ કર્યો હોત, તો તે પથારીમાં ગયો હોત. જ્યારે તે લટકતો હતો ત્યારે પલંગ તેના મૃત શરીરને સ્પર્શી રહ્યો હતો. તે આ સ્થિતિમાં કેવી રીતે મરી શકે? જ્યારે AIIMSના ડૉ. સુધીર ગુપ્તાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે CBI તપાસ કરશે તેમ કહીને પલ્લો જડી લીધો. જ્યારે પહેલા તે પોતે અફિશિયલ નિવેદન આપી ચુક્યા છે જે તે સુસાઈડ હતું.

તપાસ એજન્સી અત્યાર સુધી શું કરી રહી છે? સુશાંતના કેસને હલ કરવામાં ભારતની 3 મોટી એજન્સીઓ CBI, NCB અને ED વ્યસ્ત છે. પરંતુ અભિનેતાના મૃત્યુના 2 વર્ષ પછી પણ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. સીબીઆઈની વાત કરીએ તો તેણે 6 ઓગસ્ટ 2020ના રોજ કેસ નોંધ્યો હતો. આ કેસમાં તેમણે આજ સુધી કોઈ પણ ધરપકડ કરી નથી. અને ન તો કોઈ ચાર્જશીટ ફાઈલ કરી છે. જો કે તેણે રિયા અને અન્ય 5 લોકો સામે કેસ નોંધાવ્યો હતો, પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં તેને કોઈ પણ પુરાવા મળ્યા નથી.

સીબીઆઈએ આ બાબતમાં રિયા, તેના પરિવાર, સુશાંતના સ્ટાફ અને પરિવાર, કૂપર હોસ્પિટલના ડોક્ટર્સ અને મુંબઈ પોલીસ સહિત ઘણા લોકોની પૂછપરછ કરી હતી. અહીં સુધી કે સુશાંતના ઘરે પૂરો ક્રાઈમ સીન પણ રીક્રિએટ કરવામાં આવ્યો હતો. તેમણે નવેમ્બર 2021 માં, યુએસ પાસે પણ મદદ માંગીને સુશાંતના ઇમેઇલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ડિલીટ કરેલા ડેટાને રિસ્ટોર કરવા માટે માટે વિનંતી પણ કરી. પરંતુ પછી તે ડેટા મળ્યો કે નહીં તે વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જો કે, સીબીઆઈના એક સીનિયર ઓફિસરનું કહેવું છે કે આ આત્મહત્યા છે. હવે બસ એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે સુશાંતે કયા સંજોગોમાં આ પગલું ભર્યું.

NCBની વાત કરીએ તો તેણે સુશાંત કેસમાં તમામ ધરપકડ કરી છે. NCBના મુંબઈ ઝોનના વડા સમીર વાનખેડેના જણાવ્યા મુજબ આ કેસમાં કુલ 30-31 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. કેસની તપાસ દરમિયાન કુલ સાડા આઠ કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. તેમાં જે પણ ગેંગ સામેલ હતી, તેમનું ક્યાંકને ક્યાંક સુશાંત ડેથ કેસ સાથે કોઈ કનેક્શન નીકળી રહ્યુંં હતું. તેમાં પેડલરથી લઈને સપ્લાયર સુધીની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમની સાથે શું કરવું તે ન્યાયતંત્ર નક્કી કરશે. બીજી તરફ, ન્યાયિક કસ્ટડીમાં હાજર સિદ્ધાર્થ પિઠાણીના સીનિયર વકીલ તારક સૈયદનું કહેવું છે કે NCB દરેક કેસને સુશાંતના મૃત્યુ સાથે બિનજરૂરી રીતે જોડી રહી છે. તેની જમીની વાસ્તવિકતા કંઈક અન્ય છે. તેમણે બસ સુશાંતના કેસનો નેચર બદલવા માટે આખો ડ્રામા કર્યો છે.

ED વિશે વાત કરીએ તો, તેણે સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં એફઆઈઆર નોંધાવ્યા પછી રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ નોંધાવ્યો હતો. તેમાં EDએ રિયા અને તેના પરિવારની પૂછપરછ કરી હતી, પરંતુ તેમને કંઈ હાથ ન લાગ્યું. EDએ પોતે જ તેની તપાસમાં ડ્રગ્સનો એંગલ બતાવ્યો હતો, જેના કારણે તેણે NCBને આ કેસમાં હાથ મિલાવવાનું કહ્યું હતું. બીજી તરફ, સુશાંતના પિતાએ રિયા પર સુશાંતના એકાઉંટમાંથી 15 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેમાં EDને કોઈ પુરાવા મળ્યા નથી.

14 જૂને સુશાંતના ઘરે સૌથી પહેલા પહોંચનાર મુંબઈ પોલીસના સિનિયર ઈન્સ્પેક્ટર ભૂષણ બેલનેકરની પણ સીબીઆઈ દ્વારા ફોન પર પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ તેણે કહ્યું કે મુંબઈ પોલીસે પ્રોફેશનલ તપાસ નથી કરી તેથી અમને શંકા છે. સાથે જ બિહારના ડીજીપી રહેલા ગુપ્તેશ્વર પાંડેએ આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસે અમારી તપાસ અટકાવી દીધી હતી, તેથી અમે બાબત સીબીઆઈને આપી હતી.

બીજી તરફ સુશાંતના પિતા કેકે સિંહે જણાવ્યું કે, અમારી 2020માં સીબીઆઈ સાથે છેલ્લી વાત દિલ્હીમાં થઈ હતી. અત્યારે કેસ તેમની પાસે છે. ત્યાર પછીથી અમારી કોઈ વાત થઈ નથી. અને ન તો તેમણે અમારો કોઈ સંપર્ક કર્યો છે. હવે જ્યારે ચાર્જશીટ ફાઈલ થશે ત્યારે ખબર પડશે કે શું થાય છે. સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહના કહેવા મુજબ પરિવાર આજે પણ તેને સુશાંતની હત્યા માને છે. તે કોઈ સંકેતની રાહ જોઈ રહ્યો છે.