25 કરોડના આ લક્ઝરી ઘરમાં રહે છે સુપરસ્ટાર ઝૂનિયર એનટીઆર, જાણો તેમની લાઈફસ્ટાઈલ વિશે

Uncategorized

દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા જુનિયર એનટીઆર આજે તેનો 38 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. જુનિયર એનટીઆરની ગણતરી આજના સમયના સૌથી સફળ અને પ્રખ્યાત દક્ષિણ ભારતીય કલાકારો તરીકે થાય છે. જણાવી દઈએ કે જુનિયર એનટીઆર એ તેમના સમયના પ્રખ્યાત અભિનેતા અને આંધ્રપ્રદેશના સીએમ રહી ચુકેલા એનટી રામારાવના પુત્ર છે. ચાલો આજે તમને તેના જન્મદિવસ પર અભિનેતા સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જણાવીએ.

જુનિયર એનટીઆરનો જન્મ 20 મે 1987 ના રોજ હૈદરાબાદમાં થયો હતો. જુનિયર એનટીઆર લગભગ 20 વર્ષથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. તેણે માત્ર 18 વર્ષની ઉંમરે વર્ષ 2001 માં મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેમની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ નંબર 1 હતી. પોતાની દે દાયકાનિ કારકિર્દીમાં અત્યર સુધીમાં જૂનિયર એનટીઆર એ ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે.

જણાવી દઇએ કે આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જુનિયર એનટીઆરના જન્મદિવસ પર કંઇક ખાસ થયું નથી. દર વર્ષે અભિનેતા તેમના જન્મદિવસના વિશેષ પ્રસંગ પર પોતાના ઘરની બહાર રહેલા ચાહકો સાથે રૂબરૂ થાય છે, જોકે આ વખતે આવું કંઈ થયું નથી. અભિનેતાએ પહેલાથી જ ચાહકોને અપીલ કરી હતી કે ઘરની બહાર કોઈએ ભેગા ન થવું. જૂનિયર એનટીઆર એ પોતાના બધા ચાહકોને કહ્યું કે, જો કોઈ તેમને ગિફ્ટ આપવા ઈચ્છે છે તો મહેરબાની કરીને હાલની સ્થીતિને ધ્યાનમાં રાખીને લોકડાઉનના નિયમોનું પાલન કરો.

ઘણા એવોર્ડથી થયા સન્માનિત: જુનિયર એનટીઆરને અત્યાર સુધીમાં ફિલ્મી દુનિયામાં તેના શ્રેષ્ઠ કામ બદલ નંદી એવોર્ડ, આઈફા એવોર્ડ, ફિલ્મફેરનો બેસ્ટ તેલુગુ એવોર્ડ મળ્યો છે.

જુનિયર એનટીઆર પોતાની સાથે જોડાયેલી દરેક ચીજને લઈને ચર્ચામાં છે. આ રીતે તેઓ તેમની કારના નંબરને લઈને પણ હેડલાઇન્સ બનાવતા રહે છે. લક્ઝરી લાઇફ જીવતા જુનિયર એનટીઆર પાસે ઘણી કાર ઉપલબ્ધ છે. તેઓ 9999 નંબરને ખૂબ લકી માને છે અને તે પોતાની કાર બીએમડબ્લ્યૂની નોંધણી માટે લકી નંબર 9999 માટે 11 લાખની બોલી પણ લગાવી ચુક્યા છે. સાથે જ જણાવી દઈએ કે તેમની અન્ય ગાડીના નંબર 9999 છે.

25 કરોડનું લક્ઝરી ઘર: જુનિયર એનટીઆર તેના પરિવાર સાથે હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાં રહે છે. તેમના લક્ઝરી ઘરની કિંમત 25 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે રામ ચરણ અને ચિરંજીવી જેવા મોટા કલાકારો જુનિયર એનટીઆરના પાડોશી છે.

વર્ષ 2011 માં એનટીઆરના લગ્ન લક્ષ્મી પ્રણતિ સાથે થયા હતા. લગ્ન દરમિયાન લક્ષ્મી માત્ર 18 વર્ષની હતી. જુનિયર એનટીઆર અને લક્ષ્મી એક પુત્ર નંદમૂરી અભય રામના પિતા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતાની આગામી ફિલ્મ ‘આરઆરઆર’ છે.