એક સમયે મહિનાના હજાર રૂપિયા કમાતા હતા સુપરસ્ટાર સૂર્યા સિંઘમ, હવે જીવે છે રાજાઓ જેવી લાઈફ, જુવો તસવીરો

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા સૂર્યા શિવકુમાર આજે તેનો 46 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 23 જુલાઈના રોજ તેનો જન્મ તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં થયો હતો. તે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અને સફળ કલાકાર છે. ચાલો આજે તમને સૂર્યા શિવકુમારના જન્મદિવસના ખાસ પ્રસંગ પર તેમના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો વિશે જણાવીએ.

અત્યાર સુધીમાં સૂર્યા શિવકુમાર ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. સૂર્યાની હિંદી દર્શકો વચ્ચે પણ એક સારી અને મજબૂત પકડ છે. આજે તેને તમિલ સુપરસ્ટારમાં ગણવામાં આવે છે. તેને ‘સિંઘમ’ નામથી પણ ઓળખવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે સૂર્યા શિવકુમાર તમિલ અભિનેતા શિવકુમારનો પુત્ર છે. જો કે તેમણે પોતાની ઓળખ સંઘર્ષ અને સખત મહેનતથી બનાવી છે.

સૂર્યા ફિલ્મોમાં કામ કર્યા પછી આજે ખૂબ જ પ્રખ્યાત છે અને તે લક્ઝરી લાઈફ જીવે છે, જોકે તેમના ચાહકોને એ જાણીને આશ્ચર્ય થશે કે સૂર્યા શિવકુમારનું મન ક્યારેય ફિલ્મોમાં કામ કરવાનું ન હતું. શરૂઆતમાં તેમણે કપડાની ફેક્ટરીમાં કામ કર્યું. આ દરમિયાન તેમણે કોઈને આ વાતની જાણ ન થવા દીધી કે તે અભિનેતા શિવકુમારના પુત્ર છે. તે પોતાની ઓળખ છુપાવીને કપડાની ફેક્ટરીમાં કામ કરતા હતા.

કપડાની ફેક્ટરીમાં કામ કરીને સૂર્યાએ આશરે 8 હજાર રૂપિયાની કમાણી કરી હતી. અહીં તેણે આઠ મહિના સુધી કામ કર્યું અને એક મહિનાનો પગાર તેમને 1 હજાર રૂપિયા મળ્યો હતો. પોતાના એક ઇન્ટરવ્યુમાં સૂર્યાએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે, “તેમણે આ તબક્કે પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે અને સખત મહેનત પછી જ તેને આ પદ મળ્યું છે.”

જણાવી દઈએ કે માત્ર 20 વર્ષની ઉંમરમાં સૂર્યાએ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પહેલી ફિલ્મ તરીકે વર્ષ 1995 માં આવેલી ‘અસાઈ’ માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી, પરંતુ ફિલ્મોમાં રસ ન હોવાને કારણે, સૂર્યાએ આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. આ પછી તેને 1997 માં ફિલ્મ ‘નેરરુક્કુ નેર’ મળી હતી. તેનું નિર્દેશન વસંત દ્વારા કરવામાં આવ્યું હતું અને મણી રત્નમ નિર્માતા. સૂર્યાએ આ ફિલ્મ માટે હા પાડી અને તેમની ફિલ્મી કારકિર્દી વર્ષ 1997 માં શરૂ થઈ ગઈ.

સૂર્યાને એક ખાસ અને અલગ ઓળખ બનાવવા માટે સંઘર્ષ અને સખત મહેનતમાંથી પસાર થવું પડ્યું છે. પોતાના એક ઇન્ટરવ્યુમાં સૂર્યા કહી ચુક્યા છે કે, “શરૂઆતના દિવસોમાં મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આત્મવિશ્વાસ, ફાઈટિંગ અને ડાંસિંગમાં કમીને કારણે ફિલ્મોમાં સીન દરમિયાન મુશ્કેલી થતી હતી અને તે દરમિયાન મારા મેંટર રઘુવને મદદ કરી અને જણાવ્યું કે કઈ રીતે પોતાની પિતાથી અલગ ઓળખ બનાવી શકીએ છીએ.”

જણાવી દઈએ કે સૂર્યા પરણિત છે અને તેમને બે બાળકો એક પુત્રી દીયા અને એક પુત્ર દેવ છે. સૂર્યાના લગ્ન 11 સપ્ટેમ્બર 2006 ના રોજ અભિનેત્રી જ્યોતિકા સાથે થયા હતા. બંને વર્ષ 1999 માએ ફિલ્મ ‘પૂવેલ્મ કેત્તુપ્પર’ માં સાથે કામ કરી ચુક્યા છે અને ત્યાર પછી બંનેના અફેયરના ચર્ચા થવા લાગી હતી. પછી બંનેએ લગ્ન કરીને આ સમાચારને સાચા સાબિત કર્યા હતા.