શું તમે જાણો છો કેવી રીતે થયો હતો સંસારમાં ભોલેનાથનો જન્મ, વાંચો ભોલેનાથના જન્મ સાથે સંકળાયેલી કથા

ધાર્મિક

આપણા 18 પુરાણો છે અને આ પુરાણોમાંથી આપણને ભગવાન વિષ્ણુ, મહેશ અને બ્રહ્માજી સાથે જોડાયેલી માહિતી મળે છે. આપણા આ 18 પુરાણોમાં, આ ત્રણ ભગવાન એટલે કે ત્રિદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણોમાં જ આ ભગવાનના જન્મ વિશે પણ લખવામાં આવ્યું છે. જોકે આ પુરાણોમાં વિષ્ણુ અને શિવના જન્મ સાથે જોડાયેલી અલગ-અલગ કથાઓ લખવામાં આવી છે. આ પુરાણોમાં લખેલી ઘણી કથાઓ મુજબ આ પૃથ્વી પર વિષ્ણુ અને બ્રહ્મા પહેલા આવ્યા અને પછી શિવનો જન્મ થયો. શિવજીનો જન્મ કેવી રીતે થયો તેના વિશે અલગ-અલગ કથાઓ છે, જે નીચે મુજબ છે.

શિવ અને વિષ્ણુ પુરાણમાં લખેલી કથાઓ: શિવ પુરાણમાં શિવજીના જન્મ સાથે જોડાયેલી કથા અનુસાર, શિવજી સ્વયંભૂ છે. આ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે એકવાર શિવ તેમના પગની ઘૂંટી પર અમૃત લગાવી રહ્યા હતા, ત્યારે તેનાથી વિષ્ણુજીનો જન્મ આ સંસારમાં થયો હતો. વિષ્ણુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે શિવજીનો જન્મ વિષ્ણુજીના માથાના તેજથી થયો હતો.

વિષ્ણુ પુરાણમાં શિવના જન્મ વિશે લખેલી બીજી એક દંતકથા અનુસાર, એકવાર બ્રહ્માને એક બાળકની જરૂર હતી અને બાળક મેળવવા માટે તેણે તપ કરવાનું શરૂ કર્યું. બ્રહ્માજી તપ કરી રહ્યા હતા ત્યારે તેમના ખોળામાં શિવજી ભગવાન એક બાળકના રૂપમાં પ્રગટ થયા અને રડવા લાગ્યા. શિવજીના બાળ સ્વરૂપને રડતા જોઈને બ્રહ્માજીએ તેમને તેમના રડવાનું કારણ પૂછ્યું. જેના પર શિવજીએ કહ્યું કે તેમનું નામ ‘બ્રહ્મા’ નથી, તેથી તે રડી રહ્યા છે. ભગવાન શિવનો આ જવાબ સાંભળીને ભગવાન બ્રહ્મા હસવા લાગ્યા અને તેમણે શિવજીને ‘રુદ્ર’ નામ આપ્યું. પરંતુ આ નામ મળ્યા પછી પણ શિવજીએ રડવાનું બંધ કર્યું નહીં. ત્યાર પછી બ્રહ્માજી એ અન્ય ઘણા નામ આપ્યા પરંતુ તેમાંથી શિવજીને કોઈ નામ પસંદ ન આવ્યું અને છેવટે જેવું બ્રહ્મજી એ શિવ નામ આપ્યું તો બાળક ચુપ થઈ ગયું. આ સમય દરમિયાન, બ્રહ્માજીએ શિવજીને આઠ નામો કહ્યા હતા જે રૂદ્ર, શર્વ, ભાવ, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઇશાન અને મહાદેવ હતા.

એક અન્ય પુરાણ મુજબ એકવાર ઋષિ-મુનિઓએ જ્યારે શિવજીને પૂછ્યું કે તેના પિતાનું નામ શું છે, તો તેના જવાબમાં શિવજીએ કહ્યું કે તેમના પિતાનું નામ બ્રહ્મા છે અને તે મારા જન્મદાતા છે. શિવજીનો આ જવાબ સાંભળ્યાના થોડા દિવસ પછી ઋષિઓએ ભગવાન શિવને પૂછ્યું કે જો બ્રહ્મા તમારા પિતા છે તો તમારા દાદા કોણ છે? આ સવાલનો જવાબ આપતા શિવજીએ કહ્યું કે વિષ્ણુ તેમના દાદા છે. શિવજીનો આ જવાબ સાંભળ્યા પછી, ઋષિઓએ તેમને અન્ય એક સવાલ પૂછ્યો કે તો પછી તમારા પરદાદા કોણ છે, ત્યારે શિવજીએ તેનો જવાબ આપતા કહ્યું કે ‘ભગવાન શિવ’.

શ્રીમદ્ ભાગવતમાં લખેલી કથા: શ્રીમદ્ ભાગવતમાં શિવજીના જન્મ સાથે જોડાયેલી જે કથા લખેલી છે, તે અનુસાર તેમનો જન્મ તે સમયે થયો હતો જ્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે પોતાને શ્રેષ્ઠ જણાવતા લડાઈ થઈ હતી. શ્રીમદ ભાગવત માં લખવામાં આવ્યું છે કે જ્યારે આ બંને ભગવાન લડી રહ્યા હતા ત્યારે ભગવાન શિવજી પ્રગટ થયા અને તેમનો જન્મ થયો.

2 thoughts on “શું તમે જાણો છો કેવી રીતે થયો હતો સંસારમાં ભોલેનાથનો જન્મ, વાંચો ભોલેનાથના જન્મ સાથે સંકળાયેલી કથા

 1. I think what you published was very logical. But, consider this, suppose you were to create a killer headline?
  I mean, I don’t wish to tell you how to run your website, however suppose you added a post
  title to possibly grab a person’s attention? I mean શું તમે જાણો છો કેવી રીતે થયો હતો સંસારમાં ભોલેનાથનો જન્મ, વાંચો ભોલેનાથના
  જન્મ સાથે સંકળાયેલી કથા – Online88Media is
  kinda plain. You could glance at Yahoo’s front page and see how they create
  post titles to get people to click. You might add
  a video or a related picture or two to get people
  interested about everything’ve written. In my
  opinion, it might make your blog a little livelier.

 2. Excellent beat ! I wish to apprentice whilst you amend your web site, how can i subscribe for a weblog site?The account helped me a applicable deal. I have been tinybit acquainted of this your broadcast offered bright clear idea

Leave a Reply

Your email address will not be published.