સુપરસ્ટાર બની ગઈ હતી માધુરી સીક્ષિત, છતાં પણ શા માટે પડતી હતી માતાના ની ડાંટ…. અભિનેત્રીએ ખોલ્યું આ મોટું રાજ

બોલિવુડ

બોલિવૂડની ધક-ધક ગર્લ કહેવાતી પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની શ્રેષ્ઠ એક્ટિંગ અને અદ્ભુત ડાંસે તેને બોલીવુડ ઈંડસ્ટ્રીની સુપરસ્ટાર બનાવવામાં કોઈ કસર નથી છોડી. આજે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં માધુરી દીક્ષિતના જલવા અકબંધ છે અને તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત આ દિવસોમાં પોતાની વેબ સીરિઝ ‘ધ ફેમ ગેમ’ ને લઈને ખૂબ ચર્ચામાં છે. આ વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન માધુરી દીક્ષિતે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા. માધુરી દીક્ષિતે પોતાની માતા સ્નેહ લતા દીક્ષિત સાથે પોતાના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી.

ખરેખર માધુરી દીક્ષિતે પોતાના જૂના દિવસોને યાદ કરતા પોતાની માતા સ્નેહા લતા દીક્ષિત વિશે કહ્યું હતું કે, “જ્યારે હું ફિલ્મોમાં કામ કરી રહી હતી, ત્યારે પણ મારી માતા મને રૂમ સાફ ન રાખવા જેવી બાબતો માટે ઠપકો આપતી હતી. તો મારો ઉછેર આ રીતે થયો છે. તો બસ હું આવી જ છું. જ્યારે હું ઘરે જાવ છું, ત્યારે હું બધું સ્ટુડિયોમાં પાછળ છોડીને જાવ છું. હું મારા બાળકો અને મારા પતિનું ધ્યાન રાખું છું અને મારા માટે ત્યાં એક અલગ જીવન છે. મેં ક્યારેય પણ પોતાને ગુમાવી નથી.”

આગળ માધુરીએ કહ્યું કે, “હું એક્ટિંગને મારા વ્યવસાય તરીકે જોવ છું. જ્યારે હું કેમેરા સામે આવું છું ત્યારે હું એક પ્રોફેશનલ અભિનેત્રી હોવ છું. મને જાણ હોય છે કે હું શું કરી રહી છું. હું સ્ક્રિપ્ટ વાંચ્યા પછી પોતાના પાત્રને નિભાવું છું. હું કેમેરા માટે એક પાત્ર બની જાવ છું, પરંતુ એકવાર જ્યારે હું ઘરે પરત આવું છું, તો હું એક સામાન્ય વ્યક્તિ બની જાવ છું કારણ કે આ જ તે ચીજ છે જેની સાથે મારો ઉછેર થયો છે.”

તાજેતરમાં જ માધુરી દીક્ષિત પોતાની વેબ સિરીઝના પ્રમોશન માટે ટીવીના લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં પણ પહોંચી હતી, જ્યાં તેણે શોના હોસ્ટ કપિલ શર્મા સાથે ખૂબ મસ્તી કરી હતી.

જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત ફિલ્મ ‘અબોધ’થી બોલિવૂડની દુનિયામાં આવી હતી, પરંતુ તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા મોં પર પડી હતી. જો કે, માધુરી દીક્ષિતે તેની પહેલી ફિલ્મ પછી હાર ન માની અને તેના આગામી પ્રોજેક્ટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ત્યાર પછી માધુરી દીક્ષિતને ફિલ્મ ‘તેઝાબ’માં કામ કરવાની તક મળી અને આ ફિલ્મ દ્વારા તે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ. ત્યાર પછી તેને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ઘણી સુપરહિટ ફિલ્મો ઓફર થઈ.

જણાવી દઈએ કે, માધુરી દીક્ષિતે વર્ષ 1999માં ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી તેણે બોલિવૂડની દુનિયાને અલવિદા કહી દીધું હતું, પરંતુ વર્ષ 2007માં તે ફરી એકવાર ફિલ્મી દુનિયા તરફ વળી અને ફિલ્મ ‘આજા નચલે’ દ્વારા પોતાના પગ જમાવવામાં સફળ થરહી. ખૂબ ઓછા લોકો એવા હોય છે જે ફિલ્મી દુનિયા છોડીને ફરી પોતાની કારકિર્દી બનાવી શકે છે, પરંતુ માધુરી દીક્ષિતે પોતાની દમદાર એક્ટિંગથી ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી અને આજે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેનું નામ ટોપ લિસ્ટમાં શામેલ છે.