સામે આવી ‘અંજલી ભાભી’ ની બોલ્ડ તસવીરો, બિકિનીમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ આપી રહી છે ટક્કર, જુવો તેમની બોલ્ડ તસવીરો

મનોરંજન

છેલ્લા 13 વર્ષથી ચાહકોનું ખૂબ મનોરંજન કરી રહેલો ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ દરેકનો ફેવરિટ શો છે. કોમેડી આધારિત આ શોએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને સતત બનાવી રહ્યો છે. 28 જુલાઈ 2008 ના રોજ આ શોની શરૂઆત થઈ હતી અને આ શો અત્યાર સુધી સતત ચાલી રહ્યો છે. આ 13 વર્ષોમાં શો એ ટીવીની દુનિયા પર ખૂબ ધૂમ મચાવી છે.

દરેક ઉંમરના લોકોને આ કોમેડી શો ખૂબ પસંદ આવે છે. તેના દરેક પાત્રને દર્શકો પસંદ કરે છે. સમયાંતરે કલાકારોને કોઈ કારણસર શોનો સાથે છોડવો પડ્યો પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો ન આવ્યો. અત્યાર સુધી ઘણા પાત્રોના કલાકારો બદલાઈ ચુક્યા છે. પહેલા શોમાં અંજલી મેહતાના પાત્રમાં અભિનેત્રી નેહા મહેતા જોવા મળી હતી, જ્યારે હવે સુનૈના ફોજદાર જોવા મળે છે.

જણાવી દઈએ કે નેહા મેહતાને શોમાં ‘અંજલી મેહતા’ ના પાત્રથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. તે લાંબા સમય સુધી શોનો ભાગ રહી હતી અને તેમણે ખૂબ સારું કામ કર્યું હતું જોકે થોડા વર્ષો પહેલા તે શો છોડી ચુકી છે. તેના પછી શોમાં નેહા મેહતાનું પાત્ર અભિનેત્રી સુનૈના ફોજદાર નિભાવી રહી છે. ખાસ વત એ છે કે સુનૈના આ પાત્રમાં નેહાની જેમ ખરી ઉતરી છે અને તેમણે આ પાત્રની લોકપ્રિયતાને જાળવી રાખી છે.

35 વર્ષની થઈ ચુકેલી સુનૈનાનો જન્મ 19 જુલાઈ 1986 ના રોજ મુંબઈમાં થયો હતો. પોતાના શ્રેષ્ઠ કામ અને સુંદરતાથી સુનૈનાએ દરેકને પોતાના દીવાના બનાવ્યા છે. શોમાં સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળતી સુનૈના રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.

સોશિયલ મીડિયા પર સુનૈના ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને અવારનવાર ચાહકોને પોતાનો હોટ અને ગ્લેમરસ લુક બતાવતી રહે છે. તેની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે અને તેને ચાહકોનો ખૂબ પ્રેમ મળે છે.

સુનૈનાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરીએ તો, તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની સુંદર તસવીરોથી ભરેલું છે. ઇન્સ્ટાગ્રામ પર સુનૈનાએ એક મજબૂત ફેન ફોલોઇંગ બનાવી રાખી છે. ઇન્સ્ટાગ્રામ પર તે અત્યાર સુધી 939 પોસ્ટ્સ શેર કરી ચુકી છે. 624 લોકોને ફોલો કરનાર અભિનેત્રીને ઇન્સ્ટાગ્રામ પર 6 લાખ 72 હજાર થી વધુ લોકો ફોલો કરે છે.

બિકિની પહેરીને મચાવી ચુકી છે ધૂમ: સુનૈના ઘણી વખત બિકીનીમાં પણ જોવા મળી ચુકી છે. એકવાર તેમણે ગુલાબી બિકીનીમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી.