સિનેમાની દુનિયાના સૌથી પ્રભાવશાળી સ્ટાર્સમાંથી એક નામ રજનીકાંત નું છે. રજનીકાંત કોઈ ઓળખના મોહતાજ નથી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી લાખો ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સુપરસ્ટાર રજનીકાંતે રોબોટ, લિંગા, શિવાજી ધ બોસ અને 2.0 જેવી એકથી એક ચઢિયાતી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ભારતીય સિનેમા જગતનું રજનીકાંત એક મોટું નામ છે.
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતે આજે જે સ્થાન મેળવ્યું છે તેના માટે તેમણે પોતાના જીવનમાં ખૂબ જ મેહનત અને સંઘર્ષ કર્યો છે. રજનીકાંતે પોતાની કુશળતાના બળ પર જીવનમાં તે સ્થાન મેળવ્યું છે, જેના વિશે એક સમયે તેના માટે વિચારવું પણ એક સપનું હતું. રજનીકાંતની ફિલ્મમાં હાજરી તે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થવાની ખાતરી આપે છે.
12 ડિસેમ્બર 1950ના રોજ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં જન્મેલા રજનીકાંત 71 વર્ષના થઈ ગયા છે. દક્ષિણ ભારતીય સિનેમાની સાથે જ રજનીકાંત હિન્દી સિનેમામાં પણ નામ કમાવવામાં સફળ રહ્યા છે. રજનીકાંતનું સાચું નામ શિવાજીરાવ ગાયકવાડ છે. અભિનેતાના ચાહકોની સંખ્યા દુનિયાભરમાં કરોડોમાં છે. રજનીકાંતે પોતાના ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિનેતાને તેના કરોડો ચાહકો “થલાઈવા” ના નામથી પણ ઓળખે છે.
ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવતા પહેલા રજનીકાંત બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. પરંતુ તેમણે પોતાની મેહનત અને કુશળતાના આધારે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ સ્થાન મેળવ્યું છે. હાલના સમયમાં તે સફળ અને પ્રખ્યાત કલાકારોમાં શામેલ છે. આટલું જ નહીં રજનીકાંતનું નામ પણ ખૂબ જ અમીર અભિનેતાના લિસ્ટમાં શામેલ છે. આજે અમે તમને રજનીકાંતની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રજનીકાંતની કુલ સંપત્તિ: સુપરસ્ટાર રજનીકાંતની ગણતરી સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં થાય છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રજનીકાંત પોતાની દરેક ફિલ્મ માટે લગભગ 50 કરોડ રૂપિયાની મોટી ફી લે છે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું કહેવાય છે કે રજનીકાંતની કુલ સંપત્તિ 365 કરોડ રૂપિયા છે.
આટલું જ નહીં, કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રજનીકાંતે 100 થી 120 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે. રજનીકાંતની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત ફિલ્મો જ છે. તે પોતાની સાડા ચાર દાયકાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં ખૂબ પૈસા કમાવવામાં પણ સફળ રહ્યા છે.
ચેન્નઈમાં છે લક્ઝરી ઘર: તમને જણાવી દઈએ કે રજનીકાંત પોતાના પરિવાર સાથે ચેન્નાઈમાં એક લક્ઝરી ઘરમાં રહે છે. તેમના આ લક્ઝરી ઘરની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. તેમના ઘરની સુંદરતા અને ભવ્યતા જોતા જ બને છે. રજનીકાંતના આ ઘરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એકથી એક ચઢિયાતી સુંદર ચીજો રજનીકાંત એ પોતાના આ લક્ઝરી ઘરમાં લગાવી છે.
રજનીકાંતનું કાર કલેક્શન: જો આપણે રજનીકાંતના કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે અન્ય સ્ટાર્સની જેમ કારનું મોટું કલેક્શન નથી. રજનીકાંત પાસે ત્રણ કાર છે, જેમાં રેન્જ રોવર, બેન્ટલી સાથે ટોયોટા ઈનોવા શામેલ છે. રજનીકાંતને આ કારોમાં મુસાફરી કરવાનું પસંદ છે. બીજી તરફ રજનીકાંતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ જેલરનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. પોસ્ટર ખૂબ જ દમદાર છે અને ચાહકો દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. તેની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.