ખૂબ જ સુંદર છે સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા, સુંદરતાની બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો

રમત-જગત

ક્રિકેટ ચાહકોની વચ્ચે સુરેશ રૈનાનું નામ સોનુ, મિસ્ટર આઈપીએલ, ચિન્ના થાલા તરીકે પ્રખ્યાત છે. સુરેશ રૈનાનો જન્મ 27 નવેમ્બર 1986ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદનગરમાં થયો હતો. સુરેશ રૈનાના પિતાનું નામ ત્રિલોકી ચંદ્ર છે, તે એક આર્મી નિવૃત્ત લશ્કરી અધિકારી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સુરેશ રૈનાના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. આજના આ આર્ટિકલમાં અમે તમને સુરેશ રૈનાની કારકિર્દી અને પરિવાર સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે સુરેશ રૈના કાશ્મીરી પંડિત પરિવારથી આવે છે. તેમના માતા-પિતા શ્રીનગર જિલ્લાના રૈનાવારીના રહેવાસી હતા, સુરેશ રૈનાને એક મોટો ભાઈ પણ છે જેનું નામ દિનેશ રૈના છે.

સુરેશ રૈનાએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 30 જુલાઈ 2005ના રોજ શ્રીલંકા સામેની વનડે મેચમાં કરી હતી. તેમણે પોતાની છેલ્લી મેચ 17 જુલાઈ 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે વનડેમાં રમી હતી. ટેસ્ટ મેચમાં 26 જુલાઈ 2010ના રોજ શ્રીલંકા સામે સુરેશ રૈનાએ ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા સામે રૈનાએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. સુરેશ રૈનાની ટી20 કારકિર્દી પણ ખૂબ જ સુંદર રહી છે, તેમણે પોતાની પહેલી ટી20 મેચ 1 ડિસેમ્બર 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે રમી હતી અને છેલ્લી મેચ 8 જુલાઈ 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી.

બોલિંગમાં પણ સુરેશ રૈના પોતાની કુશળતા બતાવી ચુક્યા છે, ડાબા હાથના ઓફ સ્પિન બોલર રૈનાની સૌથી શ્રેષ્ઠ બોલિંગ એ વનડે મેચમાં 34 રનમાં 3 વિકેટ લીધી છે. પોતાની આખી કારકિર્દીમાં સુરેશ રૈનાએ 18 ટેસ્ટ મેચ, 226 વનડે અને 78 T20 મેચ રમી છે.

આઈપીએલની વાત કરવામાં આવે તો સુરેશ રૈનાનું નામ નંબર વન પર જોવા મળી રહ્યું છે. જોકે સુરેશ રૈનાનું નામ પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબર પર છે. રૈનાએ અત્યાર સુધીમાં 205 આઈપીએલ મેચ રમી છે, જેમાં તેમણે 30 વખત નોટઆઉટ રહીને 136.73 ના સ્ટ્રાઈક રેટથી 5528 રન બનાવ્યા છે. આઈપીએલમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત લાયન્સ તરફથી રમી ચૂક્યા છે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

સુરેશ રૈનાના ફેવરિટ ક્રિકેટરોની વાત કરીએ તો પહેલા સ્થાન પર સચિન તેંડુલકર છે, ત્યાર પછી રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોની છે અને બોલર તરીકે સુરેશ રૈનાને મુથૈયા મુરલીધરન, ગ્લેન મેકગ્રા અને બ્રેટ લી ખૂબ જ પસંદ છે. તેમના ફેવરિટ અભિનેતા અમિતાભ બચ્ચન છે અને તેમની ફેવરિટ અભિનેત્રીઓમાં સોનાલી બેન્દ્રે અને જેસિકા આલ્બાના નામ આવે છે.

સુરેશ રૈનાના લગ્ન 2015 માં પ્રિયંકા ચૌધરી સાથે થયા હતા, હવે તેમને એક પુત્રી છે જેનું નામ તેમણે ગ્રેસિયા રૈના રાખ્યું છે. લગ્ન પહેલા રૈના સાથે જોડાયેલી ઘણી અફવાઓ સાંભળવા મળી હતી, જેમાં રૈનાનું નામ રાજકારણી પ્રફુલ પટેલ ની પુત્રી પૂર્ણા પટેલ અને અભિનેત્રી શ્રુતિ હાસન સાથે જોડવામાં આવ્યું હતું.