મુંબઈની ગલી ક્રિકેટમાં પણ સૂર્ય કુમાર એ બતાવ્યા પોતાના જલવા, રમ્યો સુપલા શોટ, જુવો તેમનો આ વીડિયો

રમત-જગત

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ચારેબાજુ શોટ રમવાની કુશળતા માટે જાણીતા છે. IPL 2023 પહેલા, 32 વર્ષીય સૂર્યા તાજેતરમાં મુંબઈમાં સ્ટ્રીટ ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. બોર્ડર ગાવસ્કર ટ્રોફી વચ્ચે તેમણે બાળકો સાથે ક્રિકેટ રમીને પોતાની પ્રતિભા દર્શાવી. શેર કરેલા વીડિયોમાં તે સુપ્લા શોટ રમતા જોવા મળી રહ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સ વન ફેમિલીના નામથી ટ્વિટર પેજએ આ વીડિયો શેર કર્યો છે. સૂર્યાએ પોતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે સૂર્ય ભાઉ મુંબઈમાં સ્ટ્રીટ ક્રિકેટ રમતા જોવા મળ્યા. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે ભાઈઓની માંગ સુપલા શોટ.

જણાવી દઈએ કે સૂર્યા આવતા મહિને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL 2023માં રમતા જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હશે. મુંબઈ અને RCB વચ્ચે 2 એપ્રિલે મેચ રમાશે. તાજેતરમાં જ સૂર્યા ટેસ્ટ ડેબ્યૂ કર્યા પછી તિરુપતિ ગયા હતા. તેમણે પરિવાર સાથે તિરુમાલા વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી અને આશીર્વાદ લીધા.

મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યાનો આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે ‘ધ આઈકોનિક સુપલા શોટ. સૂર્ય દાદા.’ સૂર્યા હવે ઓસ્ટ્રેલિયા સામે 17 માર્ચથી શરૂ થનારી વનડે સીરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે. IPLમાં ફરી વખત જલવા ફેલાવતા જોવા મળશે.