અચાનક મુંબઈ છોડી પત્ની સાથે વિદેશ રવાના થયા સંજય દત્ત, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

બોલિવુડ

અભિનેતા સંજય દત્ત અચાનક પોતાની પત્ની માન્યતા દત્ત સાથે મુંબઇ છોડીને વિદેશ ચાલ્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે બંને સાંજે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા વિદેશ જવા રવાના થયા છે. સમાચારો અનુસાર, આ બંને કાલે સાંજે 4 વાગ્યે મુંબઇથી દુબઇ જવા રવાના થયા છે. જણાવી દઈએ કે અભિનેતા સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે અને 11 ઓગસ્ટ 2020 ના રોજ સંજય દત્ત પોતે આ વિશે માહિતી આપી હતી.

કોરોના વાયરસને કારણે સંજય દત્ત મુંબઇમાં જ પોતાની સારવાર કરાવી રહ્યા છે અને તેની એક ખાનગી હોસ્પિટલમાં કીમોથેરેપી ચાલી રહી છે. જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. તે જ સમયે, અચાનક સંજય દત્ત દેશની બહાર ચાલ્યા ગયા છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ સંજય દત્ત પોતાના બાળકોને મળવા માટે દુબઈ રવાના થયા છે. ખરેખર સંજય દત્તનાં બાળકો શહરાન અને ઇકરા હાલમાં દુબઈમાં છે અને તેમનો અભ્યાસ કરી રહ્યા છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર તેમના બાળકોને મળવા માટે જ સંજય દત્ત તેની પત્ની સાથે દુબઈ ગયા છે અને આશા છે કે તે બંને 7 થી 10 દિવસ પછી મુંબઈ પાછા ફરશે.

બિમાર હોવા છતા પણ ચાલુ રાખ્યું કામ:કેન્સર હોવા છતા પણ સંજય દત્તે તેના કામ સાથે કોઈ બાંધછોડ કરી નથી અને તે હજી પણ તેની આગામી ફિલ્મોનું કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. તેણે તાજેતરમાં જ તેની એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

સંજય દત્તને લાંબા સમયથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવ્યા હતા. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને કોરોના વાયરસ થયો છે. પરંતુ પછી સંજય દત્તે જાણ કરી કે તેમને ફેફસાંનું કેન્સર છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની સારવાર માટે સંજય દત્ત અમેરિકા જવાનું પણ વિચારી રહ્યા હતા. પરંતુ કોરોના વાયરસને કારણે ડોકટરોએ તેમને મુંબઇમાં રહીને જ સારવાર કરાવવાની સલાહ  આપી. ત્યાર પછી તેણે મુંબઈની હોસ્પિટલમાં સારવાર શરૂ કરી. જો કે સંજય દત્તનું કેન્સર કયા તબક્કે છે. આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું કેન્સર ત્રીજા તબક્કામાં પહોંચી ગયુંછે.

Leave a Reply

Your email address will not be published.