બૂલીવુડના આ 5 સ્ટાર્સ પાસે છે અબજોની સંપત્તી, જાણો કોણ છે સૌથી અમીર અભિનેતા

બોલિવુડ

સમયની સાથે બોલીવુડમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે કોઈ પણ ફિલ્મનું બજેટ ઓછામાં ઓછું 100 કરોડ હોય છે અને મોટા સ્ટાર્સની ફિલ્મો સરળતાથી 200 થી 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે. સાથે જ મોટા સુપરસ્ટાર હવે એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાની મોટી ફી ચાર્જ કરવા લાગ્યા છે અને ઘણીવાર ચાહકોના મનમાં એક સવાલ આવે છે કે બોલિવૂડમાં કયા સ્ટાર પાસે સૌથી વધારે પૈસા હશે. આવી સ્થિતિમાં આજે અમે તમને હિંદી સિનેમાના 5 સૌથી અમીર સ્ટાર્સ વિશે જણાવીએ.

શાહરૂખ ખાન: શાહરૂખ ખાન બોલિવૂડના સૌથી અમીર અભિનેતા છે. સાથે જ શાહરૂખ દુનિયાના સૌથી અમીર અભિનેતામાં પણ પોતાનું સ્થાન ધરાવે છે. શાહરૂખ છેલ્લા 28 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યો છે. તેમની પાસે અબજોની સંપત્તિ છે. તેની સંપત્તિની વાત કરવામાં આવે તો તેની કુલ સંપત્તિ 4300 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચન: સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કમાણીના બાબતમાં બીજા ક્રમે છે. તે બોલિવૂડના બીજો સૌથી અમીર અભિનેતા છે. બોલિવૂડના બાદશાહ, બિગ બી, એંગ્રી યંગમેન અને સદીના સુપરસ્ટાર જેવા ખાસ નામોથી જાણીતા અમિતાભ બચ્ચન છેલ્લા 52 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે. તેની કુલ સંપત્તિ 2876 કરોડ રૂપિયા છે.

અક્ષય કુમાર: બોલિવૂડના ખેલાડી એટલે કે અભિનેતા અક્ષય કુમાર હિન્દી સિનેમાના ત્રીજા સૌથી અમીર અભિનેતા છે. વર્ષ 1991 માં ફિલ્મ ‘સૌગંધ’ થી અક્ષયની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ હતી. તેઓ છેલ્લા 30 વર્ષથી હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે. અક્ષય કમાણીની બાબતમાં પણ ઘણા આગળ છે. જણાવી દઈએ કે ‘ખિલાડી કુમાર’ ની કુલ સંપત્તિ 2000 રૂપિયા છે.

સલમાન ખાન: અભિનેતા સલમાન ખાન બોલીવુડના સૌથી અમીર અભિનેતાઓના લિસ્ટમાં ચોથું સ્થાન ધરાવે છે. વર્ષ 1989 માં ફિલ્મ ‘મૈને પ્યાર કિયાથી’ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર સલમાન ખાને આ 32 વર્ષોમાં ઘણી સંપત્તિ મેળવી છે. તેમની કુલ સંપત્તિ 1868 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આમિર ખાન: મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાનને આ લિસ્ટમાં પાંચમું સ્થાન મળ્યું છે. અભિનેતા આમિર ખાન છેલ્લા 33 વર્ષથી હિન્દી સિનેમા સાથે જોડાયેલા છે. આમિર ખાને બોલિવૂડમાં વર્ષ 1988 માં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’ હતી, જેમાં તે જુહી ચાવલાની વિરુદ્ધ હતા. એક વર્ષમાં એક ફિલ્મ લાવનાર આમિર ખાનની સંપત્તિ 1078 કરોડ રૂપિયા છે.