કથા મહાદેવના તે શિવલિંગની જે દર 12 વર્ષે વીજળી પડવાથી તૂટી જાય છે અને માખણથી જોડાઈ જાય છે.

ધાર્મિક

આ ધરતી પર ભારત ભૂમિ એકમાત્ર એવી જગ્યા છે. જેના કણ કણમાં શંકર હોવાની માન્યતા છે. આપણો દેશ પ્રાચીન કાળથી જ ધર્મ અને આધ્યાત્મિકતામાં વિશ્વાસ ધરાવે છે. આ એકમાત્ર પવિત્ર ભૂમિ છે. જેના પર ભગવાને માનવ રૂપમાં અવતાર લીધા છે. એવું માનવામાં આવે છે કે ભારતના દરેક ખૂણામાં ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી કથાઓ અને માન્યતાઓ છે. આ માંથી એક જગ્યા પહાડની વાદીઓમાં આવેલું હિમાચલ પ્રદેશ છે.

જો કે હિમાચલ પ્રદેશમાં ઘણા દેવી-દેવતાઓનાં મંદિરો છે, પરંતુ કેટલાક મંદિરોની અંદર અદ્ભુત રહસ્યો છે. જેના કારણે તે “દેવ ભૂમિ” તરીકે પણ ઓળખાય છે. દેવભૂમિમાં એવા ઘણા પ્રખ્યાત મંદિરો છે, જેની પોતાની વિશેષતા છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ એક એવા જ મંદિર વિશે જે હિમાચલ પ્રદેશના કુલ્લુ શહેરમાં બ્યાસ અને પાર્વતી નદીના સંગમ પાસે ઉંચા પર્વત પર આવેલું છે. ભગવાન શંકરનું આ એક રહસ્યમય મંદિર છે, જેના વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. મહાદેવના આ મંદિર સાથે આ એક વાત જોડાયેલી છે કે દર 12 વર્ષ પછી આ મંદિર પર વીજળી પડે છે, પરંતુ છતા પણ મંદિરને કોઈ નુક્સાન થતું નથી અને ભક્તો પર પણ તેની કોઈ અસર થતી નથી. તો ચાલો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે વિગત વાર.

પૌરાણિક માન્યતાઓ અનુસાર આ શિવ મંદિર જે ખીણ પર આવેલું છે, તે સાપ આકારમાં છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથે આ સાપનો વધ કર્યો હતો. આ મંદિર પર દર 12 વર્ષે એકવાર ભયંકર વીજળી પડે છે. વીજળી પડવાના કારણે મંદિરનું શિવલિંગ ખંડિત થઈ જાય છે. ત્યાર પછી મંદિરના પૂજારી ખંડિત શિવલિંગ પર માખણ લગાવે છે, જેથી મહાદેવને પીડાથી રાહત મળે. આ મંદિર સાથે જોડાયેલી એક બીજી ધાર્મિક કથા પણ છે, જે મુજબ આ ખીણ પર એક “કુલાન્ત” નામનો રાક્ષસ રહેતો હતો. રાક્ષસ કુલાન્ત એક વખત અજગરનું રૂપ ધારન કરીને ‘મથાળ ગામ’ પાસે બ્યાસ નદીમાં કુંડલી મારીને બેસી ગયો, જેનાથી નદીનો પ્રવાહ અટકી ગયો અને પાણી ત્યાં વધવા લાગ્યું. તેની પાછળ તેનો હેતુ એ હતો કે અહીં રહેતા દરેક જીવ-જંતુ પાણીમાં ડૂબીને મરી જાય. આ જોઈને દેવોના દેવ મહાદેવ ગુસ્સે થયા. ત્યાર પછી મહાદેવે એક માયા રચી. ભગવા શિવ રાક્ષસ પાસે ગયા અને કહ્યું કે તેની પૂછમાં આગ લાગી છે.

મહાદેવની વાત સાંભળીને રાક્ષસે પાછળ જોતાંની સાથે જ શિવાજીએ “કુલાન્ત” ના માથા પર ત્રિશૂલ પર હુમલો કર્યો અને તે ત્યાં જ મરી ગયો. એવું કહેવામાં આવે છે કે જેના પછી રાક્ષસનું વિશાળ શરીર એક પર્વતમાં પરિવર્તિત થયું, જેને આજે આપણે “કુલ્લુનો પર્વત” કહીએ છીએ. કુલાન્તનો વધ કર્યા પછી ભગવાન શિવએ ઇન્દ્રદેવને કહ્યું કે દર 12 વર્ષે અહીં વીજળી પડે. આ કરવા માટે ભગવા શિવજીએ એટલા માટે કહ્યું, જેથી જાન-માલનું નુક્સાન ન થાય. ભગવાન પોતે વીજળીનો ઝટકો સહન કરીને પોતાના ભક્તોની રાઅ કરે છે. એવી માન્યતાઓ સદીઓથી ચાલી આવી રહી છે અને દર વર્ષે અહીં વીજળી જરૂર પડે છે.

આ મંદિર સુધી પહોંચવાના રસ્તાની વાત કરીએ તો કુલ્લુથી મંદિરનો રસ્તો લગભગ 7 કિલોમીટરનો છે. શિવરાત્રી પર અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. પહાડની વચ્ચે આવેલા આ શહેરનો ઇતિહાસ ભગવાન શિવ અને બિજલી મહાદેવ મંદિરની આસપાસ ફરે છે. આ જગ્યા સમુદ્ર સપાટીથી 2450 મીટરની ઉંચાઇ પર આવેલી છે. અહીં શિયાળામાં ભારે બરફવર્ષા થાય છે, પરંતુ આજે પણ શ્રદ્ધાળુઓ દર સીઝનમાં દૂર-દૂરથી દર્શન કરવા માટે આવે છે.