આટલા અધધધ કરોડની સંપત્તિ, મોંઘી કાર અને લક્ઝુરિયસ ઘરના માલિક હતા સુનીલ દત્ત, બધુ કરી ગયા સંજૂ ના નામે

બોલિવુડ

હિન્દી સિનેમાના દિવંગત અને દિગ્ગજ અભિનેતા રહેલા સુનીલ દત્તે પોતાના સમયમાં મોટું નામ કમાવ્યું હતું. એક અભિનેતાની સાથે જ સુનીલ દત્ત ફિલ્મમેકર પણ હતા. તેમના પગલા પર તેમના પુત્ર સંજય દત્ત પણ ચાલ્યા અને તે પણ હિંદી સિનેમામાં કામ કરવા લાગ્યા. સાથે જ સંજયે પોતાના શ્રેષ્ઠ કામથી પોતાના પિતા સુનીલ દત્તની જેમ જ સફળતા મેળવી.

હિન્દી સિનેમામાં સુનીલ દત્ત અને સંજય દત્તની પિતા-પુત્રની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી છે. સુનીલ દત્ત તેમના પુત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા અને દરેક મુશ્કેલીમાં હંમેશા તેમની સાથે ઉભા રહેતા હતા. સાથે જ સંજય દત્ત પણ પિતા સુનીલની ખૂબ નજીક હતા અને તેમનું ખૂબ સન્માન કરતા હતા.

બોમ્બ બ્લાસ્ટની વાત હોય, ડ્રગ્સની વાત હોય કે અન્ય કોઇ વાદ-વિવાદ હોય, સુનીલ દત્ત હંમેશા પુત્રને બચાવવામાં લાગી રહેતા. દુનિયા આ વાત સારી રીતે જાણે છે. સાથે જ પોતાના પુત્ર માટે સુનીલ દત્ત કરોડો રૂપિયાની સંપત્તિ પણ છોડીને ગયા હતા. 6 જૂન, 1929ના રોજ પાકિસ્તાનના જેલમમાં જન્મેલા સુનીલ દત્તે ફિલ્મી દુનિયામાં ખૂબ નામ કમાવવાની સાથે-સાથે ખૂબ સંપત્તિ પણ કમાઈ હતી.

સુનીલ દત્તે પોતાના જમાનામાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી હતી. તે પોતાના સમયના પ્રખ્યાત અભિનેતા હતા. સાથે જ કોંગ્રેસ તરફથી તેમણે રાજકારણમાં પણ પગ મૂક્યો અને સાંસદ તરીકે ચૂંટાયા. સુનીલ દત્તે જૂના જમાનાની લોકપ્રિય અભિનેત્રી રહેલી નરગીસ સાથે લગ્ન કર્યા હતા. બંને બે પુત્રી પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત અને એક પુત્ર સંજય દત્તના માતા-પિતા બન્યા હતા.

2005 માં થઈ ગયું હતું સુનીલ દત્તનું નિધન: દત્ત સાહેબ દુર્ભાગ્યે આજે આપણી વચ્ચે નથી. વર્ષો પહેલા તે દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. સ્વાસ્થ્ય ખરાબ થયા પછી દત્ત સાહેબ નું 25 મે મુંબઈમાં નિધન થઈ ગયું હતું. લાખો-કરોડો આંખો ભીની કરીને સુનીલ દત્ત 76 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા.

સંજય માટે છોડી ગયા આટલા કરોડની સંપત્તિ: સુનીલ દત્તે ફિલ્મો અને રાજકારણમાં રહીને ખૂબ કમાણી કરી હતી. કહેવાય છે કે પોતાના પુત્ર સંજય દત્ત માટે સુનીલ દત્ત 80 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છોડીને ચાલ્યા ગયા હતા. જો કે તમને જણાવી દઈએ કે સંજય પોતે પણ કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે.

આટલું જ નહીં સંજય માટે સુનીલ દત્ત 20 કરોડ રૂપિયાનું ઘર પણ છોડીને ચાલ્યા ગયા હતા, જે મુંબઈમાં છે. આ ઘરમાં દત્ત સાહેબ રહેતા હતા. આ બધા ઉપરાંત કરોડો રૂપિયાની સંપત્તિ અને મોંઘી અને લક્ઝરી કાર સુનીલ દત્ત પોતાની પાછળ છોડીને ચાલ્યા ગયા હતા.