હવે ક્યાં અને કઈ હાલતમાં છે ‘સૂર્યવંશમ’ નો આ નાનો છોકરો જે બન્યો હતો અમિતાભનો મિત્ર, હવે દેખાય છે કંઈક આવો, જુવો તસવીરો

બોલિવુડ

હિન્દી ફિલ્મોમાં અવારનવાર મુખ્ય કલાકારોની સાથે બાળ કલાકારો પણ ચર્ચાનો વિષય બની જાય છે. હિન્દી સિનેમાની વર્ષો જૂની ફિલ્મો પર નજર કરીએ તો ઘણી ફિલ્મોમાં બાળ કલાકારોએ દર્શકોના દિલ જીતી લીધા હતા. ‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કાદરા ખાનની પ્રખ્યાત ફિલ્મ સૂર્યવંશમમાં પણ આવું બન્યું હતું.

સૂર્યવંશમ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય ફિલ્મ છે. આ ફિલ્મ અવારનવાર ટીવી પર આવતી રહે છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા અમિતાભ બચ્ચને નિભાવી હતી. તે આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળ્યા હતા. તેમણે પિતા અને પુત્ર બંનેની ભૂમિકા નિભાવી હતી. બિગ બીના એક પાત્રનું નામ ઠાકુર હીરા સિંહ અને એકનું નામ ઠાકુર ભાનુપ્રતાપ સિંહ હતું.

ફિલ્મ સૂર્યવંશમ વર્ષ 1999માં આવી હતી. જેમાં અમિતાભ બચ્ચન સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી સૌંદર્યા જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન E.V.V. સત્યનારાયણે કર્યું હતું. આ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી અને આજે પણ તેની ખૂબ ચર્ચા થાય છે.

ફિલ્મમાં એક નાનું બાળક પણ જોવા મળ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. તે નાના બાળકનું સાચું નામ આનંદ વર્ધન છે, જે હવે ખૂબ મોટો થઈ ગયો છે. જણાવી દઈએ કે આનંદ વર્ધન દક્ષિણ ભારતીય ફિલ્મોના એક અભિનેતા છે. તે 27 વર્ષના થઈ ચુક્યા છે અને મોટા થયા પછી પણ તેમણે ફિલ્મી દુનિયાને કારકિર્દી તરીકે પસંદ કરી છે.

આનંદ વર્ધન ફિલ્મ સૂર્યવંશમના સમયે લગભગ પાંચ વર્ષના હતા અને હવે આ ફિલ્મને લગભગ 22 થી 23 વર્ષનો સમય થઈ ગયો છે. આનંદ હવે 27 વર્ષના છે. આ નાનું બાળક હવે ઓળખાતું પણ નથી. આનંદ વર્ધનનું પૂરું નામ પીબીએસ આનંદ વર્ધન છે. બાળ કલાકાર તરીકે આનંદે ‘સૂર્યવંશમ’ પહેલા તેલુગુ ફિલ્મ પ્રિયાગરાલુમાં કામ કર્યું હતું.

બાળ કલાકાર તરીકે આનંદની કારકિર્દી લાંબી રહી છે. આ સમયગાળા દરમિયાન તેમણે 20 ફિલ્મોમાં કામ કર્યું હતું, જોકે ‘સૂર્યવંશમ’થી તેને મોટી અને ખાસ ઓળખ મળી હતી. આનંદના ઘરમાં શરૂઆતથી જ ફિલ્મી વાતાવરણ રહ્યું છે. તેમના દાદા પી.બી. શ્રીનિવાસ એક સિંગર હતા. તેમણે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા હતા.

તેમને ગોડફાધર માને છે આનંદ: વર્ષ 2016માં આનંદ વર્ધને એક ઈન્ટરવ્યુ આપ્યું હતું. ત્યારે તેમણે પોતાના ગોડફાધર વિશે વાત કરી હતી. અભિનેતાએ કહ્યું હતું કે ફિલ્મમેકર કાશી વિશ્વનાથ ગારુ ઈન્ડસ્ટ્રીમાં મારા ગોડફાધર છે.

માહિતી મુજબ અભિનેતાએ સીએમઆર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી કોમ્પ્યુટર સાયન્સ એંડ એન્જિનિયરિંગમાં બીટેક પૂર્ણ કર્યું છે. પરંતુ એન્જિનિયર બન્યા પછી પણ તેમણે ફિલ્મોમાં જ કામ કર્યું. વચ્ચે તે 13 વર્ષ સુધી અભ્યાસને કારણે ફિલ્મોથી દૂર રહ્યા પરંતુ દાદાના સપનાને પૂર્ણ કરવા માટે તેમણે એક્ટિંગ ન છોડી.