સાઢેસાતી અને ઢૈય્યાથી પીડિત લોકો ગુરૂ પૂર્ણિમા પર કરો આ ઉપાય, થઈ જશે શનિની અસર ઓછી

ધાર્મિક

દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ‘ગુરુ પૂર્ણિમા’ ઉજવવામાં આવે છે. આ દિવસે મહાભારતનાં લેખક મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. આ વર્ષે 23 જુલાઇએ ગુરુપૂર્ણિમાનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર આખા ભારતમાં ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે અને આ દિવસે લોકો તેમના ગુરુઓની પૂજા કરે છે. મહર્ષિ વ્યાસને આદિગુરુ માનવામાં આવે છે. તેથી જ તેનો જન્મ આ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા પર વિશેષ સંયોગ પણ બની રહ્યો છે અને આ દરમિયાન શનિદેવની પૂજા કરવી ખૂબ ફળદાયી સાબિત થશે.

ગુરુ પૂર્ણિમા પર બની રહ્યો છે આ વિશેષ યોગ: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુપૂર્ણિમાના દિવસે શનિપૂજાનો વિશેષ યોગ બની રહ્યો છે. આ યોગમાં શનિદેવની પૂજા કરવાથી શનિનાની ઢૈય્યા અને સાઢે સાતીના પ્રકોપને ઓછો કરી શકાય છે. આ સમયે ધન, મકર અને કુંભ પર સાઢે સાતી ચાલી રહી છે. જ્યારે મિથુન અને તુલા રાશિના લોકોને ઢૈય્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આ યોગ દરમિયાન શનિદેવની પૂજા જરૂર કરો અને ગુરુ પૂર્ણિમાના દિવસે નીચે જણાવેલ ઉપાય કરો. એ ફાયદાકારક સાબિત થશે.

કરો આ ઉપાય: ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવાથી શનિની ખરાબ અસર ઓછી થવા લાગે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે. કુંડળીમાં શનિની સાઢે સાતી અને ઢૈય્યા શરૂ થવા પર લોકોને દરેક ક્ષેત્રમાં નુક્સાન થવા લાગે છે. પારિવારિક, સામાજિક, આર્થિક, કારકિર્દી જેવા બધા ક્ષેત્રો પર ખરાબ અસર પડે છે. આ મુશ્કેલીઓને ઓછી કરવા માટે તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરો. ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડની પૂજા કરો. પૂજા કરતી વખતે, ઝાડની 7 પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રના જાપ કરો. આ ઉપાય ગુરુ પૂર્ણિમા ઉપરાંત તમે દરેક શનિવારે પણ કરો. આ ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે.

કાળી ચીજો શનિદેવને ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં તેમની પૂજા કરતી વખતે તેમને કાળા રંગની ચીજો જેમ કે કાળા તલ, કાળું કપડું વગેરે અર્પણ કરો. આ ઉપરાંત ગુરુપૂર્ણિમાના દિવસે કાળા તલને જળમાં મિક્સ કરીને શિવલિંગનો આ જળથી અભિષેક કરો. ભગવાન શિવની પૂજા કરવાથી શનિ ગ્રહની અશુભ અસર ઓછી થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો. સરસવના તેલથી કૂતરાની રોટલી ખવડાવવાથી આ ગ્રહ શાંત રહે છે.

ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી શનિદેવની પૂજા કરો. શનિદેવની પૂજા કર્યા પછી ગરીબોને સરસવનું તેલ, લોખંડની બનેલી ચીજો, કાળી દાળ, કાળા કપડાંનું દાન કરો. ત્યાર પછી પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.

હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવની ખરાબ અસર ઓછી થઈ જાય છે. આ દિવસે મંદિરમાં જઇને દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાનજીને સરસવનું તેલ ચળાવો.