64 વર્ષની ઉંમરે પણ મજબૂત છે સની દેઓલનો ‘અઢી કિલો નો હાથ’ જાણો ફિટ રહેવા માટે શું ખાય છે

બોલિવુડ

‘યે ઢાઈ કિલો કા હાથ જબ પડતા હૈ તો આદમી ઉઠતા નહીં, ઉઠ જાતા હૈ’ સની દેઓલનો આ ડાયલોગ આજે પણ ફેમસ છે. ફિટનેસની વાત કરીએ તો સની તેની હેલ્થ પ્રત્યે ખૂબ જ જાગૃત રહે છે. આ જ કારણ છે કે 64 વર્ષની ઉંમરે પણ તે ખૂબ જ ફીટ લાગે છે. સની આજે 19 ઓક્ટોબરે પોતાનો 64 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને તેમના સારા સ્વાસ્થ્યનું રાજ અને જમવાનું રૂટિન જણાવવા જઈ રહ્યા છીએ.

સનીના સારા સ્વાસ્થ્યનું રહસ્ય તેના હેલ્ધી ડાયટમાં છુપાયેલું છે. તેઓ દિવસ દરમિયાન દર બે કલાકે કંઈક ને કંઈક ખાતા રહે છે. આ સિવાય તેઓ નિયમિત યોગ અને કસરત પણ કરે છે. સિગરેટ-દારૂ જેવા નશાથી સની દૂર રહેવાનું પસંદ છે. સનીને સ્પોર્ટસ ખૂબ જ પસંદ છે. તેઓ પોતાને ફીટ રાખવા માટે દરરોજ એક કલાક ટેબલ ટેનિસ રમે છે.

સનીનું માનવું છે કે ફીટ રહેવા માટે સ્પોર્ટસ ખૂબ સારી વસ્તુ છે. સનીને કમર દર્દની સમસ્યા છે. આ કારણોસર, તે ભારે કસરતો નથી કરતા. તેના વિકલ્પમાં તે વૉક, રનિંગ અને અન્ય આઉટડોર રમતો રમે છે. જ્યારે તેઓ ઘરની બહાર જાય છે ત્યારે જ્યારે તક મળે છે ત્યારે તે ટ્રેકિંગ પણ કરે છે. તેને સ્વિમિંગ કરવું પણ ખૂબ ગમે છે.

એક ઇન્ટરવ્યૂમાં સનીએ પોતાના ડાયટનો ખુલાસો પણ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે તેઓ દરરોજ સવારે નાસ્તામાં ચણાનો લોટ, બાજરી અને મકાઈના લોટથી બનાવેલી રોટલી ખાય છે. તેઓ આ રોટલીઓને દહીં, માખણ, ચટણી અને લસ્સી સાથે લે છે. આ સિવાય તેને સફરજનમાં દહીં મિક્ષ કરીને ખાવાનું પણ પસંદ છે.

સની મોટાભાગે શાકાહારી ખોરાક લેવાનું પસંદ કરે છે. જો માંસાહારી ખોરાક હોય તો તેઓ માત્ર ચિકન જ ખાય છે. શાકમાં તેને બટાકા અને કોબીનું શાક પસંદ છે. બપોરના ભોજનમાં તેઓ રોટલી, દાળ, ભાત, શાક અને પાપડ ખાવાનું પસંદ કરે છે. લંચ અને ડિનરની વચ્ચે, તેઓ સ્પ્રાઉટ્સ, દૂધ અથવા દહીંનું સેવન કરે છે. આ સિવાય તેને મેથીના પરાઠા ખૂબ પસંદ છે.

સની કહે છે કે નિયમિત એક્સરસાઇઝ, હેલ્ધી ડયટ અને આરામ, જો ત્રણેયની કાળજી લેવામાં આવે તો તમે વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ જીવન પસાર કરી શકો છો. તેઓ મીઠાઈઓ, જંક ફૂડ, આલ્કોહોલ, સિગારેટ અને અન્ય વ્યસનથી દૂર રહેવાની સલાહ આપે છે.

1 thought on “64 વર્ષની ઉંમરે પણ મજબૂત છે સની દેઓલનો ‘અઢી કિલો નો હાથ’ જાણો ફિટ રહેવા માટે શું ખાય છે

Leave a Reply

Your email address will not be published.