સુરેશ રૈનાએ પરિવાર સાથે સેલિબ્રેટ કરી હોળી, જુવો તેમની આ તસવીરો

રમત-જગત

ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સુરેશ રૈનાએ પોતાના પરિવાર સાથે આજે ખૂબ હોળી રમી. તેમણે તેમની તસવીરો પણ શેર કરી છે. તેમણે પોતાની પત્ની, પુત્ર અને પુત્રી સાથે ચહેરા પર ગુલાલ લગાવેલી તસવીરો શેર કરી છે.

સુરેશ રૈના અને પ્રિયંકા 3 એપ્રિલ 2015ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે બંને બે બાળકોના માતા-પિતા છે. રૈનાએ 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. રૈનાએ IPLમાં 205 મેચ રમી હતી જેમાં તેમણે 5528 રન બનાવ્યા છે.

પ્રિયંકા તેજપાલ ચૌધરીની પુત્રી છે, જેઓ સુરેશ રૈનાના પહેલા કોચ હતા. મુરાદનગરમાં જન્મેલા તેજપાલે ગાઝિયાબાદમાં ઘણા ખેલાડીઓને ટ્રેનિંગ આપી હતી. સુરેશ અને પ્રિયંકા મુરાદનગરમાં પડોશી હતા અને તેમના પરિવારો એકબીજાને સારી રીતે ઓળખતા હતા.

વર્ષ 2016માં સુરેશ રૈનાની પત્ની પ્રિયંકાએ પુત્રીને જન્મ આપ્યો હતો. આ તેમનું પહેલું સંતાન હતું અને થોડા વર્ષો પછી કપલના ઘરે પુત્રનો જન્મ થયો હતો.

તેમણે પુત્રીનું નામ ગ્રેસિયા રાખ્યું છે. આ એક સ્પેનિશ નામ છે જેનો સંબંધ સ્કોટિશ સાથે પણ છે. ગ્રેસિયા માનનો અર્થ સુંદર, દયા, કૃપા અને સૌમ્ય થાય છે. તેમની પુત્રી ખૂબ જ સુંદર છે અને હવે તે લગભગ 7 વર્ષની છે.