ફિલ્મના સેટ પર આ અભિનેત્રીને પ્રેમ કરી બેઠા હતા સુપરસ્ટાર સૂર્યા, ધૂમધામથી કર્યા લગ્ન, જુવો તેમની કેટલીક તસવીરો

બોલિવુડ

ચાહકોની વચ્ચે દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતા સૂર્યા શિવકુમાર એક ખાસ ઓળખ ધરાવે છે. સામાન્ય રીતે સૂર્યા શિવકુમાર સૂર્યાના નામથી ઓળખાય છે. ફિલ્મોમાં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના દમ પર સૂર્યાએ દરેકનું દિલ જીત્યું છે. તેમની એક્ટિંગને લોકો ખૂબ પસંદ કરે છે.

23 જુલાઈ 1975ના રોજ ચેન્નાઈમાં જન્મેલા 47 વર્ષના સૂર્યા લાંબા સમયથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. દેશભરમાં તેમની ફેન ફોલોઈંગ છે. સુર્યા પોતાની દમદાર એક્ટિંગ માટે ઘણા એવોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે. અવારનવાર તે પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં આવે છે, જોકે આજે અમે તમને તેના અંગત જીવન વિશે જણાવીશું.

47 વર્ષના સૂર્યા પરિણીત છે. તેમની પત્નીનું નામ છે જ્યોતિકા. જણાવી દઈએ કે જ્યોતિકા પણ એક અભિનેત્રી છે. તેણે દક્ષિણ ભારતીય સિનેમામાં કન્નડ, મલયાલમ, તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે તે હિન્દી સિનેમામાં પણ પોતાના જલવા ફેલાવી ચુકી છે. સુર્યા અને જ્યોતિકાની પહેલી મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી.

જણાવી દઈએ કે સુર્યા અને જ્યોતિકાની પહેલી મુલાકાત ફિલ્મ ‘પૂવેલ્લમ કેત્તુપ્પર’ના સેટ પર થઈ હતી. બંનેએ આ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. સાથે કામ કરતી વખતે બંને વચ્ચે સારો સંબંધ બની ગયો હતો. 90ના દાયકાના અંતમાં બંને ફિલ્મી દુનિયામાં નવા-નવા હતા. આ ફિલ્મ પછી બંને ફરી સાથે જોવા મળ્યા. નોંધપાત્ર વાત એ છે કે મોટા પડદા પર સૂર્યા અને જ્યોતિકાની જોડી લગભગ સાત ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

પહેલી ફિલ્મ પછી સુર્યા અને જ્યોતિકા ફરીથી મળ્યા. કહેવાય છે કે જ્યોતિકાએ સૂર્યાને બોલાવવા માટે પોતાના આસિસ્ટંટ ને કહ્યું હતું. અહીંથી બંને વચ્ચે શરૂ થયેલો સંબંધ આજ સુધી ચાલી રહ્યો છે. ત્યાર પછી બંને અવારનવાર મળવા લાગ્યા.

કહેવાય છે કે બંનેના અફેરની શરૂઆત ફિલ્મ ‘કાકા કાકા’ દરમિયાન થઈ હતી. આ ફિલ્મ માટે સુર્યાનું નામ જ્યોતિકાએ જ મેકર્સને સૂચવ્યું હતું. આ ફિલ્મ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન ગૌતમ મેનન દ્વારા કરવામાં આવ્યું હતું. થોડા વર્ષોની લવ સ્ટોરી પછી લગ્નમાં બદલાઈ ગઈ. સુર્યા અને જ્યોતિકાએ 11 સપ્ટેમ્બર 2006ના રોજ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આજે બંનેની 16મી વેડિંગ એનિવર્સરી છે.

હવે બે બાળકોના માતા-પિતા છે સૂર્યા-જ્યોતિકા: લગ્ન પછી સૂર્યા અને જ્યોતિકાનો સાથ 16 વર્ષનો થઈ ગયોછે. બંને કલાકારો લગ્ન પછી બે બાળકોના માતા-પિતા બન્યા હતા. કપલની પુત્રીનું નામ દિયા અને પુત્રનું નામ દેવ છે.