શું તમે જોઈ છે સની લિયોની ની સુંદર ભાભી? સ્ટાઈલમાં પોતાની નણંદથી પણ છે આગળ, જુવો તસવીરો

બોલિવુડ

સની લિયોન આજે બોલીવુડમાં એક જાણીતું નામ છે. એક સમય હતો જ્યારે સની એડલ્ટ ફિલ્મોનો ભાગ હતી. પરંતુ ત્યાર પછી તે બિગ બોસ સિઝન 5 માં જોવા મળી હતી. અહીં તેણે પોતાની સુંદર સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લીધું. આ શોમાં જ ફિલ્મ મેકર મહેશ ભટ્ટે તેને પોતાની ‘જિસ્મ 2’ ફિલ્મ ઓફર કરી હતી. સનીએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર પછી તેની કારકિર્દીમાં મોટો ઉછાળો આવ્યો. બોલિવૂડમાં નામ કમાવ્યા પછી સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.

ફિલ્મો ઉપરાંત સની ઘણા આઈટમ નંબરમાં ડાન્સ કરતી પણ જોવા મળી હતી. તે એક ફિલ્મ માટે 4.5 કરોડ રૂપિયા લે છે. પોતાની મહેનતના આધારે સનીએ 16 મિલિયન ડોલરની પ્રોપર્ટી ઉભી કરી લીધી છે. તેની પાસે 1.5 કરોડ રૂપિયાની મસેરાટી અને બીએમડબલ્યુ કાર છે. સનીનો જન્મ 13 મે 1981 ના રોજ સર્નિયા ઓંટારિયો, કેનેડામાં થયો હતો. તેનું સાચું નામ કરનજીત કૌર વોહરા છે.

તમે સનીની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વિશે તો ઘણું જાણો છો, પરંતુ આજે અમે તમને સની લિયોનીના ભાઈ-ભાભી સાથે પરિચય આપવા જઈ રહ્યા છીએ. તેમના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. સનીના ભાઈનું નામ સંદિપ વોહરા છે. સંદીપની એક સુંદર પત્ની પણ છે જેનું નામ કરિશ્મા નાયડુ છે. સંદીપ અને કરિશ્માના લગ્ન વર્ષ 2016 માં થયા હતા.

જો કે કરિશ્મા નાયડુ દક્ષિણ ભારતીય પરિવારમાંથી આવે છે, પરંતુ લગ્ન પછી તે પંજાબી પરિવારમાં સારી રીતે ભળી ગઈ છે. ઇન્ટરકાસ્ટ મેરેજ હોવા છતા પણ તેની સંદીપ અને તેના પરિવાર સાથે ખૂબ જામે છે. ખાસ કરીને કરિશ્મા પોતાની નણંદ સની લિયોની સાથે ખાસ બોન્ડ ધરાવે છે. બંને એક સાથે ઘણીવાર જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કરિશ્મા નણંદ સની ની ફેશન કંસલટંટ પણ રહી ચૂકી છે.

સની ઉપરાંત કરિશ્મા પાર્થ સમથાન, સાકીબ સલીમ, તુષાર કપૂર જેવા સ્ટાર્સની ફેશન કંસલટંટ પણ રહી ચૂકી છે. ફેશન કંસલટંટ હોવાની સાથે તે એક રીઅલ એસ્ટેટ એજન્ટ પણ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તમે તેને @fashionwithkay હેન્ડલ પર ફોલો કરી શકો છો.

સની તેની ભાભી કરિશ્મા ની સાથે ભાઈ સંદીપ સાથે પણ સારો બોન્ડ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી સનીએ તેના ભાઈના નિક નેમની ચોરી કરી હતી. સંદીપને ઘર પર બધા સની કહીને બોલાવે છે. સની પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પોતાની મરજીથી આવી હતી. અહીં તેણે ખૂબ પૈસા કમાવ્યા. અહીં સુધી કે તેન અભૈઐ સંદીપને પોતાની પોકેટ મની પણ બહેન પાસેથી મળતી હતી.

બહેનની ખ્યાતિનો સંદીપ ફાયદો ઉઠાવતો હતો. તેના રૂમમાં સની એ સાઈન કરેલા પોસ્ટર હતા જેને તે અન્ય લોકોને વહેંચતો હતો. સંદીપે પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે તેની બહેનના ઓટોગ્રાફ થી પોતાની પોકેટ મની કાઢતો હતો. સંદીપે તેની બહેનનનો દરેક વખતે સાથ આપ્યો છે. તેણે બહેનના પ્રોફેશનને લઈને કોઈ ડ્રામા ક્રીએટ નથી કર્યો.