ભારતના બીજા અંબાણી છે સુનીલ શેટ્ટી, તેમની પાસે છે એટલા અધધધ પૈસા કે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ઘણી સુપરહિટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગના જલવા બતાવી ચુકેલા પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીને કોણ નથી ઓળખતું. સુનીલ શેટ્ટીએ એક્શન હીરો તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961ના રોજ બેંગ્લોર કર્ણાટકની પાસે મુલ્કીમાં થયો હતો. સુનીલ શેટ્ટી 60 વર્ષના થઈ ચુક્યા છે પરંતુ તેની ઉંમર માત્ર સંખ્યામાં જ વધી રહી છે. આજે પણ તે ફિટનેસની બાબતમાં નવા અભિનેતાઓને ટક્કર આપે છે.

તેમણે પોતાની 30 વર્ષની કારકિર્દીમાં પોતાની મહેનતના બળ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી જગ્યા બનાવી લીધી છે જ્યાંથી તે કરોડોની કમાણી કરી લે છે. સુનીલ શેટ્ટીએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યું નથી પરંતુ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ પોતાનું ટેલેંટ બતાવી ચુક્યા છે. ચાલો જાણીએ સુનીલ શેટ્ટીની સંપત્તિ વિશે.

આવી રહી સુનીલ શેટ્ટીનું ફિલ્મી કારકિર્દી: જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીએ વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બલવાન’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી મુખ્ય ભુમિકામાં જોવા મળી હતી. સુનીલ શેટ્ટીની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી.

ત્યાર પછી તેણે પોતાની કારકિર્દીમાં ‘ગોપી કિશન’, ‘મોહરા’, ‘સપુત’, ‘બોર્ડર’, ‘ધડકન’, ‘મેં હું ના’, ‘રક્ષક’, ‘હેરા ફેરી’ અને ‘દિલવાલી’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું અને તેમની જોડી દરેક સાથે પસંદ કરવામાં આવી. ખૂબ ઓછા લોકો જાણે છે, પરંતુ તમને જણાવી દઈએ કે ફિલ્મી દુનિયામાં પગ મુકતા પહેલા જ સુનીલ શેટ્ટીએ વર્ષ 1991માં પોતાની ગર્લફ્રેન્ડ માના સાથે લગ્ન કર્યા હતા.

ત્યાર પછી તેમના ઘરે 2 બાળકોનો જન્મ થયો. તેમની પુત્રીનું નામ આથિયા શેટ્ટી અને પુત્રનું નામ અહાન શેટ્ટી છે. અથિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી ચુકી છે. જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીએ પોતાની કારકિર્દીમાં લગભગ 120 ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની મોટાભાગની ફિલ્મો સફળ સાબિત થઈ છે.

આટલા કરોડોની છે સુનીલ શેટ્ટીની સંપત્તિ: જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી એક બિઝનેસવુમન છે, તો સુનીલ શેટ્ટી પણ પોતાના બિઝનેસ દ્વારા કરોડોની કમાણી કરે છે. સુનીલ શેટ્ટીએ ‘ભાગમ ભાગ’ અને ‘ખેલ’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. આ ઉપરાંત તેમની પાસે મુંબઈમાં પોતાનું એક લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ છે જ્યાંથી તે સારી કમાણી કરે છે. માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ સાઉથ ઈંડિયામાં પણ તેણે પોતાની લોકપ્રિય રેસ્ટોરન્ટની ચેઈન બનાવી છે.

આ ઉપરાંત સુનીલ શેટ્ટીનો એક ‘R’ નામનો લક્ઝરી ફર્નિચર શોરૂમ પણ છે જ્યાંથી તે સારી કમાણી કરે છે. પત્ની માના શેટ્ટી પણ બિઝનેસમાં મદદ કરે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સુનીલ શેટ્ટી માત્ર પોતાના બિઝનેસથી 100 કરોડથી વધુની કમાણી કરી લે છે.

આ ઉપરાંત સુનીલ શેટ્ટી પાસે મુંબઈમાં એક લક્ઝરી બંગલો છે. સાથે જ ખંડાલા હિલ સ્ટેશનમાં પણ તેમનું એક લક્ઝરી ફાર્મ હાઉસ છે. આ સાથે સુનીલ શેટ્ટી પાસે મર્સિડીઝ GLS 350 D, હમર, રેંજ રોવર વોગ જેવી લક્ઝરી કાર છે.