શારીરિક વિકલાંગતા સાથે સંધર્ષ કરી રહ્યા છે આ 6 બોલિવૂડ સ્ટાર્સ, 6 નંબરના સ્ટારને તો છે બે અંગુઠા

બોલિવુડ

એવું કહેવામાં આવે છે કે મનની હાર એ હાર છે અને મનની જીત એ જીત છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે આ કહેવત સાબિત કરી છે. તેની શારીરિક વિકલાંગતાને પહોંચી વળીને તેણે બોલિવૂડમાં પોતાની જીતનો ધ્વજ લહેરાવ્યો છે. અહીં અમે તમને બોલીવુડના આવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

સુધા ચંદ્રન: ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં સુધા ચંદ્રન જોવા મળી છે. સુધા ચંદ્રન એ આ વાતની જીવતી-જાગતી મિશાઈલ છે કે શારીરિક વિકલાંગતા તમારો રસ્તો રોકી શકતી નથી, જો તમે માનસિક રીતે સંપૂર્ણ મજબૂત છો. સુધા ચંદ્રન જ્યારે 16 વર્ષની હતી ત્યારે એક અકસ્માતમાં તેમણે તેમનો પગ ગુમાવી દીધો હતો. છતાં તેણે હાર ન માની. તેણે કૃત્રિમ પગ લગાવ્યો. તે પછી તેણે માત્ર ભરતનાટ્યમની તાલીમ જ લીધી ન હતી, પરંતુ એક સફળ નર્તકી તરીકે તેની ઓળખ પણ બનાવી. તે ઘણી લોકપ્રિય સિરિયલોનો ભાગ રહી ચૂકી છે.

રાણા દગ્ગુબતી: રાણા દગ્ગુબતીએ જેટલી ઓળખ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બનાવી છે, તેટલી જ ઓળખ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ બનાવી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે તેને એક આંખથી દેખાતું નથી. બાળપણમાં એક રોગને કારણે રાણા દગ્ગુબતીની એક આંખ જતી રહી હતી. છતાં તેણે ક્યારેય પણ તેને પોતાની નબળાઈ બનવા ન દીધી. બાહુબલી ફિલ્મ પછી તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રખ્યાત બન્યો છે.

અર્શી ખાન: અભિનેત્રી અર્શી ખાન, જેને બિગ બોસથી લોકપ્રિયતા મળી છે, તેના ચહેરા પર એક કાળો ડાઘ છે. જેને હંમેશા વાળથી ઢાંકીને રાખે છે. તેના ચહેરાનો એક ભાગ હંમેશા ઢંકાયેલો જોવા મળશે. જોકે, અર્શીના આત્મવિશ્વાસમાં ક્યારેય પણ આ ડાઘને કારણે ઘટાડો થયો નથી.

બિપાશા બાસુ: તેની મનમોહક સ્ટાઈલ, તેની સુંદરતા અને તેના ગ્લેમરસ અંદાઝ માટે બોલિવૂડમાં બિપાશા બાસુ ખૂબ જ પ્રખ્યાત છે. તેની ફિટનેસ પર પણ તેમના ચાહકો ફિદા રહે છે. એક અકસ્માતમાં બિપાશા બાસુના ઘૂંટણને ઇજા થઈ હતી, ત્યાર પછી તેને જાણ થઈ કે તેના ઘૂંટણની હાલત 65 વર્ષની મહિલાના ઘૂંટણ જેવી થઈ ગઈ છે. બિપાશા ઘૂંટણના દર્દથી પીડાઈ રહી છે, પરંતુ છતા પણ તેણે આશા છોડી નથી.

ઇલિયાના ડિક્રુઝ: ઇલિયાના ડિક્રુઝ એક એવી બોલિવૂડ અભિનેત્રી છે જે તેની ગ્લેમરસ સ્ટાઈલ અને સ્લિમ ટ્રીમ બોડી માટે જાણીતી છે. તેને જોઈને તમે બિલકુલ અંદાજ નહિં લગાવી શકો કે તે બૉડી ડિસ્મોરફિક ડિસઓર્ડરનો શિકાર છે. તેણીએ પોતે જ કહ્યું છે કે ડિપ્રેશન અને એંગ્ઝાઈટી સાથે તો તેણે લડાઈ લડી જ છે, સાથે જ બૉડી ડિસ્મોરફિક ડિસઓર્ડર સાથે પણ તે લડાઈ લડી રહી છે. જેમાં તેના શરીરનું નીચેનું વજન વધતું જાય છે. શરૂઆતમાં તે થોડી નિરાશ જરૂર થઈ હતી, પરંતુ તેના મજબૂત ઈરદા સાથે તેણે સફળતા મેળવી.

રિતિક રોશન: રિતિક રોશનની ગણતરી બોલીવુડના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાં થાય છે. તમને તેના એક હાથમાં બે અંગૂઠા જોવા મળશે. ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ માં તેના હાથમાં બીજો અંગૂઠો જોવા મળ્યો હતો. જોકે, તેમની શરૂઆતની ફિલ્મોમાં તેને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. રિતિક રોશને ક્યારેય સર્ઝરીથી તેના આ અંગૂઠાને કઢાવ્યો નથી. તે તેની સાથે રહેવાનું પસંદ કરે છે.

1 thought on “શારીરિક વિકલાંગતા સાથે સંધર્ષ કરી રહ્યા છે આ 6 બોલિવૂડ સ્ટાર્સ, 6 નંબરના સ્ટારને તો છે બે અંગુઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *