અમેરિકામાં કરોડોના ઘરમાં રહે છે શાહરૂખ ખાનની પુત્રી સુહાના, વિદેશમાં રહીને કરી રહી છે આ કામ

બોલિવુડ

હિન્દી સિનેમાના ખૂબ જ લોકપ્રિય અભિનેતા શાહરૂખ ખાન પૂરી દુનિયામાં ઓળખ ધરાવે છે. પોતાની 30 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં શાહરૂખ ખાને સારું નામ કમાવ્યું છે અને તે કમાણીની બાબતમાં પણ ભારતીય કલાકારોને પાછળ છોડી દે છે. શાહરૂખની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ટોપ અમીર અભિનેતાઓમાં થાય છે.

શાહરૂખ ખાનને હિન્દી અને ભારતીય સિનેમાના સૌથી અમીર અભિનેતા માનવામાં આવે છે. સાથે જ દુનિયાના સૌથી અમીર અભિનેતાઓમાં પણ તેમનું નામ આવે છે, પરંતુ જો તમને કહીએ કે શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ તેના પિતાની જેમ કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે, તો કદાચ તમને આશ્ચર્ય થશે નહીં.

સુહાના ખાન પોતાના પિતાની જેમ જ એક લક્ઝરી લાઈફ જીવે છે અને તે મોંઘી-મોંઘી કારમાં મુસાફરી કરે છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન 21 વર્ષની થઈ ચુકી છે. સુહાનાનો જન્મ 22 મે 2000ના રોજ મુંબઈમાં થયો હતો. અવારનવાર સુહાનાના હિન્દી સિનેમામાં ડેબ્યૂ ના સમાચાર આવતા રહે છે.

શાહરૂખની લાડલી સુહાના લૂકમાં પણ ખૂબ જ સુંદર છે. અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે, જે લોકોને ખૂબ પસંદ આવે છે. સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર તે પોતાના ફોલોઅર્સ સાથે પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. બોલિવૂડમાં પગ ન મૂક્યો હોવા છતાં તેને લાખોની સંખ્યામાં લોકો પસંદ અને ફોલો કરે છે.

ઈન્સ્ટાગ્રામ પર સુહાના ખાન કોઈ બોલિવૂડ સેલિબ્રિટીની જેમ લોકપ્રિયતા ધરાવે છે. સુહાનાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ બનાવી રાખી છે. ઈન્સ્ટા પર તેને 24 લાખ (2.4 મિલિયન) થી પણ વધુ લોકો તેને ફોલો કરે છે. સાથે જ અત્યાર સુધીમાં 59 પોસ્ટ શેર કરી ચુકેલી સુહાના ઈંસ્ટા પર 795 લોકોને ફોલો કરે છે.

અત્યારે અભ્યાસ કરી રહી છે સુહાના: 21 વર્ષની થઈ ચુકેલી સુહાના ખાન અત્યારે અભ્યાસ કરી રહી છે. જણાવી દઈએ કે સુહાના અમેરિકાના ન્યૂયોર્કમાં રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. ન્યૂયોર્કમાં સુહાનાએ પોતાનું ઘર ખરીદ્યું છે. માહિતી મુજબ સુહાનાના ઘરની કિંમત 35 કરોડ રૂપિયા છે. સુહાનાના ઘરમાં સુખ-સુવિધાની દરેક ચીજો હાજર છે.

મોંઘી અને લક્ઝરી કારમાં મુસાફરી કરે છે સુહાના: સુહાના એક લક્ઝરી લાઈફ જીવે છે. કરોડો રૂપિયાના ઘરમાં રહેવાની સાથે જ સુહાના લક્ઝરી અને મોંઘી-મોંઘી કારમાં ફરવાનું પસંદ કરે છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ સુહાના પાસે રેન્જ રોવર અને લેમ્બોર્ગિની જેવી કિંમતી કાર છે. આ ઉપરાંત પણ તેની પાસે અન્ય ઘણી કાર છે.

ત્રણ બાળકોના પિતા છે શાહરૂખ ખાન: જણાવી દઈએ કે શાહરૂખ ખાને થોડા વર્ષોના અફેર પછી વર્ષ 1991માં ગૌરી ખાન સાથે લગ્ન કર્યા હતા. હિન્દી સિનેમામાં પ્રવેશ કરતાતા પહેલા જ શાહરૂખે લગ્ન કરી લીધા હતા. શાહરૂખ અને ગૌરી ખાન ત્રણ બાળકોના માતા-પિતા છે. બંને પુત્રી સુહાના તેમજ બે પુત્રોના માતા-પિતા છે. કપલના મોટા પુત્રનું નામ આર્યન ખાન છે, જે 23 વર્ષનો છે. સાથે જ નાના પુત્રનું નામ અબરામ ખાન છે, તે 8 વર્ષનો છે. આર્યનનો જન્મ વર્ષ 1997માં થયો હતો જ્યારે અબરામનો જન્મ વર્ષ 2013માં સરોગસી દ્વારા થયો હતો.