તમારા ફેવરિટ બોલીવુડ સ્ટાર્સ બાળપનમાં દેખાતા હતા ખૂબ જ ક્યૂટ, દબંગ ખાન ત્યારે પણ દબંગ જ હતા

બોલિવુડ

બાળપણના તે દિવસો કોણ નથી યાદ કરતું, જ્યારે આપણે કોઇપણ વાતની ચિંતા કર્યા વગર શાંતિથી જીવન જીવતા હતા. આપણને બધાને આપણું બાળપણ ખૂબ જ પ્રિય હોય છે. ભાગ્યે જ કોઈ હશે જે તેના બાળપણની યાદો સાથે પ્રેમ ન હોય. શાળાએ જવું, મિત્રોને મળવું, મિત્રો સાથે ફરવું વગેરે. એવું જ બાળપણ આપણા બોલિવૂડ સ્ટાર્સનું પણ હોય છે. તે સમયે તેમની પાસે ન કોઈ સ્ટારડમ કે ન કોઈ મીડિયા હતા. આજે અમે તમને બોલીવુડ સ્ટાર્સના બાળપણમાં લઈ જઈ રહ્યા છીએ.

સલમાન ખાન: બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાનને આજે આખી દુનિયા ઓળખે છે. સલમાન ખાને પોતાનો અભ્યસ બાંદ્રાની સેંટ સ્ટેનિસ્લૉસથી પૂર્ણ કર્યો છે. આ પહેલા તે થોડા વર્ષો સુધી પોતાના નાના ભાઈ અરબાઝ ખાન સાથે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. આજે સલમાન ખાન જેટલો હેન્ડસમ લાગે છે, તેના બાળપણમાં પણ તે એટલો જ ફીટ અને નિર્દોષ દેખાતો હતો.

એશ્વર્યા રાય: એશ્વર્યા રાય હવે બચ્ચન પરિવારની પુત્રવધૂ બની ગઈ છે. આજે એશ્વર્યાની સુંદરતાની દુનિયા દીવાની છે. એશે પોતાનો શરૂઆતનો અભ્યાસ હૈદરાબાદ અને આંધ્રપ્રદેશથી પૂર્ણ કર્યો છે. ત્યાર પછી તે તેના માતા-પિતા સાથે માયાનગરી મુંબઈમાં રહેવા આવી ગઈ હતી. ત્યાર પછી તેણે પોતાનો આગળનો અભ્યાસ સાન્તા ક્રુઝના આર્ય વિદ્યા મંદિરથી પૂર્ણ કર્યો. ત્યાર પછી એશે આગળનો અભ્યાસ ડી ઝી રૂપારેલ કોલેજથી પૂર્ન કર્યો. પોતાના બાલપણમાં તે સુંદરતો હતી પરંતુ સાથે સામાન્ય પરિવારનો ભાગ હતી.

શાહરુખ ખાન: શાહરૂખ ખાનને આજે દરેક બોલિવૂડના રોમાંસ કિંગ ખાનના નામથી ઓળખે છે. શાહરૂખે દિલ્લીના સેંટ કોલમ્બા સ્કૂલ થી પોતાનો શરૂઆતનો અભ્યાસ પૂર્ણ કર્યો. શાળાના દિવસોમાં તે અભ્યાસ અને નાટ્ય કળામાં ખૂબ આગળ રહેતો હતો. શાળાના દિવસોમાં તેમને સ્વોર્ડ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સૌથી કુશળ વિદ્યાર્થીને જ આપવામાં આવે છે. ત્યાર પછી શાહરૂખે હંસ રાજ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી પણ મેળવી. આ પછી શાહરૂખે જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશન પૂર્ણ કર્યું.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટીએ મુંબઈની સેન્ટ એન્થોની ગર્લ્સ હાઇ સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યાર પછી તેણે મટુંગાની પોદ્દાર કોલેજમાં પ્રવેશ લીધો. શિલ્પા તેની સ્કૂલમાં વૉલીબૉલ ટીમની કેપ્ટન રહી ચૂકી છે. તે સ્કૂલમાં એક સરળ છોકરી જેવી દેખાતી હતી, તે કરાટેમાં બ્લેક બેલ્ટ પણ છે.

અક્ષય કુમાર: અક્ષય કુમાર દિલ્હીમાં રહેતા હતા. તેમણે પોતાનો શરૂઆતનો અભ્યાસ દિલ્હીની ડોન બોસ્કો સ્કૂલમાંથી પૂર્ણ કર્યો. આ પછી, તેણે વધુ અભ્યાસ માટે દિલ્હીની ખાલસા કોલેજમાં પ્રવેશ લીધો. આજે તે બોલિવૂડનો સૌથી મોટો સ્ટાર છે.

જેનીલિયા ડિસોઝા: જેનીલિયા ડિસુઝા આ દિવસોમાં બોલિવૂડથી દૂર છે. તેણે પોતાનો અભ્યાસ બાંદ્રાના એપોસ્ટોલિક કાર્મેલની હાઇ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો હતો. પછી તેણે મેનેજમેન્ટ એજ્યુકેશનની ડિગ્રી મેળવવા માટે તેમણે સેન્ટ એન્ડ્રુઝ કોલેજમાં પ્રવેશ લીધો. અભ્યાસની સાથે જેનીલિયા રમત-ગમતમાં પણ ખૂબ રસ લેતી હતી. રે સ્ટેટ લેવલ પર એથલીટ અને નેશનલ લેવલ પર ફુટબોલ રમી ચુકી છે.

રણવીર સિંહ: રણવીર સિંહ આજે બોલીવુડના સૌથી મોટા સ્ટાર છે. તેણે ઇન્ડિયાના યુનિવર્સિટી, બ્લૂમિંગટનથી બેચલર ઓફ આર્ટસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. રણવીરને પોતાની લાઈફમાં શરૂઆતથી જ એક્ટિંગનો શોખ હતો. જો તમે તેની સ્કૂલની તસવીરો જોશો તો તે સમયે પણ તે ખૂબ નોટી હતો.

અનુષ્કા શર્મા: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા સ્કૂલના દિવસોમાં ખૂબ સરળ દેખાતી હતી. અનુષ્કા શર્મા આજે એક સફળ અભિનેત્રી છે