દારૂથી ખૂબ જ દૂર રહે છે અક્ષય-અમિતાભ સહિત આ 8 સ્ટાર્સ, નશા વગર જીવે છે સુંદર જીવન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમાના કલાકારો વિશે જાણવા માટે હંમેશા તેમના ચાહકો ઉત્સાહિત રહે છે. ચાહકો તેમના ફેવરિટ ફિલ્મી કલાકારો વિશે વધુને વધુ જાણવા ઈચ્છે છે. ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફ પણ હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને હિન્દી સિનેમાના 8 એવા સ્ટાર્સ વિશે જણાવીએ જેમનો દારૂ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. તે નશાની દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને સુંદર જીવન જીવે છે.

અમિતાભ બચ્ચન: સદીના સુપરહીરો, એન્ગ્રી યંગમેન, શહનશાહ, બિગ બી જેવા નામોથી ખાસ ઓળખ ધરાવતા દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચન દુનિયાભરમાં કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. દારૂથી તો દૂર અમિતાભ બચ્ચન સ્મોકિંગ પણ નથી કરતા. આટલું જ નહીં તે નોનવેજ પણ નથી ખાતા અને તે શાકાહારી ખોરાક પસંદ કરે છે.

અક્ષય કુમાર: હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમારનું નામ આ લિસ્ટમાં હોવું કોઈ ચોંકાવનારી વાત નથી. અક્ષય કુમાર હિન્દી સિનેમાના સૌથી સફળ, ચર્ચિત, લોકપ્રિય, શિસ્તબદ્ધ અને મોંઘા સ્ટાર્સમાંથી એક છે. અક્ષય કુમાર 54 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ફિટ રહે છે, તેનું એક મોટું કારણ તેની યોગ્ય ખાવાની ટેવ અને એક શ્રેષ્ઠ દિનચર્યા પણ છે. તે દારૂનું સેવન નથી કરતા અને બોલિવૂડની લેટ નાઈટ પાર્ટીઓમાં જવાનો પણ અક્ષયને કોઈ શોખ નથી. ફિલ્મોમાં ભલે અક્ષયે દારૂ પીધો હોય પરંતુ રિયલ લાઈફમાં આવું કંઈ પણ નથી.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટીની ગણતરી હિન્દી સિનેમાની સૌથી હિટ અભિનેત્રીઓમાંથી એકની સાથે સૌથી ફિટ અભિનેત્રી તરીકે પણ થાય છે. 45 વર્ષની ઉંમરને પાર કરી ચૂકેલી શિલ્પા આજે પણ 25 વર્ષની છોકરીની જેમ ખૂબ જ યંગ અને સુંદર દેખાય છે. આનું એક મોટું કારણ તેમના ખાવા -પીવાનું માનવામાં આવશે. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી પણ દારૂને હાથ પણ નથી લગાવતી.

જ્હોન અબ્રાહમ: જ્હોન અબ્રાહમે દર્શકોને પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની દમદાર બોડીથી પણ ખૂબ દીવાના બનાવ્યા છે. તે હિન્દી સિનેમાના ફિટ અભિનેતાઓમાંથી એક છે. જ્હોન વિશે પણ એવું કહેવાય છે કે તે પણ દારૂથી દૂર રહે છે. તે ફિટનેસ પર વધુ ધ્યાન આપવાને કારણે તે દારૂને હાથ પણ નથી લગાવતા.

સોનાક્ષી સિન્હા: આ લિસ્ટમાં જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું નામ પણ શામેલ છે. સોનાક્ષી છેલ્લા 11 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહી છે. તે એક સારી અભિનેત્રી હોવાની સાથે ખૂબ જ સુંદર પણ છે. સોનાક્ષી થોડા દિવસો પહેલા તેનું વજન ઘટાડવાને કારણે ચર્ચામાં આવી હતી. તેમણે હવે પોતાના શરીર પર ધ્યાન આપતા કસરત કરવાનું શરૂ કર્યું છે અને તે ખૂબ ફિટ થઈ ગઈ છે. સોનાક્ષી પણ ઉપર જણાવેલા કલાકારોની જેમ દારૂથી દૂર રહે છે.

પરિણીતી ચોપરા: પરિણીતી ચોપરા એક સુંદર અભિનેત્રી હોવાની સાથે જ ખૂબ જ સુંદર પણ છે. ઘણી શ્રેષ્ઠ ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી પરિણીતી પણ દારૂથી ખૂબ દૂર રહે છે.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણ આજના સમયની સૌથી લોકપ્રિય અને ચર્ચિત અભિનેત્રી છે. સાથે જ તે ખૂબ ફિટ પણ છે. ઘણી હિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી દીપિકા પણ દારૂના નશાથી દૂર રહે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા: આ દિવસોમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ‘શેર શાહ’ ને લઈને ખૂબ ચર્ચામાં છે. શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ વિક્રમ બત્રાની ભૂમિકામાં છે. એવું કહેવાય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ દારૂનું સેવન નથી કરતા.