ફિલ્મનું શૂટિંગ છોડીને ચાલ્યા ગયા હતા આ 6 બોલીવુડ સ્ટાર્સ, મેકર્સનું કરાવ્યું હતું કરોડોનું નુક્સાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડમાં ઘણી વખત એવું જોવા મળે છે કે હીરો કે હિરોઇન કોઈ ફિલ્મ સાઈન કરે છે, પરંતુ પછી કોઈ કારણોસર તે ફિલ્મથી અંતર બનાવી લે છે. ઘણા કલાકારો તો એવા પણ છે જેમણે ફિલ્મનું અડધું શુટિંગ કર્યા પછી ફિલ્મને અધૂરી છોડી દીધી. ચાલો આજે તમને કેટલાક આવા જ સ્ટાર્સ વિશે જણાવીએ.

કરીના કપૂર ખાન – કહો ના પ્યાર હૈ: કરીના કપૂર ખાન આજે હિન્દી સિનેમાની સૌથી સુંદર અને સફળ અભિનેત્રીઓમાંથી એક છે. કરીના કપૂરની ફિલ્મી કારકિર્દીની શરૂઆત રિતિક રોશન અને અમીષા પટેલની કારકિર્દીની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી થવાની હતી. કરીનાએ આ ફિલ્મ માટે હા પાડી હતી અને કેટલાક ભાગનું શૂટિંગ કર્યા પછી તેણે ફિલ્મ છોડી દીધી હતી. ત્યાર પછી અમીષા પટેલને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી અને ફિલ્મ સુપરહિટ રહી. આ સાથે જ કરીનાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ ‘રેફ્યુજી’ થી થઈ હતી.

આલિયા ભટ્ટ – રાબતા: હવે વાત કરીએ ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટની. આલિયા ભટ્ટને આજના સમયમાં દરેક ઓળખે છે. પોતાની ટૂંકી કારકિર્દીમાં આલિયા ભટ્ટ ખૂબ મોટી અભિનેત્રી બની ચુકી છે.

2012 માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી પોતાની હિન્દી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર આલિયા ભટ્ટ, સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘રાબતા’ છોડી ચુકી છે. જણાવવામાં આવ્યું કે ડેટ્સની અછતને કારને આલિયા ભટ્ટે આ ફિલ્મની ના પાડી હતી. તેની પાસે પહેલાથી જ કરણ જોહરની એક ફિલ્મ હતી.

સુશાંત સિંહ રાજપૂત – હાફ ગર્લફ્રેન્ડ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. સુશાંત સિંહ સાથે આવું ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ દરમિયાન થયું હતું. પહેલા સુશાંતે આ ફિલ્મ સાઈન કરી હતી અને તે સમયે તેની પાસે ફિલ્મ ‘રાબતા’ હતી. જો કે ડેટ્સની અછત ને કારણે પછી આ ફિલ્મમાં અર્જુન કપૂરે કામ કર્યું હતું.

એશ્વર્યા રાય – ચલતે ચલતે: અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. સાથે જ તેની એક્ટિંગ પણ ખૂબ શ્રેષ્ઠ છે. જણાવી દઈએ કે ફિલ્મ ચલતે ચલતેમાં રાની મુખર્જીએ મુખ્ય ભુમિકા નિભાવી હતી, જો કે પહેલા આ ફિલ્મ એશ્વર્યા પાસે આવી હતી. પરંતુ તે સમયે એશ્વર્યા અને સલમાનનું બ્રેકઅપ થઈ ચુક્યું હતું અને સલમાને આ ફિલ્મના સેટ પર ખૂબ હંગામો મચાવ્યો હતો. આવી સ્થિતિમાં એશ્વર્યાની મેકર્સે કોઈપણ પ્રકારના વિવાદને જોઈને આ ફિલ્મથી છુટ્ટી કરી દીધી અને રાનીને લેવામાં આવી. સાથે જ ફિલ્મમાં મુખ્ય અભિનેતા શાહરૂખ ખાન હતો.

તારા સુતરિયા – કબીર સિંહ: અભિનેત્રી તારા સુતરિયા બોલીવુડની નવી અભિનેત્રી છે. તારાને શાહિદ કપૂર અને કિયારા અડવાણીની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ ‘કબીર સિંહ’ માટે પસંદ કરવામાં આવી હતી. તેને કિયારા વાળો રોલ ઓફર કરવામાં આવ્યો હતો, જો કે તારા સુતરિયા એ આ ફિલ્મના બદલે ‘મરજાવા’ ને પ્રાથમિકતા આપી હતી.

રણબીર કપૂર – જોધા અકબર: અભિનેતા રણબીર કપૂરે જોધા અકબર ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી અને તેનો ખુલાસો તેમણે પોતે પોતાના એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો. પછી આ ફિલ્મ સુપરસ્ટાર રિતિક રોશન પાસે આવી અને ફિલ્મને સારો રિસ્પોંસ મળ્યો હતો.

કરીના કપૂર ખાન – રામ લીલા: આ લિસ્ટમાં કરીના કપૂરનું નામ બે વખત સામેલ થયું છે. આ પહેલા મેકર્સે ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા: રામ લીલા’માં રણવીર સિંહ સાથે કરીના કપૂરને કાસ્ટ કરી હતી. જોકે કરીના આ માટે 100 દિવસથી વધુ સમય આપવા ઈચ્છતી ન હતી. આવી સ્થિતિમાં કરીના કપૂરની જગ્યા પર મેકર્સે ફરી અભિનેત્રી દીપિકા પાદુકોણને સાઇન કરી અને ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.