શું તમે જાણો છો ભગવાન વિષ્ણુજીને સુદર્શન ચક્ર કેવી રીતે પ્રાપ્ત થયું હતું? જાણો આ સુદર્શન ચક્રની કથા

ધાર્મિક

દરેક વ્યક્તિએ વિષ્ણુજીના અવતારો વિશે સાંભળ્યું જ હશે, ભગવાન વિષ્ણુજી જ્યારે જ્યારે પાપનો ભાર વધ્યો છે ત્યારે કોઈને કોઈ અવતારમાં આ પાપનો નાશ કરવા માટે આવ્યા છે. ભગવાન વિષ્ણુજીનું સૌથી અદમ્ય શસ્ત્ર સુદર્શન ચક્ર છે અને પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે આ ચક્ર એ દેવોના રક્ષણ અને રાક્ષસોના નાશમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી છે. ભગવાન વિષ્ણુજી પાસે જે સુદર્શન ચક્ર છે તેને એકવાર છોડ્યા પછી તે તેના લક્ષ્યનો પીછો કરે છે અને ત્યાં સુધી પાછું નથી આવતું જ્યાં સુધી તેના લક્ષ્યનો અંત ન કરે. તે તેના લક્ષ્યને સમાપ્ત કર્યા પછી તે ફરીથી તેની જગ્યાએ આવે છે આ સુદર્શન ચક્ર હંમેશા ભગવાન વિષ્ણુની તર્જની આંગળીમાં જોવા મળે છે. આ ચક્ર સૌ પ્રથમ વિષ્ણુજીને પ્રાપ્ત થયું હતું, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુ પાસે કેવી રીતે આવ્યું? તો આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્રની પ્રાપ્તિ પાછળની પ્રચલિત કથાઓ વિશે જણાવીશું.

લોકપ્રિય કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે જ્યારે રાક્ષસોના અત્યાચાર ખૂબ વધી ગયા હતા, ત્યારે બધા દેવતાઓ શ્રી હરિ વિષ્ણુજી પાસે પહોંચ્યા, ત્યારે ભગવાન વિષ્ણુજી એ કૈલાસ પર્વત જઈને ભગવાન શિવજીની આરાધના કરી હતી અને વિષ્ણુજી એ શિવની પૂજા કરતી વખતે કમળ અર્પણ કર્યા હતા, ત્યારે ભગવાન શિવ વિષ્ણુજીની કસોટી કરવા માટે તેમના લાવેલા કમળમાંથી એક કમળ છુપાવી દીધું. વિષ્ણુજી શિવજીની આ માયાને સમજી શક્યા નહીં, ત્યારે વિષ્ણુજી એ કમળની પૂર્તિ કરવા માટે એક આંખ કાઢીને, શિવજીને અર્પણ કરી હતી. ભગવાન વિષ્ણુની આ અપાર ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને વિષ્ણુજીને અદમ્ય શસ્ત્ર સુદર્શન ચક્ર આપ્યું, તે સાથે શિવજી એ એમ પણ કહ્યું કે નિર્ભય રીતે દુશ્મનો નો નાશ કરો, ત્યારે આવી રીતે ભગવાન વિષ્ણુજી એ રાક્ષસોનો નાશ કર્યો હતો.

ભગવાન શિવજીએ સુદર્શન ચક્રનું નિર્માણ કર્યું હતું જે પછી વિષ્ણુજીને સોંપી દીધું હતું, જેને વિષ્ણુજીએ દેવી પાર્વતીને આવ્યું હતું, સુદર્શન ચક્રના સંબંધમાં, એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના શ્રી કૃષ્ણ અવતારમાં તેને આ ચક્ર પરશુરામ પાસેથી પ્રાપ્ત થયું હતું. સુદર્શન ચક્ર સિવાય અન્ય ચક્રોના નામ પુરાણોમાં છે. જે કંઈક અવી રીતે છે, જેમ કે શિવ ના ચક્રનું નામ ભવરેંદુ, વિષ્ણુના ચક્રનું નામ કાંતા. આ રીતે ભગવાન વિષ્ણુને રાક્ષસોનો અંત કરવા માટે ભગવાન શિવજીએ સુદર્શન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.