કાલા-ખટ્ટા વેચી રહ્યા છે પ્રખ્યાત કોમેડિયન સુનિલ ગ્રોવર, જુવો તેમનો આ વીડિયો

મનોરંજન

પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવર દર વખતે પોતાના શ્રેષ્ઠ કામથી ચાહકોનું દિલ જીતી લે છે. 42 વર્ષના થઈ ચુકેલા સુનીલ ગ્રોવરે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને શ્રેષ્ઠ કોમેડીથી દરેકનું દિલ જીતી લીધું છે. સુનીલ ગ્રોવર કપિલ શર્માના શોમાં પણ જોવા મળી ચૂક્યા છે.

લાંબા સમય સુધી સુનીલ કપિલના શોના ભાગ રહ્યા છે. તેમને શોમાં ખૂબ પસંદ કરવામાં આવતા હતા. તે પોતાની દરેક સ્ટાઈલથી દર્શકોનું ધ્યાન ખેંચી લેતા હતા અને ચાહકોને ખૂબ હસાવતા હતા. કપિલના શોમાં સુનીલ ઘણા પ્રકારના પાત્રો નિભાવતા હતા.

ક્યારેક રિંકુ ભાભી બનીને સુનીલ અલગ સ્ટાઈલમાં જોવા મળતા હતા તો ક્યારેક ડૉ. મશૂર ગુલાટીના પાત્રમાં દર્શકોનું ખૂબ મનોરંજન કરતા હતા. ડો. મશૂર ગુલાટીનું તેમનું પાત્ર ચાહકોની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત થયું હતું. જોકે સુનીલ વર્ષો પહેલા કપિલ શર્માનો શો છોડી ચુક્યા છે.

આ ઉપરાંત સુનીલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ હેડલાઈન્સ બનાવે છે. તે અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન આકર્ષિત કરતા રહે છે. સોશિયલ મીડિયા પર સુનીલની સારી ફેન ફોલોઈંગ છે. તે પોતાના ચાહકો સાથે ઘણીવખત રૂબરૂ થતા રહે છે.

સુનીલ ગ્રોવરને ઈન્સ્ટાગ્રામ પર 57 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેઓ તેમના લાખો ફોલોઅર્સ સાથે અવારનવાર રૂબરૂ થતા રહે છે. તે અવારનવાર પોસ્ટ કરતા રહે છે. ક્યારેક તેઓ તસવીર શેર કરે છે તો ક્યારેક ચાહકો માટે વીડિયો શેર કરે છે. હાલમાં તેમનો એક વીડિયો હેડલાઇન્સમાં છે.

તાજેતરમાં જ સુનીલે પોતાનો એક એવો જ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. સુનીલના આ વીડિયો પર ખૂબ કમેન્ટ્સ આવી રહી છે. તાજેતરમાં, અભિનેતા અને કોમેડિયન એ ઈન્સ્ટાગ્રામ પર એક વિડિઓ પોસ્ટ કર્યો અને લખ્યું કે, “બપોરનો નાસ્તો”.

આ વીડિયો દ્વારા હવે ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સને સુનીલનો નવો લૂક જોવા મળ્યો છે. હવે તે બરફના ગોલા વેચતા જોવા મળી રહ્યા છે. તેને પોતાના હાથ વડે મશીનમાં બરફ ઘસતા જોઈ શકાય છે. તેનો આ વીડિયો ચાહકો માટે ખૂબ જ ફની છે. ચાહકો તેના પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover) 

સુનીલના વિડિયો પર કમેંટ કરતાં આરજે આલોકે લખ્યું છે કે, “ભાઈ એક નીલા ખટ્ટા પ્લીઝ, કાળું મીઠું, વધુ”. એક યુઝરે લખ્યું છે કે, “મને બે આપો. આજે ખૂબ જ ગરમી છે.” એક યુઝરે લખ્યું કે, “કાલા ખટ્ટા હૈ ક્યા ભૈયા”. સાથે જ એક અન્ય યુઝરે કમેન્ટ કરી કે, “ગોલાની પેટીસ બનાવી”.

નોંધપાત્ર છે કે, સુનીલ અવારનવાર આ પ્રકારના વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા રહે છે. ક્યારેક તે સોશિયલ મીડિયા પર દૂધ વેચતા વીડિયો પોસ્ટ કરે છે, તો ક્યારેક શાકભાજી તો ક્યારેક મગફળી વેચતા જોવા મળે છે.