સૂર્યકુમાર યાદવની પત્ની સામે મોટી-મોટી અભિનેત્રીઓ પણ છે ફેલ, તેને જોઈને પહેલી નજરમાં દિલ હારી બેઠા હતા સૂર્યકુમાર, જુવો તેની તસવીરો

રમત-જગત

સૂર્યાએ ક્રિકેટની દુનિયામાં પોતાના અનોખા ક્રિકેટ શોટ્સથી પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. ક્રિકેટની સાથે-સાથે સૂર્યા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે. સૂર્યકુમારની જેમ તેમની પત્ની પણ ખૂબ જ પ્રખ્યાત છે. સૂર્યા T20 રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગયા છે.

ભારત માટે કમાલ કરતા પહેલા, સૂર્યકુમાર યાદવે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર બેટિંગ કરી હતી. ઘરેલૂ ક્રિકેટમાં પણ મુંબઈ માટે સૂર્યકુમારનું પ્રદર્શન સારું રહ્યું હતું. 2022માં ટી20માં તેમણે રનનો વરસાદ કર્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યાની પત્નીનું નામ દેવીશા છે.

દેવીશા મૂળ દક્ષિણ ભારતીય છે, પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. અહીંથી તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. દેવીશાએ મુંબઈની પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ માંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ કોલેજમાં તેની મુલાકાત સૂર્યકુમાર યાદવ સાથે થઈ હતી. બંને કોલેજમાં પહેલા મિત્રો બન્યા, પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

2016માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. સૂર્યકુમારના લગ્નમાં માત્ર તેમના નજીકના મિત્રો અને કેટલાક સંબંધીઓ જ શામેલ થયા હતા. સૂર્યકુમાર યાદવની પત્ની દેવીશા વ્યવસાયે ડાન્સ ટીચર રહી છે. દેવીશા સામાજિક કાર્યમાં પણ રસ ધરાવે છે અને તે કેટલાક NGO સાથે કામ પણ કરી ચુકી છે.

તે અવારનવાર સૂર્યકુમાર સાથેની તસવીરો શેર કરતી રહે છે, જેમાં બંનેનો પ્રેમ જોવા મળે છે. દેવીશાએ પોતાની પીઠ પર સૂર્યકુમારના નામનું ટેટૂ પણ કરાવ્યું છે. સાથે જ સૂર્યાએ પોતાના માતા-પિતાનું ટેટૂ બનાવ્યું છે.