‘ધ કશ્મીર ફાઇલ્સ’ જોઈને ગદગદ થયા સુનીલ શેટ્ટી અને રિતેશ દેશમુખ, કહ્યું કે મેકર્સને….

બોલિવુડ

પહેલા દિવસે સાડા ત્રણ કરોડનો બિઝનેસ કરનાર ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ હવે બ્લોકબસ્ટર ફિલ્મ બનવાના રસ્તા પર ઉભી છે. ફિલ્મને દર્શકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. દરેક લોકો આ ફિલ્મના દિવાના બની રહ્યા છે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ કશ્મીરી હિંદુઓ સાથે વર્ષ 1990માં કશ્મીરમાં થયેલા અત્યાચાર અને નરસંહારની સ્ટોરી છે. ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકેલી આ ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રીએ કર્યું છે. ફિલ્મની અપાર સફળતાને જોઈને દરેક આશ્ચર્યચકિત છે.

આ ફિલ્મની બોલિવૂડ જગતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મને દર્શકોનો પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે. રાજકીય કોરિડિરમાં પણ આ ફિલ્મની ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ ફિલ્મની ટીમને મળીને ફિલ્મની પ્રશંસા કરી ચુક્યા છે. બોલિવૂડમાં અક્ષય કુમાર, આમિર ખાન, પરેશ રાવલ, કંગના રનૌત જેવા સ્ટાર્સે ફિલ્મની ખૂબ પ્રસંશા કરી છે.

આ ફિલ્મની પ્રશંસા કરનારા બોલિવૂડ કલાકારોમાં હવે બે અન્ય નામ શામેલ થઈ ગયા છે. પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટી અને અભિનેતા રિતેશ દેશમુખે પણ ફિલ્મની પોતાની સ્ટાઈલમાં ખૂબ પ્રસંશા કરી છે. બંનેએ ફિલ્મ જોઈ લીધી છે અને બંને ફિલ્મના અને મેકર્સના ફેન બની ગયા છે. બંને અભિનેતાઓએ પોતાની લાગણી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે.

દમદાર અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિલ્મ જોયા પછી ટ્વિટર પર તેની પ્રશંસા કરી છે. ‘અન્ના’ના નામથી પ્રખ્યાત સુનીલ શેટ્ટીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, “કન્ટેન્ટ માત્ર રાજા નથી, પરંતુ આ એક સામ્રાજ્ય છે. ધ કશ્મીર ફાઇલ્સમાં શ્રેષ્ઠ વર્ણન અને પર્ફોર્મંસ છે. આ સાબિતી છે કે સારી ફિલ્મો કામ કરે છે. જો કોઈ મોટી સ્ક્રીન દ્વારા દુઃખ અનુભવી શકે છે, તો મેકર્સને ફુલ માર્ક્સ જાય છે. સુપર”

બીજી તરફ રિતેશ દેશમુખે પણ ફિલ્મ જોયા પછી ટ્વિટર પર પોતાના રિએક્શન આપ્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “આ એક એવી ફિલ્મની પ્રસંશા કરવાનો સમય છે જે સતત રેકોર્ડ તોડી રહી છે. એક નાની ફિલ્મ જે અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાંથી એક બનવાના રસ્તા પર છે. અનુપમ ખેર, વિવેક અગ્નિહોત્રી અને ધ કશ્મીર ફાઇલ્સની સમગ્ર ટીમને અભિનંદન”.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ધમાકેદાર કમાણી: એક નજર ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની કમાણી પર પણ કરીએ જે તમને ખરેખર આશ્ચર્યચકિત કરી દેશે. ફિલ્મને મેકર્સે શ્રેષ્ઠ રીતે રજૂ કરી છે, જેના કારણે તે દરેકને પસંદ આવી રહી છે અને તેની કમાણી પણ ઘણું બધું જણાવી રહી છે.

‘ધ કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ માત્ર 14 કરોડ રૂપિયામાં બની છે, જોકે ફિલ્મ એ તાબડતોડ કમાણી કરી છે. બીજા દિવસે શનિવારે 8.50 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે રવિવારે 15.10 કરોડરૂપિયા, ચોથા દિવસે સોમવારે 15.05 કરોડ રૂપિયા અને પાંચમાં દિવસે મંગળવારે 18 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મ એ છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે 19.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને કુલ કલેક્શન 80 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું હતું. ખાસ વાત એ છે કે આ ફિલ્મ માત્ર 14 કરોડના ખર્ચે બની છે. જો ફિલ્મની આ જ ગતિ ચાલુ રહી તો ગુરુવારે ફિલ્મ 100 કરોડના આંકડાને સ્પર્શી શકે છે.