અભિનેતા સુનીલ ગ્રોવર મુંબઈની હોસ્પિટલમાં દાખલ, કરવામાં આવી આ સર્જરી, ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના

બોલિવુડ

અભિનેતા સુનીલ ગ્રોવર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કપિલ શર્માના કોમેડી શોમાં ગુત્થી અને અન્ય શોમાં ઘણા પાત્રો નિભાવનાર અભિનેતા સુનીલ ગ્રોવરને તાજેતરમાં મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુનીલ ગ્રોવરના હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમની સર્જરી મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવી છે.

જોકે હજુ સુધી એ જાણ નથી થઈ કે સુનીલ ગ્રોવર ને શું થયું હતું, જેના કારણે તેમની હાર્ટ સર્જરી કરવી પડી છે. ઈટાઈમ્સ મુજબ જ્યારે હોસ્પિટલમાં સંપર્ક કરીને સુનીલ ગ્રોવર વિશે જાણવા માંગ્યું, ત્યારે તેમણે કન્ફર્મ કર્યું કે અભિનેતા અહીં દાખલ છે. જો કે આ ઉપરાંત કંઈપણ જણાવવાની તેમણે મનાઈ કરી.

અભિનેત્રી-ટીવી શો હોસ્ટ સિમી ગ્રેવાલ એ પણ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. સ્ક્રીન પર હંમેશા લોકોને હસાવનાર સુનીલ ગ્રોવર અંદરથી બીમાર હતા, તેમણે આ વાતની ભનક લાગવા દીધી નહિં. હવે અચાનક તેમના હૃદયના ઓપરેશનના સમાચારે કોમેડિયનના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સુનીલ ગ્રોવરના જેવા હોસ્પિટલમાં દાખલ થવાના અને હાર્ટ સર્જરીના સમાચાર આવ્યા તો ચાહકો તેમના માટે ઝડપથી સ્વસ્થ થવા અને ઘરે પરત ફરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. વિરલ ભાયાની દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ પર ચાહકો સુનીલ ગ્રોવરના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. છેવટે સુનીલને શું થયું હતું અને સર્જરી શા માટે કરવી પડી.

સૂત્રો મુજબ સુનીલના હૃદયમાં બ્લોકેજ હતું, આવી સ્થિતિમાં અભિનેતાએ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો. સૂત્રો મુજબ ‘તેમણે પોતાની તબિયત ખરાબ હોવા છતાં પુણેમાં પોતાની આગમી વેબ સીરીઝનું શીટિંગ કર્યું. શુટીંગ પૂર્ણ કર્યા પછી સુનીલ ખૂબ જ પ્રોફેશનલ રીતે કોઈ અવાજ કર્યા વગર સારવાર માટે નીકળી ગયા. જોકે તેના કેટલાક સીન બાકી હતા જેને સુનીલ એ પોતાના કમિટમેંટ મુજાબ પૂર્ણ કર્યા.

સુનીલ ગ્રોવર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફની વીડિયો પોસ્ટ કરતા રહે છે. પરંતુ છેલ્લા એક એઠવાડિયાથી સુનીલ ગ્રોવરે ઈન્સ્ટાગ્રામ પર કંઈપણ પોસ્ટ કર્યું નથી. કારકિર્દીની વાત કરીએ તો સુનીલ ગ્રોવરે કપિલના શો ઉપરાંત ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું હતું. ‘તાંડવ’ અને ‘સનફ્લાવર’માં તેની એક્ટિંગથી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુનીલ ગ્રોવર પણ થોડા દિવસો પહેલા શિમલામાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહ્યા હતા અને ત્યાંથી તેમણે એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.