જે લોકોનું નસીબ તેમની સાથે હોય છે, તે લોકોને સફળતા જરૂર મળે છે. રોજિંદા જીવનમાં એવા ઘણા સંકેત હોય છે, જે આ તરફ ઈશારો કરે છે કે તમારું નસીબ તમારી સાથે છે અને તમારા પર ભગવાનના આશીર્વાદ છે. જો તમને પણ નીચે જણાવેલા સંકેત મળે છે, તો સમજી લો કે તમે ભાગ્યશાળી છો અને તમે જે કાર્ય હાથમાં લેશો તેમાં માત્ર સફળતા જ મળશે.
દૂધનું દેખાવું: સવારે ઉઠતાની સાથે જ જો અચાનક દૂધ કે દહીં જોવા મળે તો સમજી લો કે તમે ભાગ્યશાળી છો અને તમારું નસીબ તમારી સાથે છે. જો તમે સવારના સમયે ક્યાંક જઈ રહ્યા છો અને સામેથી કોઈ દૂધ લઈને આવતા જોવા મળે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે.
દીવાનું તેજ પ્રગટવું: પૂજા કરતી વખતે જો તમારા દ્વારા પ્રગટાવેલા દીવાની જ્યોત તેજ થઈ જાય અને દીવો સારી રીતે પ્રગટે, તો તે એક શુભ સંકેત છે અને આ સંકેતનો અર્થ હોય છે કે તમારા પર ભગવાનના આશીર્વાદ છે.
અગરબત્તીનો ધુમાડો: જો ભગવાનની સામે પ્રગટાવવામાં આવેલી અગરબત્તીનો ધુમાડો ભગવાનની મૂર્તિઓ તરફ જાય છે, તો તેનો અર્થ એ છે કે તમારું નસીબ તમારી સાથે છે.
કાંકરા- પત્થરનું મળવું: ઘરની આસપાસ ખોદકામ કરવા પર, જો જમીનની અંદરથી જૂના પત્થરો મળે તો તે પણ એક શુભ સંકેત હોય છે. તે જ રીતે જો પાકેલી આખી ઈંટ ખોદકામ કરવા દરમિયાન મળે તો તેનો અર્થ હોય છે કે તમારું ઘર તમારા માટે ખૂબ જ લકી છે.
ગાયનું આગમન: ઘરની બહાર અચાનક કોઈ સફેદ ગાય આવે, તો તેનો અર્થ એ છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે. ગાય ઘરની બહાર આવવા પર તેની સેવા કરો અને તેને રોટલી જરૂર ખવડાવો.
પક્ષીઓ આવે: જો ઘરની છત પર પક્ષીઓ આવતા રહે છે તો તે શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા ઘર પર ભગવાનનો વાસ છે અને ભગવાન તમારી સાથે છે. જ્યારે પક્ષીઓ આવે ત્યારે તમે તેને પાણી અને ખાવાની ચીજો જરૂર નાખો.
ઘરમાં રોનક લાગી રહે: જે લોકોના ઘરમાં લોકો આવતા જતા રહે છે, તે ઘરના લોકોનું નસીબ ચમકતું રહે છે. તેથી જો તમારા ઘરે મહેમાનો આવે છે, તો તે પણ એક સારો સંકેત માનવામાં આવે છે અને તેનો અર્થ એ પણ છે કે તમારા ઘરમાં બરકત થશે.
સ્વપ્નમાં જોવા મળે ભગવાન: જો તમને સ્વપ્નમાં ભગવાન જોવા મળે અથવા તમે સ્વપ્નમાં કોઈ દેવી-દેવતા સાથે વાત કરો તો તે પણ શુભ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે ભગવાન તમારી સાથે છે અને ભગવાનના આશીર્વાદ તમારા પર છે.
મંદિર દેખાવું: સ્વપ્નમાં મંદિર દેખાવું અથવા પૂજા કરવી પણ ભાગ્યશાળી હોવાના સંકેત હોય છે. આ સંકેતનો અર્થ એ છે કે તમારું નસીબ ખૂબ જ સારું છે અને તમને જીવનમાં માત્ર પ્રગતિ મળશે. દરેક રસ્તામાં ભગવાન તમારો સાથ આપશે.
તારાઓનું દેખાવું: સ્વપ્નમાં તારાઓનું દેખાવું એ પણ આ તરફ ઈશારો કરે છે કે તમારું નસીબ લાખોમાં એક છે અને તમારું નસીબ તમારી સાથે છે.