માન્યતાને ગિફ્ટમાં સંજય દત્તે આપ્યો હતો 100 કરોડ રૂપિયાનો બંગલો, પરંતુ માન્યતાએ કર્યો ઈનકાર, જાણો શું હતું કારણ

બોલિવુડ

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મુન્ના ભાઈથી પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. સંજય બાબા પોતાના પરિવાર ઉપર જાન છિડકે છે. તે તેની પત્ની અને પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે અને આ તેની સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં પણ જોવા મળે છે. જોકે કેટલાક સમાચાર એવા આવી રહ્યા છે જે દરેકને આશ્ચર્યચકિત કરી શકે છે. ખરેખર તાજેતરમાં સંજય દત્તે પત્ની માન્યતા દત્તને ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી છે, તેની કિંમત 10-20 કરોડ નહીં પરંતુ 100 કરોડ જણાવવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે એવા સમાચાર છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અભિનેતા સંજય દત્તે પત્ની માન્યતા દત્તને મુંબઈમાં 100 કરોડ રૂપિયાના ચાર મોંઘા ફ્લેટ્સ આપ્યા હતા. ચારેય ફ્લેટ પાલી હિલ સ્થિત ઇમ્પીરીયલ હાઇટ્સ બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યા છે. અહીં ઘણા ફિલ્મી સ્ટાર્સના ઘર પણ છે. એટલું જ નહીં ફ્લેટની સાથે પાર્કિંગ પણ છે. આ કારણોસર તેની માર્કેટ વેલ્યુ 100 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જો કે આગળના સમાચારો વધુ આશ્ચર્યજનક છે.

ખરેખર એવા સમાચાર છે કે માનતા દત્તે પતિ સંજય દત્તના બધા ફ્લેટ્સ પાછા આપી દીધા છે. ખરેખર જો આપણે મની કંટ્રોલના સમાચારોની વાત માનીએ તો માન્યતા દત્તે પતિ સંજય દત્તની આ મોંઘી ગિફ્ટ પરત કરી છે. જણાવી દઈએ કે ટેક્સને લગતા ટ્રાન્ઝેક્શનને કારણે માનતાએ ફ્લેટ્સ પાછા આપી દીધા છે.

બીજી બાજુ જો આપણે વર્ક ફ્રન્ટની વાત કરીશું તો સંજય દત્ત ટૂંક સમયમાં જ ફિલ્મ કેજીએફ -2 માં જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત અધિરાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્તના પાત્રની એક બે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં અભિનેતા સંજય દત્તનું પાત્ર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જોકે તેની રિલીઝની ડેટ આવી ગઈ છે. આ સિવાય તેમની ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ હોટસ્ટાર પર આવવા જઈ રહી છે. સાથે જ તે શમશેરામાં પણ જોવા મળશે.

જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સંજય દત્તને કેન્સર થવાના સમાચાર આઅવ્યા હતા અને ત્યાર પછી મહીના સુધી મુંબઈ તેમની સારવાર ચાલી હતી, અંતે ચાહકોની પ્રાર્થના, પરિવારનો પ્રેમ કામ આવ્યો અને સંજય દત્તે કેન્સર જેવા ગંભીર રોગ સામે લડીને ફરીથી ફિલ્મી દુનિયામાં પગ મુક્યો છે. અને ટૂંક સમયમાં જ ફિલ્મી પડદા પર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.