સાવકી બહેન ઈશા દેઓલના લગ્નમાં પહોંચી શક્યા ન હતા સની દેઓલ અને બોબી દેઓલ, જાણો શું હતું કારણ

બોલિવુડ

સની દેઓલ અને બોબી દેઓલનો સંબંધ તેમની સાવકી માતા હેમા માલિની અને તેની પુત્રીઓ ઇશા અને અહાના સાથે હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. સની દેઓલ અને બોબી દેઓલ તેમની સાવકી બહેન ઈશા દેઓલના લગ્નમાં પહોંચી શક્યા ન હતા તો આ બાબત પર અનેક પ્રકારની વાતો થઈ હતી. ધર્મેંદ્રને પણ મીડિયાએ સવાલ કર્યા હતા, પરંતુ દિગ્ગઝ અભિનેતા તેનો કોઈ જવાન આપી શક્યા ન હતા અને તે તેને ટાળતા ગયા હતા.

ઈશા દેઓલના લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતા. ઈશાના લગ્ન વર્ષ 2012 માં ભરત તખ્તાની સાથે થયા હતા. ઇશા ધર્મેન્દ્રની બીજી પત્ની અને દિગ્ગઝ અભિનેત્રી હેમા માલિનીની મોટી પુત્રી છે. ઈશાના લગ્નમાં ધર્મેન્દ્ર, માતા હેમા માલિની ઉપરાંત કઝિન ભાઇ અભય દેઓલ પણ શામેલ થયા હતા. જો કે સની દેઓલ અને બોબી દેઓલ ઈશાના લગ્નમાં જોવા મળ્યા ન હતા. બંને અભિનેતાઓ તેમની સાવકી બહેનના લગ્નમાં પહોંચી શક્યા ન હતા, પરંતુ એવું કહેવામાં આવે છે કે તેઓ ઇશાના લગ્ન માટે તૈયાર પણ થઈ ગયા હતા પરંતુ પછી તે ઈશાના લગ્નમાં આવી ન શક્યા.

જણાવી દઈએ કે સની અને બોબી ન તો ઇશાના લગ્નમાં આવ્યા હતા કે ન તો તેમની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં આ બાબત પર સવાલ ઉભા થવા વ્યાજબી હતું. મીડિયાએ આ સવાલ સીધો ધર્મેન્દ્રને પૂછ્યો હતો. પરંતુ સુપરસ્ટાર્સ આ બાબત પર કંઈ પણ કહેવાથી બચતા જોવા મળ્યા હતા. મીડિયાના સવાલ પર ધર્મેન્દ્ર ખૂબ ગુસ્સે થયા હતા અને તેનો મૂડ ખરાબ થઈ ગયો હતો.

ધર્મેન્દ્રને એક મહિલા રિપોર્ટરે સવાલ કર્યો હતો અને અભિનેતાની સામે બોબી અને સનીનું નામ લીધું હતું તો ધર્મેંદ્ર ગુસ્સે થયા હતા અને તે આ વાત પર કંઈ પણ કહેવા ઈચ્છતા ન હતા. ત્યાર પછી કોઇ અન્ય વ્યક્તિએ કેમેરા પાછળ આ સવાલ કર્યો તો ધર્મેદ્ર ખૂબ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સે થયેલા ધર્મેંદ્ર કેમેરા સામે આંગળી કરતા જોવા મળ્યા હતા. આગણ ધરમજી એ કહ્યું હતું કે, ‘હેપ્પી રહો, ખુશ રહો બસ બીજું કંઈ નહીં.’

જણાવવામાં આવે છે કે સની દેઓલ અને બોબી દેઓલ બહેન ઈશાના લગ્નમાં એટલા માટે પહોંચ્યા ન હતા કારણ કે તેનાથી તેમની માતા અને ધર્મેંદ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરને કોઈ દુઃખ ન પહોંચે. આ કારણે બંને ભાઈઓ એ ઈશા ને પોતાનો પ્રેમ અને આશીર્વાદ દૂર થી જ આપ્યા હતા.