બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ એકબીજાના સારા મિત્રો છે કે નહીં તે તો અમે કહી શકતા નથી. હા એ જરૂર છે કે જ્યારે પણ બંને સામસામે આવે છે ત્યારે બંને હૂંફ બતાવે છે. કંઈક આવું જ ટીવી અને બોલિવૂડના બે પ્રખ્યાત સ્ટાર્સ સામસામે આવ્યા ત્યારે થયું.
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કૃતિ સેનન અને ટીવીની દુનિયાની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડે પણ તાજેતરમાં જ એક શૂટિંગ સેટની આસપાસ જોવા મળી હતી. જ્યારે બંને સામસામે આવી ત્યારે અચાનક અંકિતા લોખંડેએ એવું કામ કર્યું જેના માટે લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ સમાચાર.
પતિ સાથે હતી અંકિતા: અંકિતા લોખંડે અને કૃતિ સેનન તાજેતરમાં સામસામે આવી ગઈ હતી. અંકિતા પોતાના પતિ વિકી સાથે ક્યાંક જઈ રહી હતી. બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન સામેથી અભિનેત્રી કૃતિ સેનન આવી રહી હતી. બંને જેવી સામસામે આવી તો અંકિતાના આ કામથી લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.
View this post on Instagram
ખરેખર, અંકિતાએ કૃતિ સેનનને જોઈને કહ્યું, ‘હાય કૃતિ, હાઉ આર યૂ’ કહ્યું. જેના પર કૃતિ સેનને પણ હસીને જવાબ આપ્યો. બંને વચ્ચે થોડી સેકન્ડ સુધી થોડી વાતો થઈ, પછી બંને આગળ વધવા લાગ્યા. અચાનક કૃતિને તેના પતિ પણ ધ્યાનમાં આવ્યા તો પરત ફરીને વિક્કિ સાથે પણ હાથ મિલાવ્યો અને હસીને એકબીજાનું અભિવાદન કર્યું.
સોશિયલ મીડિયા પર લોકો ઉડાવવા લાગ્યા મજાક: અંકિતા લોખંડે આ મુલાકાત પછી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી. ઈન્સ્ટા પર વાયરલ ભયાણીનો આ વીડિયો લાખો લોકો જોઈ ચુક્યા છે. એક યુઝરે અંકિતાની મજાક ઉડાવતા લખ્યું કે તે તો જોઈ પણ નથી રહી. સાથે જ એક અન્ય યુઝરે કમેંટ કરી હતી કે તે તો વાત કરવા પણ નથી ઈચ્છતી.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અંકિતા અને વિકીએ લગ્ન કર્યા છે. ત્યાર પછી અંકિતાએ પોતાના લગ્નની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી. લગ્ન પછી જ અંકિતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને પોતાના પતિ સાથેની તસવીર પોસ્ટ કરતી રહે છે.
સુશાંત રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી: અંકિતા લોખંડે લોકપ્રિય ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી પ્રખ્યાત થઈ. ત્યાર પછી તેને સુશાંત સિંહ રાજપૂત સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને લાંબા સમય સુધી એકબીજા સાથે લિવ-ઈનમાં પણ રહ્યા હતા. જોકે પછી સુશાંતે તેની સાથે બ્રેકઅપ કરીને રિયા ચક્રવર્તીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી લીધી હતી. તેના મૃત્યુના સમાચારથી અંકિતાને પણ ઝટકો લાગ્યો હતો. સાથે જ કૃતિ સેનન સાથે પણ સુશાંતનું સફેયર રહી ચુક્યું છે.
સુશાંત પછી અંકિતાના જીવનમાં વિકી આવ્યો. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી અને છેવટે લગ્ન કરવાનું નક્કી કર્યું. હાલમાં બંને સાથે છે અને અવારનવાર એકબીજા સાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે. અંકિતા કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે, જ્યારે કૃતિ સેનનની વાત કરીએ તો તેની પાસે પણ બોલિવૂડની મોટી ફિલ્મો છે.