છુટાછેડા પછી આજ સુધી સિંગલ છે આ 4 ક્રિકેટર, આ ક્રિકેટરે તો સલમાનની એક્સ સાથે કર્યા હતા લગ્ન

રમત-જગત

ક્રિકેટની દુનિયામાં એવા ઘણા ખેલાડીઓ રહ્યા છે જેમણે તેમની સુંદર રમતની સાથે સાથે તેમની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સ બનાવી છે. વર્લ્ડ ક્રિકેટમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમનું લગ્ન જીવન સફળ થઈ શક્યું નથી. આજે અમે તમને ક્રિકેટના કેટલાક એવા પ્રખ્યાત ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના પત્ની સાથેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી હવે આ બધા ક્રિકેટર સિંગલ છે.

મોહમ્મદ અઝહરુદ્દીન: 80 અને 90 ના દાયકામાં બોલિવૂડની સુંદર અભિનેત્રી રહી ચુકેલી સંગીતા બિજલાનીનું અફેયર એક સમયે સલમાન ખાન સાથે ચાલતું હતું. સલમાન સાથે બ્રેકઅપ પછી સંગીતા મોહમ્મદ અઝહરુદ્દીનની ખૂબ નજીક આવી ગઈ. મોહમ્મદના પરણિત હોવા છતાં તેણે સંગીતા બિજલાની સાથેની નિકટતા વધારી હતી, તો સંગીતા પણ અઝહરુદ્દીનને પસંદ કરવા લાગી હતી. સંગીતા માટે અઝહરુદ્દીને તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા અને પછી બંનેએ વર્ષ 1996 માં લગ્ન કર્યાં હતા. પરંતુ આ સંબંધ પણ 14 વર્ષ પછી વર્ષ 2010 માં સમાપ્ત થઈ ગયો હતો. બે છૂટાછેડા પછી મોહમ્મદે ત્રીજા લગ્ન કર્યા નથી.

મોહમ્મદ શમી: હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ બોલરોમાંના એક મોહમ્મદ શમીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. 30 વર્ષિય મોહમ્મદ શમી તેની રમતની સાથે તેની પર્સનલ લાઈફને લઈને હેડલાઇન્સ બનાવતો રહે છે. વર્ષ 2014 માં શમીએ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. જોકે, થોડા વર્ષો પછી હસીને શમી પર છેતરપિંડીનો આરોપ લગાવીને ખળભળાટ મચવ્યો હતો. ત્યાર પછી હસીન મોહમ્મદથી અલગ થઈ ગયો. હસીનથી છૂટાછેડા લીધા પછી મોહમ્મદ શમીએ બીજા લગ્ન કર્યા નથી. જણાવી દઈએ કે, બંનેની એક આઈરા નામની પુત્રી છે.

માઇકલ ક્લાર્ક: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઇકલ ક્લાર્ક પણ છૂટાછેડા લીધેલા છે. ઓસ્ટ્રેલિયાના સૌથી ચર્ચિત અને પ્રખ્યાત ક્રિકેટરોમાં શામેલ માઇકલ ક્લાર્કે કયલી ક્લાર્ક સાથે વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ત્રણ વર્ષ સુધી ચાલ્યા અને વર્ષ 2015 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. માઇકલે પણ છૂટાછેડા પછી બીજા લગ્ન કર્યા નથી. જણાવી દઈએ કે, માઇકલ ક્લાર્કનું નામ ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ બેટ્સમેન તરીકે લેવામાં આવે છે. ક્લાર્કે 115 મેચોમાં 8643 અને 245 વનડેમાં 7981 રન બનાવ્યા હતા.

સનથ જયસૂર્યા: સનથ જયસૂર્યાનું નામ માત્ર શ્રીલંકા જ નહીં પરંતુ વર્લ્ડ ક્રિકેટના શ્રેષ્ઠ અને સફળ બેટ્સમેનોમાં શામેલ છે. સનથ જયસૂર્યાએ શ્રીલંકાની ક્રિકેટ ટીમની કેપ્તનશીપ પણ સંભાળી છે. સનથે બે લગ્ન કર્યા હતા અને તેના બંને લગ્ન સફળ થઈ શક્યા નહિં. સનથ જયસૂર્યાએ પહેલા લગ્ન વર્ષ 1998 માં સુમુધુ કરુનાનાયકે સાથે કર્યા હતા. આ બંને વર્ષ 1999 માં જ અલગ થયા હતા. તો તેમણે વર્ષ 2000 માં સાન્દ્રા જયસૂર્યા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2012 માં, આ જોડીના પણ છૂટાછેડા થઈ ગયા હતા. બે છૂટાછેડા પછી, જયસૂર્યાએ ત્રીજી વખત લગ્નના બંધનમાં ન બંધાયા.