કોઈ મહેલથી ઓછું સુંદર નથી સુનીલ શેટ્ટીનું ફાર્મહાઉસ, જુવો તેના ફાર્મહાઉસની અંદરની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીએ ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. ભલે તે પોતાના સમકાલીન કલાકારો કરતા એક મોટું નામ ન કમાઈ શક્યા હોય પરંતુ દર્શકોએ સુનીલ શેટ્ટીને પસંદ કર્યા છે અને તેમના કામની પણ પ્રસંશા કરી છે. સુનીલ શેટ્ટી હવે ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે જોવા મળતા નથી, જોકે છતાં પણ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી.

સુનીલ શેટ્ટી પાસે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે અને તે એક લક્ઝરી લાઈફ જીવે છે. મુંબઈમાં તો તે તેના પરિવાર સાથે એક લક્ઝરી ઘરમાં રહે છે, જ્યારે સુનીલ શેટ્ટી પાસે ખંડાલામાં એક ખૂબ જ લક્ઝરી ફાર્મ હાઉસ પણ છે. જ્યાં તે અવારનવાર રજાઓ પસાર કરાવા જાય છે અને આ જગ્યા સુનીલ શેટ્ટીને ખૂબ પસંદ આવે છે. ચાલો આજે તમને સુનીલ શેટ્ટીના આ લક્ઝરી ફાર્મ હાઉસની ટૂર કરાવીએ.

સુનીલ શેટ્ટી ઘણીવાર પોતાના પરિવાર સાથે આ મનમોહક જગ્યા પર સમય પસાર કરતા જોવા મળે છે. સુનીલ શેટ્ટીના આ ફાર્મહાઉસ પરથી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. મળતી માહિતી મુજબ, સુનીલનું આ ફાર્મ હાઉસ 6200 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. અહીં જરૂરી દરેક ચીજો ઉપલબ્ધ છે. તેમાં સુનીલ શેટ્ટીએ પ્રાઈવેટ ગાર્ડન, સ્વિમિંગ પૂલ, ડબલ હાઈટ લિવિંગ રૂમ, 5 બેડરૂમ, કિચન વગેરે બનાવ્યા છે.

સુનીલ શેટ્ટીના ફાર્મ હાઉસની તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે તે ખૂબ જ લક્ઝરી રીતે બનાવવામાં આવ્યું છે અને સાથે જ ખૂબ જ સુંદર પણ છે. તે ફાઇવ સ્ટાર હોટલોને પણ ટક્કર આપે છે. સુનીલે તેને નેચરલ બ્યૂટીને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે.

સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ તેની સુંદરતામાં વધારો કરે છે. સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસની અંદર ખૂબ જ લક્ઝરી સોફા છે, તો ગાર્ડન એરિયા પણ સુંદર છે અને ઘણા ડોગી પણ છે. ફાર્મહાઉસની સુંદરતા, સજાવટ અને લક્ઝરી ચીજો બધું જણાવે છે કે સુનીલે તેના પર કેટલા પૈસા ખર્ચ કર્યા હશે. દૂરથી અને ઉપરથી જોવામાં આવે ત્યારે પણ ફાર્મહાઉસ ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ તેમાં હાજર સ્વિમિંગ પુલ સુંદરતામાં વધારો કરે છે.

જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1992 માં ફિલ્મ ‘બલવાન’ થી કરી હતી. તે પોતાની લગભગ 29 વર્ષની કારકિર્દીમાં 110 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમની મુખ્ય ફિલ્મોમાં દિલવાલે, અંત, ગોપી કિશન, કૃષ્ણા, રક્ષક, બોર્ડર, ભાઈ, હેરા ફેરી જેવી ફિલ્મો શામેલ છે.

સુનીલ શેટ્ટીના પર્સનલ જીવનની વાત કરીએ તો, સુનીલ શેટ્ટીએ હિન્દી સિનેમામાં પ્રવેશ કરતા પહેલા જ વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. તેની પત્નીનું નામ માના શેટ્ટી છે. લગ્ન પહેલા બંનેએ લગભગ 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીની પત્ની માનાનું અસલી નામ માના કાદરી છે. પહેલા તે મુસ્લિમ હતી, પરંતુ સુનીલ સાથે લગ્ન કર્યા પછી તેણે હિન્દુ ધર્મ સ્વીકારી લીધો.

સુનીલ અને માના બે બાળકોના માતા -પિતા છે. પુત્રીનું નામ આથિયા શેટ્ટી છે જ્યારે પુત્રનું નામ અહાન શેટ્ટી છે. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી આજે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. જોકે તે ફિલ્મોની તુલનામાં બિઝનેસની દુનિયામાંથી કરોડો રૂપિયા કમાય છે. તે હોટલ ઈન્ડસ્ટ્રીમાંથી મોટી રકમની કમાણી કરે છે. સાથે જ તેની પત્ની માના પણ તેને તેના બિઝનેસમાં મદદ કરે છે. આ ઉપરાંત તે એક એનજીઓ પણ ચલાવે છે.