સની દેઓલ અને અમીષ પટેલ એ ‘ગદર 2’ માટે લીધી મોટી રકમ, ફી જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત, અહિં જુવો તેમની આ તસવીરો

બોલિવુડ

સની દેઓલ ફરી એકવાર ગદર મચાવવા માટે તૈયાર છે, પરંતુ દુશ્મન પહેલા કરતા વધુ ખતરનાક બની ગયો છે. દેશના ભાગલા પર આધારિત ‘ગદર’ની સ્ટોરી, ગીતો અને સકીના માટે તારા સિંહના પ્રેમ એ લોકોના દિલ જીતી લીધા હતા. આથી, ફિલ્મ મેકર્સએ મુખ્ય સ્ટારકાસ્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી. અમીષા પટેલ અને સની દેઓલ ફરી એકવાર સકીના અને તારા સિંહની ભૂમિકામાં જોવા મળશે અને આ બંનેએ આ ભૂમિકા નિભાવવા માટે નિર્માતાઓ પાસેથી મોટી ફી ચાર્જ કરી છે.

સની દેઓલ અને અમીષા પટેલ વગર ‘ગદર 2’ની કલ્પના કરવી મેકર્સ માટે શક્ય ન હતું. દર્શકો તેમની વચ્ચેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને હજુ સુધી ભૂલી શક્યા નથી, તેથી જ ‘ગદર 2’ના શૂટિંગ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો સની દેઓલે ફરી એકવાર તારા સિંહની ભૂમિકા નિભાવવા માટે 5 કરોડ રૂપિયા લીધા છે.

46 વર્ષની અમીષા પટેલ ‘ગદર 2’ સાથે ફરી એકવાર પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અભિનેત્રીએ સકીનાના રોલ માટે 2 કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે.

સકીના અને તારા સિંહના પુત્ર ‘જીતે’ની ભૂમિકા ફરી એકવાર ઉત્કર્ષ શર્મા નિભાવશે. ‘ગદર’નો તે પ્રેમાળ છોકરો હવે ગબરૂ યુવાન બની ગયો છે. તે ‘ગદર 2’માં 66 વર્ષીય સની દેઓલ સાથે દુશ્મનોને ધૂળ ચટાવતા જોવા મળશે. તેને ફિલ્મ મેકર્સે એક કરોડ રૂપિયા ફી તરીકે આપ્યા છે. સિમરત કૌરની પણ ‘ગદર 2’માં મુખ્ય ભુમિકા છે, જેના માટે મેકર્સે તેને 80 લાખ રૂપિયામાં સાઈન કરી છે.