આટલા અધધ કરોડની સંપત્તિના માલિક છે સની દેઓલ, જીવે છે ખૂબ જ લક્ઝરી લાઈફ

બોલિવુડ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોકે ઘણા કલાકારો છે, પરંતુ કેટલાક કલાકારોની પોતાની ખાસ ઓળખ છે. એવા જ એક કલાકાર સની દેઓલ છે, જેની ડાયલોગ ડિલિવરી અન્યથી ખૂબ અલગ છે. તેમનો ‘ઢાઈ કિલો કા હાથ’ વાળો ડાયલોગ ભાગ્યે જ કોઈ ભૂલી શકે. તેમનો આ ડાયલોગ જ તેમની ખાસ ઓળખ બની ગયો અને આજે પણ લોકો તે જ ડાયલોગને કારણે તેમને યાદ કરે છે. જણાવી દઈએ કે આજે બોલિવૂડ આ એક્શન હીરોનો જન્મદિવસ છે. સની દેઓલે 19 ઓક્ટોબરના રોજ પોતાનો 65 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

સનીના પિતા ધર્મેન્દ્ર 70 ના દાયકાના સુપરસ્ટાર હતા અને તેમણે પણ પરંપરાને આગળ વધારી. સનીએ પોતાની કારકિર્દીની શરૂઆત 1983 માં આવેલી ફિલ્મ ‘બેતાબ’ થી કરી હતી. રોમેન્ટિક ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સનીની ઈમેજ એક એક્શન અને ગુસ્સાવાળા હીરો જેવી બની ગઈ.

સની દેઓલની ઓળખ બોલિવૂડના સૌથી મોટા એક્શન હીરો તરીકે થાય છે. એક્ટિંગ પછી સની દેઓલ રાજકારણમાં પણ આવી ચુક્યા છે. તે ગુરદાસપુરથી સાંસદ છે. ચાલો આજે અમે તમને તેમની સાથે જોડાયેલી સ્ટોરી જણાવીએ.

જણાવી દઈએ કે સની દેઓલ આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતા છે. સની દેઓલ બોલીવુડના તે સુપરસ્ટાર્સમાંથી એક છે જેમને 90 ના દાયકામાં એક્શન કરતા જોઈને દર્શકો પાગલ થઈ જતા હતા. સની ફિલ્મ ઈંડસ્ટ્રીમાં છેલ્લા 4 દાયકાથી એક્ટિવ છે અને પોતાના કામના આધારે સની દેઓલે કરોડો રૂપિયાની સંપત્તિ ઉભી કરી લીધી છે.

સની દેઓલ અત્યારે એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સાથે જ સની દેઓલ લગભગ 350 કરોડની સંપત્તિના માલિક છે. તેમાં સનીની પત્ની પૂજાની કમાણી પણ શામેલ છે. સનીની કમાણીનો સ્રોત માત્ર ફિલ્મો જ નથી. તેમનું એક પ્રોડક્શન હાઉસ પણ છે જેનું નામ ‘વિજેતા ફિલ્મ્સ’ છે.

નોંધપાત્ર છે કે સની ફિલ્મો ઉપરાંત એડ ફિલ્મો પણ કરે છે. એક એન્ડોર્સમેન્ટ માટે સન્ની લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સની ઘણી કંપનીઓનાની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે.

સની દેઓલની પ્રોપર્ટીની વાત કરીએ તો તેમની પાસે મુંબઈના જુહુ વિસ્તારમાં લક્ઝરી બંગલો છે. આ ઉપરાંત પંજાબમાં સનીની પિતૃક સંપત્તિ પણ છે. સાથે જ યુકેમાં પણ તેમનું લક્ઝરી ઘર છે. પોતાના યુકે વાળા ઘરમાં સની કેટલીક ફિલ્મોનું શૂટિંગ પણ કરી ચુક્યા છે.

સની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. તેમાં પોર્શે ઉપરાંત ઓડી એ 8 અને રેન્જ રોવર જેવી લક્ઝરી કાર શામેલ છે. સની જ્યારે પણ શૂટિંગ અથવા કોઇ ઇવેન્ટમાં જાય છે ત્યારે તે ઘણીવાર પોર્શે કાર ડ્રાઈવ કરતા જોવા મળે છે. સાથે જ રિયલ લાઈફમાં સની ખૂબ જ નમ્ર સ્વભાવના છે જેમને મીડિયા અટેંશન, ફિલ્મી પાર્ટિઓ અને લાઈમલાઈટથી દૂર રહેવું પસંદ છે.

જણાવી દઈએ કે ફિલ્મોમાં તાબડતોડ એક્શન કરનાર સની દેઓલ પોતાના પરિવારને પહેલી પ્રાથમિકતા આપે છે. તે પોતાના પરિવાર સાથે જુહુમાં આવેલા લક્ઝરી બંગલામાં રહે છે. સનીને પોતાની માતા સાથે ખૂબ જ લગાવ અને તે તેની સાથે જ રહે છે.

સાથે જ સની દેઓલની પત્ની પૂજા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. સની દેઓલે પોતાની ફિલ્મી કારકિર્દીને કારણે પોતાના લગ્ન ખૂબ જ ગુપ્ત રાખ્યા હતા પરંતુ તે લાંબા સમય સુધી આ લગ્નને છુપાવી શક્યા નહિં. ફિલ્મોમાં ઓછા એક્ટિવ રહેવા છતા તેમની ખ્યાતિમાં કોઈ ઘટાડો આવ્યો નથી. છેલ્લે જણાવી દઈએ કે સનીની મોટાભાગની ફિલ્મો માત્ર હિટ જ રહેતી નથી, પરંતુ બોક્સ-ઓફિસ પર મોટી કમાણી કરે છે.

વર્ષ 2001 માં આવેલી તેમની ફિલ્મ “ગદર: એક પ્રેમ કથા” બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ અને બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક બની ગઈ. સાથે જ ટૂંક સમયમાં તેની સીક્વલ આવવાની છે.