હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ બંનેના લગ્ન સુનિલ શેટ્ટીના ખંડાલામાં આવેલા ફરમહાઉસમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા.
આ દરમિયાન આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. આ દરમિયાન અભિનેતા સુનીલ શેટ્ટીની પણ એક તસવીર સામે આવી છે, જેમાં તે પોતાની પુત્રી આથિયાના લગ્નની ખુશીમાં સુંદર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
સુનીલ શેટ્ટીએ આથિયા અને કેએલ રાહુલના લગ્નમાં કર્યો ખૂબ ડાંસ: ગઈ 23 જાન્યુઆરીના રોજ સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા ફાર્મહાઉસ પર આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નનું ફંક્શન રાખવામાં આવ્યું છે. આ પહેલા આ જગ્યા પર આ કપલના પ્રી વેડિંગ ફંક્શનનું પણ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
આવી સ્થિતિમાં, તાજેતરમાં આથિયા શેટ્ટીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની સંગીત સેરેમનીની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અથિયાના પિતા અને અભિનેતા સુનીલ શેટ્ટી પોતાની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સુનીલ શેટ્ટીના ડાન્સની આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ચાહકો સુનીલ શેટ્ટીની આ સ્ટાઇલ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ આથિયા શેટ્ટીની સંગીત સેરેમનીની આ તસવીરને પણ ચાહકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીએ આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
લગ્નમાં ઈમોશનલ થઈ ગયા હતા સુનીલ શેટ્ટી: ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં 23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીએ પોતાની પુત્રી આથિયાનો હાથ રાહુલના હાથમાં સોંપી દીધો છે.
બોલિવૂડ લાઈફના સમાચાર મુજબ, આથિયા શેટ્ટીના લગ્ન દરમિયાન અભિનેતા સુનીલ શેટ્ટી ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા. ખરેખર, રાહુલ અને આથિયાના ફેરા દરમિયાન સુનીલ શેટ્ટીની આંખો ભીની થઈ ગઈ હતી અને તે પોતાના આંસુ રોકી શક્યા નહીં.