ફ્લોરિના ગોગોઈ બની ‘સુપર ડાંસર ચેપ્ટર 4’ ની વિનર, ટ્રોફીની સાથે હાથમાં મળ્યો આટલા અધધધ લાખનો ચેક

મનોરંજન

નાના પડદા પર આ દિવસોમાં ડાન્સિંગ શો ખૂબ જ પ્રખ્યાત છે. આ શોમાંથી ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત હેડલાઇન્સમાં છે. આ શોને શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુ જજ કરી રહ્યા છે. હવે આ શોને તેનો વિજેતા મળી ગયો છે. ગયા રવિવારે આ શોનું ગ્રાન્ડ ફિનાલે હતું અને તેમાં ફ્લોરિના ગોગોઈએ દરેકને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.

‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ના આ ફાઇનલમાં કર્ણાટકના પૃથ્વીરાજ બીજા સ્થાન પર રહ્યા, સાથે જ સંચિતને ત્રીજું સ્થાન મળ્યું. ફાઇનલેના દિવસે સ્પર્ધકોની સાથે જજ એ પણ પોતાના ડાન્સ પરફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા હતા. માર્ચના અંતમાં શરૂ થયેલા આ શોમાં ટોપ 12 સ્પર્ધકોમાંથી માત્ર પાંચ સ્પર્ધકો જ ટોપ 5 માં પોતાની જગ્યા બનાવી શક્યા હતા. શોના ટોપ 5 ફાઇનલિસ્ટમાં ફ્લોરિના ગોગોઇ (જોરહાટ, અસામ), ઇશા મિશ્રા (નવી દિલ્હી), સંચિત ચન્ના (પંજાબ), પૃથ્વીરાજ (બેલગામ, કર્ણાટક), નીરજા (હોશંગાબાદ, એમપી) શામેલ હતા.

તમને વિનરનું નામ તો જણાવી દીધું, હવે તમને ફ્લોરિના ગોગોઈને ટ્રોફી સાથે મળેલી રકમ વિશે જણાવીએ. ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ના મેકર્સે ટ્રોફી જીત્યા પછી ફ્લોરિના ગોગોઈને 15 લાખ રૂપિયા ઈનામ તરીકે આપ્યા છે. આ સાથે ફ્લોરિના ગોગોઈના ગુરૂ તુષાર શેટ્ટીને પણ 5 લાખનું ઈનામ આપવામાં આવ્યું. જણાવી દઈએ કે ફિનાલેમાં પ્રખ્યાત રેપર બાદશાહ અને કોરિયોગ્રાફર-ડાન્સર-હોસ્ટ રાઘવ જુયાલ પણ પહોંચ્યા હતા.

ફિનાલેના દિવસે શો દરમિયાન ફ્લોરિના સ્ટેજ પર આવે તે પહેલા તેના પરિવારે પોતાનું લોકનૃત્ય પરફોર્મ કર્યું. ત્યાર પછી ફ્લોરિનાએ પોતાના સુપર ગુરુ તુષાર શેટ્ટી સાથે પોતાનું પરફોર્મંસ આપ્યું. સાથે જ બાદશાહ સ્ટેજ પર ફ્લોરિના માટે સરપ્રાઈઝ લઈને આવ્યા હતા. ફ્લોરિનાનું પરફોર્મંસ જોઈને બાદશાહે કહ્યું કે ફ્લોરિના જ્યારે પણ કોઈ લાઈવ શો કરશે ત્યારે તે તેને જોવા જરૂર જશે.

આ સાથે શોના અન્ય ફાઇનલિસ્ટને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાંચેય ફાઇનલિસ્ટને સ્પોન્સર્સ તરફથી એયર પ્યૂરીફાયર, રેફ્રિજરેટર અને 51,000 ફિક્સ્ડ ડિપોઝિટનું સર્ટિફિકેટ પણ સોંપવામાં આવ્યું છે.

ટ્રોફી જીત્યા પછી ફ્લોરિનાએ કહ્યું, ‘મને ખબર નથી કે શું કહું, આ સમયે હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. મને એવું લાગે છે કે હું આ દિવસને મારા જીવનમાં ક્યારેય ભૂલી શકીશ નહીં. જેમણે મને શો દરમિયાન વોટ કર્યો અને મને સપોર્ટ કર્યો તે બધાનો આભાર. તુષાર ભૈયાનો આભાર, તેમણે મારા પર અને મારી ટ્રેનિંગ પર વિશ્વાસ રાખ્યો. આ શોમાં મારા નવા મિત્ર બન્યા છે હું તે બધાને ખૂબ યાદ કરીશ.’

આ શો દરમિયાન મનીષ પોલ પોતાના નવા ડાન્સ રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને પ્રમોટ કરવા માટે પણ પહોંચ્યા હતા. આ દરમિયાન મનીષ પોલ શોના કેટલાક સ્પર્ધકો સાથે સ્ટેજ પર આવ્યા જેમણે સુપર ડાન્સર 4 ના ફિનાલેના સ્ટેજ પર ડાન્સ કર્યો.