આ કામથી પણ કરોડોની કમાણી કરે છે સુનીલ શેટ્ટી, મુંબઈમાં છે લક્ઝુરિયસ ઘર તો ખંડાલામાં પણ છે લક્ઝરી બંગલો, જુવો તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટી આ દિવસોમાં ફિલ્મોથી દૂર છે, પરંતુ હેડલાઈન્સમાં રહેવાની સુનીલ શેટ્ટી કોઈ તક છોડતા નથી. આજે 59 વર્ષની ઉંમરે પણ સુનીલ ખૂબ જ ફીટ છે. તેઓ ઘણીવાર ચાહકોને ફિટનેસ ગોલ્સ આપે છે. સુનીલ શેટ્ટીને બોલિવૂડના સૌથી અમીર કલાકારોમાં ના એક માનવામાં આવે છે.

વર્ષ 1992 માં ફિલ્મ બલવાનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સુનિલ શેટ્ટીએ તેની કારકિર્દીમાં ઘણી સુંદર ફિલ્મો આપી છે. ફિલ્મો ઉપરાંત તેઓ બિઝનેસની દુનિયામાંથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. ‘અન્ના’ તરીકે પ્રખ્યાત સુનીલ શેટ્ટી રેસ્ટોરન્ટ અને રીયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. સાથે જ જણાવી દઈએ કે તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ ‘પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ’ પણ છે. આટલું જ નહિં તે હોટલ બિઝનેસમાં પણ એક્ટિવ છે. કર્ણાટકના ઉદૂપી સહિત દેશના ઘણા શહેરોમાં તેમની હોટલો છે.

સુનીલ શેટ્ટીનું એક ઘર મુંબઈમાં આવેલું છે, જ્યારે અભિનેતાએ ખંડાલામાં પણ પોતાનું હોલી ડે હોમ બનાવ્યું છે. જોવામાં તે ખૂબ જ સુંદર લાગે છે. ચાલો એક નજર સુનીલ શેટ્ટીની આ લક્ઝુરિયસ પ્રોપર્ટી પર કરીએ.

ભારતના અબજોપતિઓના રોડ પર છે સુનીલ શેટ્ટીનું ઘર: સુનીલ શેટ્ટીનું ઘર દક્ષિણ મુંબઈમાં છે. સુનીલ શેટ્ટીનું ઘર મુંબઇના અલ્ટામાઉન્ટ રોડ પર છે. તેઓ પૃથ્વી એપાર્ટમેન્ટ્સમાં રહે છે.

 

જણાવી દઈએ કે આ રોડ ભારતના અબજોપતિઓના રોડ તરીકે પણ જાણીતો છે. જણાવી દઇએ કે વિશ્વના ટોપ અમીરોમાં પોતાનું સ્થાન ધરાવનાર રિલાયંસના પ્રમુખ મુકેશ અંબાણીનું ઘર એંટીલિયા પણ આ રોડ પર આવેલું છે.

ઘરની દિવાલો પર ઘણી તસવીરો લગાવવામાં આવી છે. તસવીરો સાથે પોઝ આપતી સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી.

સુનીલ શેટ્ટીએ પણ ખંડાલામાં પણ એક સુંદર હોલી ડે હોમ બનાવ્યું છે. ઘણીવાર તેઓ અહીં રજાઓ પસાર કરતા જોવા મળે છે. આ હોલી ડે હોમ પ્રકૃતિનો અહેસાસ કરાવે છે.

આ હોલી ડે હોમમાં સુખ-સુવિધાની બધી ચીજો હાજર છે. મળતી માહિતી મુજબ આ ઘર 6,200 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે અને તેમાં 5 બેડરૂમ છે.

સુનીલ શેટ્ટીના આ ઘરમાં ઘણા ડોગી પણ છે. તસવીરોમાં જોઇ શકાય છે કે સુનિલ તેની પત્ની માના સાથે કૂતરાઓથી ઘેરાયેલા છે.

સુનીલ શેટ્ટીનું આ ઘર બહારથી અને અંદરથી બંને બાજુથી ખૂબ સુંદર લાગે છે.

ખંડાલામાં બનેલા આ હોલી ડે હોમનો ગાર્ડન એરિયા પણ ખૂબ જ સુંદર છે. અહીં ચારેય બાજુ તમને હરિયાળી જ હરિયાળી જોવા મળશે. જણાવી દઈએ કે આ ઘર ટ્રાઈબલ એટલે કે આદિવાસી થીમ પર તૈયાર થયેલું છે.

Leave a Reply

Your email address will not be published.